એકસીડન્ટનો ધડાકો હજી પણ કાનમાં તેમને ચીસ જેવો સંભળાઈ રહ્યો હતો. કાર અને ટ્રક વચ્ચે મોટી અથડામણ થઈ હતી. જેમાં કારના ફુરચા ઊડી ગયા હતા. ટ્રકનો આગળનો ભાગ જ તૂટી અને ચિપાઈ ગયો હતો. ડ્રાઈવર કેબીનને પણ નુકશાન થયું હતું. રોંગ સાઈડમાંથી આવતો ટ્રક કારમાં બેઠેલાંના જીવનને ભરખી ગયો હતો. ચેતના અને પ્રત્યંચ પીપળાના ઝાડ પાસે આવી પોલીસની રાહ જોતાં બેસી ગયાં હતાં. આ એક્સિડન્ટ એકદમ પીપળાના ઝાડની સામે 300 મીટર દૂર જ થયો હતો. પેલી બાળકી પણ આ જ જગ્યાએથી દેખાતી બંધ થઈ હતી.કોઈપણ ઉતાવળ વગર પોલીસ આવી ગઈ. જગ્યાનું મૂલ્યાંકન અને રૂટિન પ્રોસિજરમાં પડી ત્યાં એમ્બ્યુલન્સ પણ આવી ગઇ.ભીડ થવાનો પ્રશ્ન જ