અરવ મારી જિંદગીનું પહેલું અને છેલ્લું સરનામું હતો. અમે બંને એક જ શેરીમાં મોટાં થયાં. મને આજે પણ યાદ છે કે જ્યારે અમે પા-પા પગલી ભરતાં શીખતાં હતાં, ત્યારથી જ અરવ મારો હાથ પકડીને ચાલતો. નાનપણમાં જ્યારે શેરીના બીજાં છોકરાંઓ મને રમતમાં રડાવી દેતાં, ત્યારે અરવ પોતાની નાની મુઠ્ઠીઓ વાળીને મારી સામે ઢાલ બનીને ઊભો રહી જતો.એ કહેતો: "સત્યા, તારે ક્યારેય રડવાનું નહીં... હું છું ને!"મોટાં થતાં-થતાં અમારી દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ, એની મને ખબર જ ના પડી. શાળાના દિવસોમાં જ્યારે મારી સહેલીઓ હીરો-હિરોઈનની વ