એપિસોડ 29સોમવારની વહેલી સવારે મેનેજર કાકાની કડક સૂચના મુજબ જતીનને મેઇન બ્રાન્ચમાંથી હટાવીને દસ દિવસના ઓડિટ અને ડેટા એન્ટ્રીના કામ માટે શહેરની બીજી દૂર આવેલી બ્રાન્ચે મોકલી દેવામાં આવ્યો, જેથી જાનવીની આસપાસથી તેનો ત્રાસ હટી જાય.બીજી તરફ, મનોજ રોજ સમયસર ઓફિસે પહોંચતો હતો, પરંતુ બે દિવસ સુધી તે જાનવીથી સંતાઈને રહ્યો. ત્રીજા દિવસે જ્યારે મનોજ કોઈ કામ માટે લિફ્ટ તરફ આવ્યો અને લિફ્ટનો દરવાજો ખોલીને અંદર દાખલ થયો, ત્યારે અંદર પહેલેથી જ ઊભેલી જાનવીની નજર તેના પર પડી. જાનવીએ જોયું કે મનોજ તેની અંદર એન્ટર થઈ ચૂક્યો છે. એ જ ક્ષણે લિફ્ટમાં થોડી જ વારમાં મેનેજર કાકા પણ આવીને અંદર