કુત્રિમ બુદ્ધિમતા - 7

                       :  પ્રકરણ - 7  :        કોલેજમાં દાખલ થતાં જ ત્યાંનું વાતાવરણ નિહાળી મારી જીવન સાથીની ખ્વાહિશને પણ પાંખો ફૂટી નીકળી હતી.        સૌથી પહેલી એક છોકરી મારી નજરમાં વસી ગઈ હતી. તે રંગે રૂપે વહીદા રહેમાન જેવી લાગતી હતી. મને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું.        તે હંમેશા એક છોકરા સાથે જોવા મળતી હતી.. તેના વિશે એક મિત્રે માહિતી આપી હતી.        " તે બન્નેની સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બન્નેના લગ્ન થવાના છે. "         નો એન્ટ્રી ' નું બોર્ડ નિહાળી મારી પાસે આગળ જવાનો કોઈ જ રસ્તો બચ્યો નહોતો.         છોકરો કોલેજ એસોસિએશનનો અધ્યક્ષ હતો. જેનું થોડા જ દિવસમા સ્કૂટર