મોહિત પોતાની કેબિનમાં એન્ટર થયો. ટેબલ પર લખેલ એના નામની તકતી પર એની નજર સ્થિર થઈ! ' મોહિત ચેતનાબેન પરમાર ' વાંચી ખુદ પર અને તેની માતા પર તેને ખૂબ ગર્વ થયો. આ સ્થાન સુધી પહોચતા એણે જે સંઘર્ષ કર્યો એ એની આંખ સામે બધું જ ચિત્રપટલ થોડી જ સેકન્ડમાં પસાર થઈ ગયું. પોતાની ચેર પર બેસી પપ્પાને યાદ કરી નમન કર્યા. અને પપ્પા સાથે વિતાવેલ છેલ્લી યાદમાં એ સરી પડ્યો! ******************************પપ્પા સાથે શાળાએથી ઘરે આવતી વખતે એ બંન્ને વાતો કરી રહ્યા હતા. મોહિતને શેરડીનો રસ ખૂબ પસંદ એટલે બંન્ને ત્યાં રસ પીવા ઊભા રહ્યા હતા. મોહિતના ચહેરા પર શેરડીના રસના