ધીરગંભીર - ૯

  • 440
  • 162

કિશનભાઇને હવે પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી હોય એવું લાગ્યું, દીકરાના આંખમાં રહેલ રોષ એમનાથી હવે સહન થતો નહોતો, હા.. એ વાત પણ ખરી કે એમને અફસોસ હજુ થતો નહોતો. દીનાબહેને દીકરાના આંસુ લૂછતાં કહ્યું, "બેટા, તું જે સમજે છે એટલું અમે કઈ ખોટું કર્યું નથી. તું પહેલા શાંત થા અને આખી વાત શાંતિથી સાંભળ!""હા બેટા! તું પાણી પીલે અને પછી શાંતિથી મારી વાત સાંભળ." વાતનો દોર કિશનભાઈ એ પોતાના હાથમાં લેતા કહ્યું.અશોકે પાણી પીધું. પોતાનું મોઢું ધોયું અને એ બેઠો શાંતિથી હકીકત જાણવાની આશમાં.કિશનભાઇ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, " ચેતનાને પ્રેગ્નેન્સી ક્ન્સીવ થતી ન્હોતી, આથી મેં અને