ક્રમશઃ — ભાગ ૨ માં... સિવિલ હોસ્પિટલનો ચોથો માળ, પથારીવશ ઠક્કરનો ઓરડો, અને દિનેશને ખબર પડે છે કે લકવાગ્રસ્ત માણસની આંખોમાં પણ ભય કેટલો ભયંકર હોઈ શકે... પ્રકરણ ૫ — ચોથા માળનો ચોવીસ નંબરભીખાને દિનેશે ઉધના સ્ટેશનની બહારની ધર્મશાળામાં રાખ્યો, પોતાના ખિસ્સાના છેલ્લા સો રૂપિયા આપીને. ભીખો નિરાંતે બેઠો, જાણે વર્ષો પછી પહેલી વાર કોઈએ તેને નામથી બોલાવ્યો હોય. તેણે પોતાના હાથ પાણીમાં બોળ્યા અને પહેલી વાર ઘસવાનું બંધ કર્યું. કીટલી તેની બાજુમાં મૂકેલી હતી. હજી ગરમ.અને દિનેશ, પાંચ વાગ્યે, સિવિલ હોસ્પિટલના ચોથા માળની સીડી ચડવા લાગ્યો.હોસ્પિટલની સીડીઓ ઘસાયેલી, દવાની વાસથી ભરેલી, અને દરેક વળાંકે કોઈકની