ઈસ્લામિક સ્ટોરી 26 બપોર સુધીમા ઈમામ હુસૈનના મોટા ભાગના સાથીઓ શહીદ થઈ ગયા હતા. ઝહુરની નમાઝનો વખત થયો ઈમામ હુસૈનના એક સાથી અબુ સુમામા અદ સાઈદીએ આકાશ તરફ જોતા કહ્યુ. "યા મૌલા.ઝહૂરની નમાઝનો સમય થઈ ગયો છે.અને મારી ઈચ્છા છે કે હું આપ ની પાછળ આ છેલ્લી નમાઝ અદા કરીને શહીદ થાઉ." ઈમામ હુસૈને આકાશ તરફ નઝર કરી અને કહ્યુ."હા ખરેખર આ નમાઝનો સમય છે. અને તે અત્યારે મોતના સાયામા પણ નમાઝને યાદ કરી.અલ્લાહ તને નમાઝ પઢનારાઓમા ગણે." યુદ્ધ ચાલુ હતુ અને ઈમામ હુસૈને યુદ્ધના મેદાનમાં જ નમાઝ પઢવાનુ નક્કી કર્યું. પણ યઝીદના સૈનિકોએ નમાઝ માટે યુદ્ધ રોકવા માટે સાફ ઈનકાર કર્યો.છતા ઈમામ