હું એક અઘોરી - 3

  • 1.5k
  • 646

3. મેળાપહું સૂર્યાસ્ત પછી તરતનાં ઘોર અંધારામાં  આસામ મેઘાલય આસપાસનાં ગાઢ જંગલની ઝાડીઓ વચ્ચે અટવાઈ  ગયો હતો. મારી ચારે બાજુ ઊંચાઊંચા ડુંગરાઓ કોઈ ભુતાવળ  જેવા બિહામણા ભાસતા હતા. ઉગતો  ચંદ્ર જાણે મારી સામે જોતો 'કાં, ભૂલો પડ્યો ને? ભટક હવે.' કહી  ઘડીમાં જાણે મારી મઝાક કરતો હતો  તો ઘડીમાં 'ચાલતો રહે, હું છું ને માર્ગ બતાવવા?' કહી મને આશ્વાસન અને હિંમત આપતો હતો. હું સુસવાટા મારતા  પવનો સાથે ક્યાંક દૂર દૂર ઊંચેથી પડી રહેલા કોઈ વિશાળ ધોધની ગર્જના સાંભળી શકતો હતો. અહીં ભૂમિ થોડી થોડી વારે  પહાડો અને ખીણ સાથે વચ્ચે સમથળ પણ આવતી હોઈ અને ચોમાસું સારું રહેતું હોઈ વચ્ચે