દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૬ રામુકાકાના આ ખુલાસાએ નવનીતલાલના મગજમાં ચક્રવાત સર્જી દીધો. જે ભાણેજ પર ગુસ્સાનો બોજ ઠાલવવાની તૈયારી હતી, તે તો છેલ્લા પાંચ દિવસથી ગામડે હતો! જો એ છોકરો શહેરમાં જ નહોતો તો પછી રાત્રે સ્નેહાના બેડરૂમની બારીમાંથી અંદર આવનારી પેલી રહસ્યમય વ્યક્તિ કોણ હતી? નવનીતલાલના પગ ધ્રૂજવા લાગ્યા. એમણે તાત્કાલિક રામુકાકાને મોકલી દીધા અને સીધા દોડીને પહેલા માળે સ્નેહાના બેડરૂમ તરફ ગયા. બારણું બહારથી બંધ હતું. એમણે ચાવી વડે લોક ખોલીને અંદર પ્રવેશ કર્યો. ઓરડાની એ જ શાંતિ, એ જ બારી અને એ જ કબાટ સામે ઊભાં હતાં. નવનીતલાલનું મગજ હવે બે