"બોલો શું લેશો મિસ પરી?" ડૉક્ટર નિકેતે પરીને પૂછ્યું."બસ કંઈ નહીં સર. હું કવિશા સાથે કોફી પીને અને બ્રેકફાસ્ટ કરીને જ આવી છું.""ઓકે તો અમારી સાથે કંઈ નહીં લો એમ જ ને..?""ના ના એવું કંઈ નથી સર પણ હમણાં જ કોફી પીધી છે એટલે..""ઓકે ઓકે, નો પ્રોબ્લેમ.""સર હું એમ પૂછતી હતી કે તમને શું લાગે છે મોમ હવે કેટલા ટાઈમ સુધીમાં બોલતી થઈ જશે ?""હું જે પ્રમાણે તેમનું ઈમ્પ્રુવમેન્ટ જોઉં છું તે પ્રમાણે નજીકના સમયમાં જ તે બોલવા જોઈએ..."અને પરી ડૉક્ટર નિકેતની કેબિનમાંથી બહાર નીકળી અને તેણે એક ઊંડો શ્વાસ લીધો..અને એટલામાં તેનો ફોન રણક્યો..પર્સમાંથી ફોન કાઢ્યો અને જોયું તો..સમીરનું