આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૨૩

  • 716
  • 274

પ્રકરણ ૨૩: કેસરી તાજનું રક્ષણ (શિકારીઓ સામે સંગ્રામ)બપોરના બાર વાગ્યાનો સમય થયો હતો અને ગીરના આકાશમાંથી સુરજ દેવતા અગનગોળા વરસાવી રહ્યા હતા. સવારનું સોહામણું વાતાવરણ હવે કાળઝાળ ગરમીમાં ફેરવાઈ ગયું હતું. ભેજ અને અસહ્ય ઉકળાટ વચ્ચે ઝાડવાની સુકાઈ ગયેલી પાંદડીઓ પવનના સુસવાટા સાથે સળગતી હવામાં ઊડી રહી હતી. કાલિંદી અને હિરણના સંગમ પટ પાસેના સાગ અને ખાખરાના વૃક્ષો તાપમાં કરમાઈ ગયા હતા, અને ગીરની પથરાળ જમીન જાણે કોઈ તપેલા પતરાની જેમ ધગધગી રહી હતી. પણ આ સળગતી હવા કરતાય વધુ ગરમ વાતાવરણ ઉત્તરીય બોર્ડર પાસેની પહાડી ઝાડીઓમાં સર્જાયું હતું.કાલિંદીના વાવાઝોડા અને પૂરની આડમાં ગીરમાં ઘૂસી આવેલા આંતરરાષ્ટ્રીય શિકારીઓનો કાફલો અત્યાધુનિક