છુપાયેલા મોહરા: કાઉન્ટ ડાઉન

  • 414
  • 132

ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ---------------------(વિવેક અને મોહના ને પકડ્યા ના ૨ દિવસ પછી....)મલ્લિકા : રાઠોડ સર, જે બે દિવસ થી મને ફોન કરીને ધમકી આપી રહ્યો હતો એ વ્યક્તિ આ છે... ( વ્યક્તિ નો કોલર પકડી ને રાઠોડ સામે લાવે છે...)રાઠોડ : "સુરેશ"... તું?.. મલ્લિકા : હા, રાજવી નો નિર્દોષ પતિ સુરેશ... ઉમેદ સરે ખાલી એક ફટકો માર્યો બધું પોપટ ની જેમ બોલવા લાગ્યો...રાઠોડ : શું કહ્યું?મલ્લિકા : "જયસુખ શેઠે" આને " મોહના ની પાછળ લગાવ્યો હતો..." એ દિવસે સવારે.. એરપોર્ટ પર મોહના ને કસ્ટડી માં લીધી ત્યારથી એ અને એનો શેઠ અલગ અલગ નંબર થી અવાજ બદલી બદલી ને ધમકી આપે છે...