મન ના ક્ષિતિજે - 2

  • 524
  • 172

ઈશ્વરી શક્તિ નો ઉદય માનવજાતનો ઇતિહાસ માત્ર રાજાઓ, સામ્રાજ્યો, યુદ્ધો અને વિજયોની કથા નથી. તે સત્ય અને અસત્ય વચ્ચેના અવિરત સંઘર્ષની ગાથા છે. તે ન્યાય અને અન્યાય, માનવતા અને ક્રૂરતા, સ્વતંત્રતા અને ગુલામી વચ્ચે ચાલતા શાશ્વત યુદ્ધની સાક્ષી છે. યુગ બદલાયા, સમય બદલાયો, શાસકો બદલાયા, સત્તાનાં સ્વરૂપ બદલાયાં, પરંતુ એક સત્ય ક્યારેય બદલાયું નથી. જ્યારે જ્યારે આસુરી શક્તિઓએ સત્યને કચડવાનો, માનવતાને ગુલામ બનાવવાનો અને અન્યાયને શાસનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે ઈશ્વરી શક્તિનો ઉદય થયો છે.આ ઈશ્વરી શક્તિ હંમેશાં કોઈ ચમત્કાર કે અલૌકિક અવતારના સ્વરૂપમાં જ પ્રગટ થાય એવું જરૂરી નથી. ક્યારેક તે ભગવાન રામના