મનોજ, જાનવી અને વંશિકાએ મળીને જતીનને ફસાવવા માટેનું છટકું ગોઠવ્યું જ હતું, પણ આ રમતમાં એક મોટો અને ખૂંખાર ખેલાડી સામેલ હતો—મનોજ અને વંશિકાના પરિવારનો સૌથી મોટો બિઝનેસ રાઈવલ અમૃત શેઠ. અમૃત શેઠ અત્યંત લાલચી અને ધૂર્ત બિઝનેસમેન હતો, જે જાણતો હતો કે મનોજ અને વંશિકાના પપ્પા પથારીવશ છે, અને જો આ ભાઈ-બહેન રસ્તામાંથી હટી જાય, તો બિઝનેસ વર્લ્ડ પર માત્ર તેનું જ સામ્રાજ્ય રાજ કરશે. આ જ લાલચમાં તેણે ગુપ્ત રીતે જતીન સાથે હાથ મિલાવી લીધા હતા.પ્લાન મુજબ, જ્યારે વંશિકા સવારે કારમાં બેસવા માટે બહાર નીકળે છે અને જાનવી તેની સાથે જ હોય છે, ત્યારે અચાનક પેલો રાક્ષસી ખટારો