વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 6

(21)
  • 672
  • 216

વૃશાલી પ્રકરણ – ૬ સાંબ સદા શિવ ની સાક્ષી એ શ્રાવણ માસની પંચમીનો દિવસ હતો.વૃશાલી વહેલી સવારે ઊઠી, સ્નાનાદિથી નિવૃત્ત થઈ પોતાની માતાની પૂજા પુષ્પો લેવા તૈયાર થઈ ને ઘર ના ઉદ્યાન માં આવી .તેણે હળવા મોરપીંછિયા લીલા રંગનું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું, જેની કિનારે ઝીણી સુવર્ણ જરીની વેલ શોભતી હતી. તેના ઉપર તેણે કેસરી આભા ધરાવતી પાતળી ઓઢણી ઓઢી હતી, જે સવારની ઠંડી હવામાં હળવેથી લહેરાતી હતી.સ્નાન પછી તેના લાંબા કેશ ભીના હતા. તેણે કેશને પાછળ લઈ જઈ એક લાંબી વેણી ગૂંથી હતી અને વેણીના અંતે નાનાં મોગરાનાં પુષ્પો ગૂંથી દીધાં હતાં.કપાળ પર નાનું કુમકુમ ચંદનનું તિલક, ભ્રમર