પાછા વળ્યા પાછલા દિવસો - 30

  • 594
  • 166

દરિયા કિનારાના એ શાંત કાફેમાં મનોજ અને જાનવી સામસામે બેઠા હતા. હવાદાર વાતાવરણમાં દરિયાના મોજાંનો અવાજ આવી રહ્યો હતો, પણ બંનેના દિલની ધડકનો એ અવાજ કરતાંય વધુ ઝડપી ચાલી રહી હતી. મનોજે અત્યંત ગંભીર અને ભીની આંખોથી જાનવી સામે જોયું અને પોતાના ભૂતકાળના એક પછી એક રહસ્યો ખોલવાનું શરૂ કર્યું.મનોજે ધ્રૂજતા અવાજે કહ્યું, "જાનવી... તને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ હું આજે જે તમારી સામે બેઠો છું, એ આ જન્મનો મનોજ નથી. હું તો તે ભયાનક દુર્ઘટના અને એ કાળી રાત પછી મરી ગયો હતો... આ મારો બીજો જન્મ છે—મારું 'રીબોર્ન' થયું છે!"મનોજની આ વાત સાંભળીને જાનવીના હાથમાં રહેલો કોફીનો