લાગણીઓનું નિર્વાસન - 1

  • 524
  • 122

કેટલીક લાગણીઓને શબ્દો નથી મળતા, કેટલાક સંબંધોને નામ નથી મળતાં અને કેટલાક પ્રેમને જીવવા માટે સમાજની મંજૂરી નથી મળતી .પ્રશ્ન એ છે કે પ્રેમ કરનારનું હૃદય સમાજની પરવાનગી લઈને ધડકે છે ખરું?આપણે એવા સમાજમાં જીવીએ છીએ, જ્યાં સંબંધોની કિંમત ઘણી વાર લાગણીઓ કરતાં વધારે હોય છે. અહીં લોકોની નજરમાં સારા દેખાવા માટે વ્યક્તિએ પોતાની અંદરના સત્યને કેટકેટલી વાર દફનાવવું પડે છે! પરિવારની આબરૂ, સમાજની મર્યાદા, પરંપરાની સાંકળો અને લોકોની જીભના ડર વચ્ચે ક્યારેક માણસ પોતાનું જ અસ્તિત્વ ભૂલી જાય છે. લાગણીઓ મરતી નથી...માત્ર મૌન થઈ જાય છે.અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ હૃદયમાં રહેલા પ્રેમને સ્વીકારવાનું બંધ કરી દે, પોતાની ઇચ્છાઓને ગુનો