આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૨૨

  • 764
  • 276

પ્રકરણ ૨૨: નદી કાંઠે આદરાંજલિકાલિંદી અને હિરણ નદીના સંગમ પટ પર પરોઢની કાળી ચાંદર ખસી ચૂકી હતી અને સૂર્યનો કેસરિયો, આહલાદક તડકો નદીના શાંત થતાં પાણી પર પથરાઈ રહ્યો હતો. વાવાઝોડાની કાળમુખી રાત વિતી ગઈ હતી. હિરણ નદીના અહલાદક શાંત પટમાં હળવેથી ખીલેલાં દેશી કમળ પર કુંકુમ જેવાં કિરતો ઝળહળી રહ્યા હતાં. નદીના કિનારે આવેલા સાગ, વાંસ અને ખાખરાના વૃક્ષોમાંથી ઝરતી ભીની સોડમ સાથે પક્ષીઓનો કલરવ ગૂંજી રહ્યો હતો. ગીરનું જંગલ જાણે પોતાના પરથી એક મોટો કાળો સાયો હટી ગયો હોય તેમ નવજીવનનો શ્વાસ લઈ રહ્યું હતું.અર્જુનસિંહ, ઈવા, સમીર અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ નદીના પટમાં કાદવ અને લોહીથી ખરડાયેલા