સિમેન્ટમાં દટાયેલા સાત અવાજોની ક્રૂર કથા — ભાગ ૧(નોંધ: આ કાલ્પનિક હોરર કથા છે નબળા હૃદયવાળાએ રાતે ન વાંચવી.)પ્રસ્તાવના — સિમેન્ટને બધું યાદ રહે છે“ઇમારતો પથ્થરની બને છે, પણ તેના પાયામાં હંમેશાં કોઈકનો શ્વાસ દટાયેલો હોય છે.” — જૂના કડિયાઓની કહેવતસુરતના ઉધના વિસ્તારમાં આજે પણ કોઈ જૂનો કડિયો તમને કહેશે કે ઇમારત ઊભી કરતાં પહેલાં પાયામાં નાળિયેર અને સિક્કો દાટવાનો રિવાજ કેમ છે. જવાબ સીધો છે: જમીન કંઈક માગે છે. અને જો તમે તેને ખુશીથી ન આપો, તો તે પોતે લઈ લે છે.૧૩ ઑગસ્ટ, વરસાદી રાત. “સ્કાયલાઇન હાઇટ્સ”ના લિફ્ટ-શાફ્ટનો ખાડો, જમીનથી ચાલીસ ફૂટ ઊંડો, કાચા લોખંડના સળિયા અને પાટિયાંના ટેકા