હું એક અઘોરી - 4

  • 1.2k
  • 424

4. જીવ સટોસટ નો જંગસળગતી ડાળી સીધી નિશાન તાકીને ફેંકાયેલી. હું  ઉપર જોતો એકદમ  બાજુએ ખસી ગયો. આ જેને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહીએ છીએ તેવું થયું. મારાથી ખસી જવાઈ ગયું. ફિલ્ડર કેચ કરવા ઊંચું જોઈ દોડે તેમ દોડતો હું બાજુએ ખસી ગયો અને સળગતી લાકડી બરાબર એ શ્રબ પર પડી. એ કાંટાળું સૂકું ઘાસ તડતડ કરતું સળગવા લાગ્યું. તરત ફરી મારાં મગજે મને સંજ્ઞા કરી. મેં નીચે સૂઈ જઈ તે રેતી અને પથરાળ જમીન પર ડાઇવ મારી અને શ્રબની બહાર દેખાતા એ કાળા પગ પકડી ખેંચ્યા. તે ખેંચાઈ આવી. મેં એમ જ તેના પગ પકડી તેને ઢસડી. કેટલા ફૂટ એ ખબર