જેલર 2

  • 236
  • 62

જેલર 2-રાકેશ ઠક્કર          ૭૫ વર્ષની ઉંમરે જ્યાં લોકો આરામ કરવાનું પસંદ કરે છે, ત્યાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ઉંમર એક આંકડો છે! જ્યારે સ્ક્રીન પર ‘થલાઈવા’ની એન્ટ્રી થાય છે, ત્યારે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ અને તિજોરીઓના તાળાં આપોઆપ તૂટી જાય છે. નેલ્સનના બુદ્ધિપૂર્વકના નિર્દેશન અને અનિરુદ્ધના ધમાકેદાર મ્યુઝિક સાથે આવેલી ‘જેલર 2’ એક એવી હાઈ-વોલ્ટેજ એક્શન-થ્રિલર છે, જે દર્શકોને અઢી કલાક સુધી પોતાની સીટ પરથી હલવા દેતી નથી.          પહેલા ભાગની છપ્પરફાડ સફળતા પછી આ સિક્વલ સામે અપેક્ષાઓનો હિમાલય ઊભો હતો. પણ મેકર્સે માત્ર જૂની વાર્તાને આગળ ખેંચવાને