"ધ લાસ્ટ ચેપ્ટર" — પ્રકરણ ૫: એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ અને નેશનલ ટેક્નોલોજી કોન્ટેસ્ટગુજરાતમાં શિયાળાએ પોતાની ગુલાબી ઠંડીથી દસ્તક દીધી હતી. અમદાવાદની સવાર હળવા ધુમ્મસ અને ઠંડા પવનોથી સસબતી હતી, જ્યારે કૉલેજનું વાતાવરણ એક અલગ જ ઉત્સાહથી ધમધમતું હતું. નોટિસ બોર્ડ પર લગાડવામાં આવેલા એક ચમકતા બેનરે આખા કેમ્પસમાં હલચલ મચાવી દીધી હતી—‘નેશનલ ઇનોવેશન ટેક કોન્ટેસ્ટ ૨૦૨૬’! દેશભરની ટૉપ એન્જિનિયરિંગ કૉલેજોના વિદ્યાર્થીઓ માટે આ એક પ્રતિષ્ઠિત મંચ હતો, જ્યાં અદભુત આઈડિયાઝ અને વર્કિંગ પ્રોજેક્ટ્સ રજૂ કરવાના હતા.રૂમ નંબર ૪૦૪ ના આ ત્રિપુટી—પ્રિયાંશ, ચિંતન અને મિહિર—માટે આ કોન્ટેસ્ટ માત્ર એક સ્પર્ધા નહોતી, પણ પોતાની જાતને સાબિત કરવાનો મોકો હતો. ત્રણેયે ભેગા મળીને એક