તરસ - કિસ્મત પાલનપુરી[ ભાગ 1 ] માર્ગે વયા જતાં રાજુનેય લાગતું હતું, જાણે એના પગમાં આજે જોવનાઈનું જોર હતું. એનાં અંગો પરસેવે રેબઝેબ હતાં, તોય એ ઝડપથી ચાલી રહ્યો હતો. આજે આંબલીવાળે જવા રાજુનું મન અધીરું હતું. ત્યાં એની કોઈ રાહ જોતું બેઠું હતું. એ કોણ હતું, એની તો ખુદ રાજુનેય ખબર નહોતી, પણ એટલું તો ચોક્કસ હતું કે એને આ વાત સાથે થોડીક લેવડદેવડ જરૂર હતી. ચાર-પાંચ મહિના પહેલાં, પોતાના ખેતરમાંથી ઘઉંનો પાક લેવાઈ જતાં રાજુ ત્યાં હળ ખેડી રહ્યો હતો. ચારે બાજુ ઘઉંના મોલમાંથી છૂટાં થયેલાં ખેતરો કોઈ ખીલેલા