ધીરગંભીર - ૧૩

  • 82

મોહિતની તંદ્રા મમ્મીનાં શબ્દો થકી તૂટી. એને વર્તમાન પરિસ્થિતિ ખૂબ દર્દ આપી રહી હતી. પોતાનો પહેલા પ્રેમનો એકરાર પણ એ નહી કરી શકે એ વાત એને ખૂબ દુઃખી કરી રહી હતી. બધી જ રીતે એ સુહાની માટે યોગ્ય હતો છતાં સુહાનીને પોતાના જીવનમાં આવવા આવકાર આપી શકે એવી એની સ્થિતિ ન્હોતી એ વાત એને એક ધારદાર શૂળ ખૂંપે એવું દર્દ આપી રહી હતી. જે કલ્પના માત્રથી એ ખૂબ શાંતિ અને સુખ મહેસુસ કરી શકતો હતો એને ક્યારેય ખરી સાબિત નહી કરી શકે એ વાત એણે કોઈ પણ કારણ વગર સ્વીકારવી જ પડશે એ દુઃખ એને ખૂબ થઈ રહ્યું હતું.*************************************અશોકકુમાર આખી