જોગણ

  • 64

#જોગણ ભાગ. 1.  મેવાડની કાળી ડીબાંગ રાત્રિના અંધકારમાં ચિત્તોડગઢનો કિલ્લો કોઈ વિશાળ રાક્ષસની જેમ ઉભો હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર હતો ખરો, પણ વાદળોની ઓથમાં છુપાઈને જાણે એ પણ કોઈ કરુણ ઘટનાનો સાક્ષી બનવાથી ડરી રહ્યો હતો. મહેલના કાંગરાઓ પર પવન અથડાતો ત્યારે થતો અવાજ કોઈ સ્ત્રીના રૂદન જેવો ભયાનક લાગતો હતો.પરંતુ, આ જ કિલ્લાના એકાંત ખૂણામાં આવેલા અંતઃપુરમાં એક જુદો જ અવાજ ગુંજી રહ્યો હતો. એ અવાજમાં ભય નહોતો, રુદન નહોતું, પણ એક એવી તડપ હતી જે પથ્થરોને પણ ઓગાળી શકે."જોગિયા જી, કોણ કુમુદિની કૌલ, કોણ સરોવર સ્યામ...તુમ બિના મોહે કછુ ન સુહાવે, આંખ ન આવે આરામ..."એક હાથમાં એકતારો અને બીજા હાથમાં