પ્રકરણ ૧શૂન્યતાનો નકશોઅરબી સમુદ્રની લહેરો જ્યારે મુંબઈના કિનારાને સ્પર્શે છે, ત્યારે જાણે કોઈ જૂની મિત્રતાનો એક નવો અધ્યાય શરૂ થતો હોય તેવું લાગે છે. મુંબઈ એટલે માત્ર સિમેન્ટ-કોંક્રિટની ઈમારતોનો સમૂહ નહીં, પણ કરોડો આંખોમાં અંજાયેલાં સપનાઓનું સરનામું!!રાત્રિના સમયે જ્યારે આખું જગત નિદ્રાધીન હોય છે, ત્યારે મરીન ડ્રાઈવ પર ટમટમતા દીવાઓ જાણે પૃથ્વી પર ઉતરી આવેલા તારાઓની હારમાળા 'ક્વીન્સ નેકલેસ' બનીને શોભે છે!! સવાર પડતાં જ, લોકલ ટ્રેનના પૈડાંના અવાજ સાથે શહેરના ધબકારા તેજ બને છે. પ્લેટફોર્મ પર દોડતા હજારો પગલાંઓ પાછળ કોઈ મંજિલની શોધ છે, તો કોઈના હાથમાં રહેલા ગરમાગરમ વડાપાઉંમાં આખા દિવસનો સંતોષ છે.ગેટ વે ઓફ ઈન્ડિયાની ભવ્યતા અને ધારાવીની