આસ્થા પોતાના મનમાં ચાલતા દરેક વિચારોના વમળમાં ખુદને સપડાયેલ જોઈ રહી હતી. દર્દ અત્યંત થઈ રહ્યું હતું. ભૂતકાળની એ ગોજારી રાતનો એકદમ તાજો જ અનુભવ આંખ સામે તરવરી રહ્યો હતો. અચાનક એને બાબુભાઈના એ શબ્દો યાદ આવ્યા, "મારે આનો ચહેરો તેજાબથી ધોવો છે. આથી એ જ્યારે એનો ચહેરો પોતાના અરીસામાં જોવે ત્યારે એને આ રાત યાદ આવે!"આસ્થા તરત ઊભી થઈ અને જ્યાં અરીસો રાખ્યો હતો એ દિશા તરફ એ ધીમા પગલે આગળ વધી. અનુરાધા કોઈ જ પ્રશ્ન વગર મૌન રહી આસ્થાની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.આસ્થા એક રજવાડી સુંદર લાકડાના નક્શીકામ કરેલ અરીસા સામે જઈને ઊભી રહી. પોતાનો ચહેરો