અપેક્ષાઓના પિંજરામાં સ્ત્રી: સતત મૂલ્યાંકન અને જજમેન્ટ વચ્ચે ખોવાયેલું અસ્તિત્વ

  • 968
  • 298

એક સ્ત્રીના જીવનની સૌથી મોટી કરુણતા એ છે કે તેનો જન્મ થાય ત્યારથી લઈને આયુષ્યના અંત સુધી તેને એક સ્વતંત્ર જીવ તરીકે ઓછી અને 'બીજાના માપદંડો પર ખરા ઉતરવાના સાધન' તરીકે વધુ જોવામાં આવે છે. પિયર હોય કે સાસરી, દીકરી હોય કે પત્ની, એક સ્ત્રીનું મન શું ઈચ્છે છે, તેની ભાવનાઓ શું કહે છે, એ જાણવા કરતાં તે સમાજ અને પરિવારના ચોકઠામાં બરાબર બેસે છે કે નહીં, એનું જ સતત મૂલ્યાંકન (Judge) કરવામાં આવે છે.પિયરમાં માતા-પિતાના આંગણે મોટી થતી દીકરીને પણ ડગલે ને પગલે સલાહો અને તુલનાઓનો સામનો કરવો પડે છે. "મોટેથી ન હસાય", "આમ ન બેસાય", "પડોશીની દીકરીને જો,