અસ્તિત્વ - 19

  • 116

અનિમેષ વિચારોમાં ગરકાવ હતો અને સતત માતાજીને બહેનના કોઈ સમાચાર મળે એવી પ્રાર્થના કરી રહ્યો હતો. શ્રદ્ધાળુઓની ભીડ ખૂબ હતી આથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. અનિમેષની કાર અને અનુરાધાની કાર અનાયાસે ટ્રાફિક જામ થવાથી એકબીજાની બાજુમાં આવી ને ઊભી રહી ગઈ હતી. આસ્થા ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ પર સૂતી હતી. એને આપેલ ઇન્જેક્શનની અસરના લીધે એ શાંતિથી ઊંઘી રહી હતી. અનિમેષ ટ્રાફીકમાં ફસાયેલ હોય એ પોતાની નજર આસપાસ ફેરવી રહ્યો હતો. એની નજર બાજુમાં ઊભેલ કાર પર પડી. રોલ્સરોય કારમાં આગલી સીટ પર ઊંઘી રહેલ અજાણી છોકરી પર અનિમેષની નજર અટકી.એ છોકરીને જોઈને અનિમેષને રાધિકા માટે થતી એવી લાગણી