Msg વાંચીને બેદરકારીથી ફોન ગૌતમના હાથમાં સહેજ જોરથી પકડાવી "હંહ..." એવું બબડીને પોતાની ખુરશી પર બેઠો. ગૌતમ કંઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ તેની પરવાહ કર્યા વગર ફ્રેન્ચ ફ્રાઈસને સોસમાં જબોળીને તે મોંમાં ઓરવા લાગ્યો. ગૌતમને માટે આ પ્રતિક્રિયા કંઈ નવી ન હતી. સામે પડેલ ટોસ્ટનું પહેલું બટકું ભરીને ચાવતા ચાવતા મલય ગડબડીયા શબ્દોમાં બોલ્યો."આમાં વળી નવું શું છે?""એટલે??" ગૌતમ મલયનો અર્થ ન સમજ્યો.ટોસ્ટની અડધી સ્લાઇસ પતાવ્યા બાદ, અડધી સ્લાઇસ ગૌતમને ધરતાં મલય બોલ્યો,"મળવા બોલાવ્યો એમાં નવું શું છે! મળી આવવાનું અને રાખડી બંધાવી આવવાનું...""શું બોલે છે તું યાર..." ટોસ્ટની ના ઈશારાથી કરતાં ગૌતમ બોલ્યો.બાકીની અડધી ટોસ્ટને ન્યાય આપ્યા બાદ