હવે આ લગભગ રોજનું થઈ ગયુ હતુ. છેલ્લા બે મહિના થી સોનાલી જોતી કે તેના નાના કાકીજી રોજ આવી ને એક ની એક વર્ષો પહેલા ની વાતો તેની સાસુ પાસે કરતા, મેઘલ ને શનિ - રવિ ની રજા હોય ત્યારે પણ આવતા, સોનાલી એ બે - ત્રણ વાર શનિ - રવિ ની રજા માં જ્યારે પણ ગીતા કાકી આવીને તેની સાસુ ને ગિલ્ટ ફીલ કરાવતા ત્યારે સોનાલી ઉપર જઈને કે મેઘલ ને ફોન કરીને બોલાવી લેતી, મેઘલ થોડીવાર તેઓ જે રૂમમાં બેસીને વાત કરતા તે રૂમ માં અને પછી બાજુ ની રૂમમાં બેસી ને વાત સાંભળતા પણ ખરા, એકવાર વાર