રામાયણ રાકેશ ઠક્કર જ્યારે ભારતીય સિનેમાના ઇતિહાસમાં કોઈ ફિલ્મ પાછળ રૂ. 4000 કરોડ રૂપિયાનું ધન પાણીની જેમ વહાવવામાં આવે અને કાગળ પર નિર્દેશક તરીકે નિતેશ તિવારીનું નામ હોય ત્યારે થિયેટરની ટિકિટ ખરીદતી વખતે દર્શકોના પેટમાં થોડી ફાળ પડવી સ્વાભાવિક છે કે ક્યાંક ‘રામાયણ’ ની આ પૌરાણિક ગાથા ફરીથી ‘આદિપુરુષ’ જેવી કરૂણાંતિકા તો નહીં બની જાય ને?! પરંતુ IMAX થિયેટરમાં આ મેગ્નમ ઓપસ ફિલ્મ જોઈને બહાર નીકળેલો કોઈપણ સિનેમાપ્રેમી પોતાની જાતને સીટ પરથી ઊભા થઈને તાળીઓ પાડતા રોકી શકે તેમ નથી. નમિત અને નિતેશની અતૂટ મહેનતે સાબિત કરી દીધું છે કે જો સાચી નિયત અને દાનત સાથે ભારતીય