અધૂરા શ્વાસ - ભાગ ૮

  • 300
  • 118

અધૂરા શ્વાસ - ભાગ ૮   લાગણીઓના તાણાવાણા અને અતૂટ સમર્પણની અભય અને સિયા ની પ્રેમકથા સમય વહી રહ્યો હતો. હોસ્પિટલની દીવાલો અભયના ચહેરાથી પરિચિત થઈ ગઈ હતી. સિયા ટેકો આપતાં બેસી શકતી પણ એની આંખોમાં શૂન્યતા હતી. અભય ચમચીથી જમાડવા જાય તો સિયા મોં ફેરવી લેતી. અભયે પીડા સાથે કહ્યું, “કેટલું સહેલું હતું સિયા તને નારાજ કરવું... અને આજે કેટલું અઘરું છે તને પાછી લાવવું!” સમાજ અને સગાં-સંબંધીઓ અભય પર બીજા લગ્નનું દબાણ કરવા લાગ્યા: “આખી જિંદગી એક જીવતી લાશ પાછળ વેડફી નાખીશ?” બા પણ એક દિવસ તૂટી પડ્યાં અને બોલ્યાં, “બેટા, તું બીજું લગ્ન કરી લે, તારી જિંદગી સંભાળ.”