હું એક અઘોરી - 7

  • 402
  • 144

7. અઘોરી ગુરુ પાસેહવે તેણે મારાં લીંગ પર અલગ રીતે કોઈ મસાજ જેવી પ્રક્રિયા કરી. તે કદમાં તો એવું જ રહ્યું પણ કઈંક અંશે માનવ અવયવ જેવું થયું. મને  તેણે કમરપટ્ટાની જેમ તે વીંટી લેવા આદેશ કર્યો. તેણીએ મને  એ ગુફામાં એક પશુના ચર્મ પર આગની ધૂણી સામે બેઠેલા તેજસ્વી છતાં બિહામણા  દેખાતા વયસ્ક  નગ્ન સન્યાસી સામે પટક્યો. હા, જોરથી પટકયો. થોડી જ ક્ષણો પહેલાં જેણે 'ઋણી છું' કહેલું તેણે જ નિર્દય રીતે મને કોઈ પોટલું ફેંકે એમ ફેંક્યો. એક ક્ષણ મને મારી પાંસળીઓ તૂટી જશે તેમ લાગ્યું. એ 'નવા કમરપટ્ટાએ' જ ઇજા ન થવા દીધી. હું સંપૂર્ણપણે તેના વશમાં હતો.