બે ભૂમિકા — એક સીતા

  • 1.5k
  • 442

સવારના છ વાગ્યા હતા.આખું ઘર હજી ઊંઘમાં હતું, પરંતુ સીતાની આંખોમાં ઊંઘનો કોઈ અણસાર નહોતો. એલાર્મ વાગે એ પહેલાં જ તેની આંખ ખુલી ગઈ હતી.રસોડામાં જઈને તેણે ગેસ ચાલુ કર્યો. એક બાજુ ચા ચઢાવી, બીજી બાજુ નાસ્તાની તૈયારી શરૂ કરી. બાળકો માટે ટિફિન, રામ માટે નાસ્તો અને ઘરના બીજા સભ્યો માટે ચા—સવારની શરૂઆત જ જવાબદારીઓની લાંબી યાદીથી થતી.રામ તૈયાર થઈને બહાર આવ્યો.“સીતા, મારી ચા થઈ?”“હા, બસ આવી જ.”સીતા ચાનો કપ લઈને આવી.રામે ચા પીધી અને ઘડિયાળમાં જોયું.“મારે આજે વહેલું નીકળવું છે. કંપનીમાં મીટિંગ છે.”“હા, તમે નીકળી જજો. હું બધું સંભાળી લઈશ.”રામે સીતા તરફ જોયું.“તમે પણ ઓફિસે જવાનું છે ને?”સીતા હળવું