આજે કોલેજના પેહેલા જ દિવસે મમ્મી ને ઘરના કામમાં મદદ કરાવીને નીકળવામાં મોડું થઈ ગયું.. હાર્મી એ ભાગતા ભાગતા મમ્મી પાસેથી રિક્ષાના પૈસા લીધા અને ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ.. વળી રિક્ષા માટે તેને ઘરથી પાંચ સાત મિનિટ ચાલવું પડતું અને હાર્મી ઉતાવળ માં મમ્મી ને પગે લાગવાનું પણ ભૂલી ગઈ...સ્કૂલ ના દિવસોમાં સવારની સ્કૂલ ,સાંજે ટ્યુશન ,રાત્રે વાંચવાનું એટલે હાર્મી મમ્મી ને કામ માં મદદ કરાવી નતી શકતી ..એટલે મોડું તો થયું પણ તો પણ હાર્મી ખુશ થતી થતી કોલેજ જવા નીકળી...હાર્મી બોલકી,નટખટ,બેબાક પણ સમજુ અને ઘરની મોટી દીકરી..પપ્પા સુરતની નાની એવી કંપની માં મેનેજર હતા અને ચાર બાળકોને ભણાવવું