૨૪ કલાક આગળ - ભાગ 2

(146)
  • 1.6k
  • 648

હોલની અંદર એકદમ સ્તબ્ધ કરી દેનારી શાંતિ છવાયેલી હતી. ટીવીના પડદા પર હજુ પણ SM મેગા મોલની આગના બિહામણા દ્રશ્યો ચાલી રહ્યા હતા. રાહુલના હાથમાં એ રહસ્યમય છાપું હતું, અને એની નજર વારાફરતી ટીવીની સ્ક્રીન અને છાપામાં છપાયેલા શબ્દો વચ્ચે ફરી રહી હતી. મોહન સોફા પર માથું પકડીને બેઠો હતો, જ્યારે મૈત્રીની આંખોમાંથી હજુ પણ આંસુ સુકાયા નહોતા."આ... આ શક્ય જ નથી ભાભી!" રાહુલે આખરે મૌન તોડ્યું. એનો અવાજ ફાટી ગયો હતો. "હું પોતે એક પત્રકાર છું. પ્રેસમાં સમાચાર કેવી રીતે બને છે, કેવી રીતે છપાય છે એની મને રજેરજની ખબર છે. કોઈ ન્યૂઝ પેપર આવતીકાલની ઘટનાઓ આજની તારીખમાં છાપી