કુંવારો જેઠ

(76)
  • 22
  • 0
  • 18.8k

આખામાં ગામ મા જ્યારે પણ કોઈના લગનની શરણાઈ વાગતી, ત્યારે સુરજપર ગામના નાથુજીના ડેલામાં એક લાંબો નિસાસો નંખાતો. નાથુજીના ત્રણ દીકરા. મોટો જગાભાઈ (જગદીશ), વચલો ભગો (ભગવાન) અને નાનો દિલો (દિલીપ). ઉંમરના હિસાબે જગાભાઈ અત્યારે પાકાં ત્રીસ વટાવીને એકત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યા હતા, પણ એમના નસીબમાં હજુ સુધી કોઈ કન્યાએ 'મંગલ પ્રવેશ' કર્યો નહોતો.

1

કુંવારો જેઠ - ભાગ 1

આખામાં ગામ મા જ્યારે પણ કોઈના લગનની શરણાઈ વાગતી, ત્યારે સુરજપર ગામના નાથુજીના ડેલામાં એક લાંબો નિસાસો નંખાતો. નાથુજીના દીકરા. મોટો જગાભાઈ (જગદીશ), વચલો ભગો (ભગવાન) અને નાનો દિલો (દિલીપ). ઉંમરના હિસાબે જગાભાઈ અત્યારે પાકાં ત્રીસ વટાવીને એકત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યા હતા, પણ એમના નસીબમાં હજુ સુધી કોઈ કન્યાએ 'મંગલ પ્રવેશ' કર્યો નહોતો.જગાભાઈ દેખાવે પાછા એવા ખોટા નહોતા. ઊંચો પૂરો કદ, માથે ઘાટીલા વાળ અને મૂછોનો વળ. પણ ભગવાને એમને સ્વભાવમાં એક એવી અદભુત આળસ અને જીદ આપી હતી કે એમની આદતો આખા પંથકમાં ફેમસ હતી. જગાભાઈ સવારે અગિયાર વાગ્યા પહેલાં પથારીમાંથી હેઠા ઉતરે તો સૂરજ પૂર્વની ...Read More

2

કુંવારો જેઠ - ભાગ 2

ધોતિયું ફાટવાનો એ અવાજ એટલો કરકરો હતો કે રસોડાની દીવાલો પણ ધ્રુજી ગઈ! નવી વહુઓ ગીતા અને કવિતા સાડલાના પાછળ મોઢું છુપાવીને હસવું રોકવાનો નાકામ પ્રયાસ કરી રહી હતી. જગાભાઈની મરદવાળી મૂછો શરમના માર્યા જાણે હેઠી નમી ગઈ. પણ જગાભાઈ એટલે જગાભાઈ! પોતાની આબરૂના ધજાગરાને જ વટનું કારણ બનાવી દેવામાં એ પાવરધા હતા.એમણે ફાટેલા ધોતિયાને એક હાથે પકડી રાખ્યું, બીજા હાથે મૂછનો વળ સરખો કર્યો અને ગંભીર અવાજે બોલ્યા, "જોયું ગીતા વહુ? આને કહેવાય આખા ઘરનો ભાર! આ સોફાની સ્પ્રિંગો પણ મારા વિચારોના વજનથી તૂટી જાય છે. આ તો નવી વહુઓ પગલાં પાડે છે એટલે મેં કીધું લાવ, બ્રહ્મમુહૂર્તમાં ...Read More

3

કુંવારો જેઠ - ભાગ 3

જગાભાઈને ભણાવવાના પાઠનું આયોજન ગીતા અને કવિતાએ બપોરે જ ચોકમાં બેસીને પાકું કરી લીધું હતું. પુરુષો ગમે તેટલા હોશિયાર પણ જ્યારે ઘરની બે વહુઓ 'સંયુક્ત મોરચો' બનાવે, ત્યારે મોટા-મોટા યુદ્ધના મેદાનો પણ નાના પડી જાય!જગાભાઈની સૌથી મોટી બે નબળાઈઓ હતી: એક– એમનો કડક ૧૩૫ તંબાકુ વાળો માવો (જે દિવસમાં એ દસ વાર ઘસતા), અને બીજું– સવારની અગિયાર વાગ્યા સુધીની કુંભકર્ણ કોપીરાઇટ છાપ ઊંઘ. વહુઓએ નક્કી કર્યું કે આ બેય પર સીધો સર્જિકલ સ્ટ્રાઈક કરવો.સાંજે પાંચ વાગ્યે જગાભાઈ ચોરેથી રાજકારણની મોટી ચર્ચાઓ પતાવીને ડેલામાં આવ્યા. એમનો નિયમ હતો કે ઘરે આવીને ખાટલે બેસીને પહેલો અવાજ પાડે, "એય વહુઓ, જરા કડક ...Read More

4

કુંવારો જેઠ - ભાગ 4

સવારના સાડા પાંચ વાગ્યા હતા. સીમમાંથી ઠંડો પવન વાતો હતો, પણ જગાભાઈનું કાળજું વહુઓના કાવતરાના લીધે હજુય બળતું હતું. સીધા ગામના પાદરે કાળુના ચાના ગલ્લા પર પહોંચ્યા. કાળુ એટલે આખા પંથકનો ઇન્ફોર્મેશન બ્યુરો! કોના પિયરમાં શું હાલે છે અને કોના સાસરામાં કોણ મીઠું-મોરું છે, એ બધી ખબર કાળુ પાસે અપડેટ રહેતી.બસ કાળુ ના બે વખાણ કરો એટલે માહિતી એ ટુ ઝેડ આપી દે.જગાભાઈએ ગલ્લા પર જઈને મૂછ પર હાથ ફેરવ્યો, "અલ્યા કાળુ, એક કડક માવો ઘસી દે અને તું હમણાં થી ક્રીમ કઈ વાપરે છે?કાળું વખાણ સાંભળવા તલપાપડ થઈ ને કીધું “ક્રીમ બ્રિમ કઈ નથી વાપરતો જગાભાઈ, કેમ એવું ...Read More

5

કુંવારો જેઠ - ભાગ 5

ગાડીનો ઠાઠ જોઈને નાથુજી પણ ઓસરીમાંથી હેઠા ઉતરી આવ્યા. ભગા અને દિલાએ તો ખેતરે જવાનું માંડી વાળ્યું અને ગાડીના સામે આંખો ફાડીને ઊભા રહી ગયા. ગીતા અને કવિતા પણ લાજ કાઢીને બારીની તિરાડમાંથી જોવા લાગી કે આ મોટો માણસ કોના ઘરે આવ્યો છે?"રામ રામ, નાથુજી! ઓળખ્યો કે ભૂલી ગયા?" પેલા ભવ્ય માણસે આવીને નાથુજીને હાથ જોડ્યા.નાથુજીએ થોડું મગજ દોડાવ્યું, "અરે... તમે ઓલા મોતીપુરા વાળા ગિજુભાઈ ને? રામ રામ બાપા, રામ રામ! પણ આજે આમ અચાનક અમારા ગરીબના ડેલામાં?""નાથુજી, વાત જ કંઈક એવી છે. હું તમારા મોટા દીકરા જગાના લીધે અહીં આવ્યો છું," ગિજુભાઈએ જગાભાઈ સામે સ્મિત આપતા કીધું. જગાભાઈએ ...Read More

6

કુંવારો જેઠ - ભાગ 6

ગીતા અને કવિતાએ બપોરે જ રસોડાની બારી બંધ કરીને મિટિંગ ગોઠવી. ગીતાએ કીધું, "જો કવિતા, આ સોનલ જો આ જેઠાણી બનીને આવી, તો આપણી આઝાદી ઢૂમ….ઢૂમ…..તેણાંઉઉ…..! જમીનદારની બહેન છે એટલે આપણી પાસે નોકરાણીની જેમ કામ કરાવશે. વ્હાલી ગમે તેમ કરીને ગિજુભાઈ સુધી મોટા જેઠની આળસ અને માવાની આદતોની વાત પહોંચાડવી પડશે."કવિતાએ નવો આઈડિયા આપ્યો, "એક કામ કરીએ, ગિજુભાઈના ગામમાં મારી એક બહેનપણી રહે છે. એના દ્વારા જ સોનલ સુધી એવા સમાચાર પહોંચાડીએ કે જગો દેખાવમાં હીરો છે પણ વાસ્તવમાં સાવ ઝીરો છે! બપોર સુધી નસકોરાં બોલાવે છે."હજી તો વહુઓ કાવતરું ઘડે એ પહેલાં જ, બીજા જ દિવસે સવારે નાથુજીના ...Read More

7

કુંવારો જેઠ - ભાગ 7

જગાભાઈની સગાઈના પેંડા હજુ ઓસરીમાં પડ્યા હતા, ત્યાં જ ગીતા અને કવિતાએ ડેલાની પાછળ આવેલા લીમડા નીચે નવો મોરચો સ્માર્ટફોનમાં ખોવાયેલી હતી. કવિતાએ પૂછ્યું, "ગીતાબૂન, આ ફોનમાં શું ફાંફા મારો છો? આપણે સગાઈ તોડવાનો પ્લાન કરવાનો છે ને તમે ક્વીન ઓફ કાઠિયાવાડ આઇડી ખોલી ને બેઠા!ગીતાએ રહસ્યમય સ્મિત આપ્યું, "અરે કવિતા, આજકાલના જમાનામાં કોઈના ભૂતકાળની પોલ ખોલવી હોય તો ચોરે જવાની જરૂર નથી, બધું આ ચોરસ ડબ્બામાં જ મળી જાય! આ જો, ક્વીન ઓફ કઠિયાવાળ એ ઇન્સ્ટાગ્રામ પર સોનલની પ્રોફાઇલ શોધી કાઢી."કવિતાએ પણ ફોનમાં આંખો પરોવી. સોનલની પ્રોફાઇલમાં લક્ઝરી ગાડીઓ, મોંઘા રિસોર્ટના ફોટા અને રીલ્સનો ભંડાર હતો. પણ ગીતાની ...Read More

8

કુંવારો જેઠ - ભાગ 8

ઘાસના ઢગલામાંથી બહાર નીકળેલા જગાભાઈના મોઢા પરથી વટ ઓગળીને સીધો હેઠો બેસી ગયો હતો. મૂછો પર ઘાસના તણખલાં એવી ચોંટ્યા હતા જાણે કોઈ પક્ષીએ માળો બાંધ્યો હોય!સોનલ ગાડી પાસે ઊભી ઊભી કમર પર હાથ રાખીને જગાભાઈને તાકી રહી હતી. એની આંખોમાં આશ્ચર્ય અને ગુસ્સો બંને સાફ દેખાતા હતા. ગિજુભાઈ પણ માથું ખંજવાળતા બોલ્યા, "અલ્યા જગા! આ ટ્રેક્ટર સીધું ચલાવવાનું હોય, તેં તો આખું પાછળ ભગાવીને ઘાસના ગંજીમાં ઘુસાડી દીધું! તને ટ્રેક્ટર ચલાવતા આવડે છે કે તું ખાલી ગપ્પા જ મારે છે?"ગીતા અને કવિતા મોઢા પર સાડલાનો છેડો દબાવીને અંદરોઅંદર તાળીઓ લેતી હતી. ગીતાએ ધીમેથી કીધું, "જોયું કવિતા? કુંવારા જેઠનો ...Read More

9

કુંવારો જેઠ - ભાગ 9

"એક લાખ રૂપિયા? જગા, તું ચોરી કરવાનો છો કે શું?" નાથુજીએ અવિશ્વાસથી દીકરા સામે જોયું. ભગો અને દિલો પણ ફાડીને મોટાભાઈને જોઈ રહ્યા હતા.જગાભાઈએ વટથી માવો મોઢામાં સરકાવ્યો, "બાપુજી, ચોરી એ તો નબળા માણસોનું કામ છે. આ જગો તો પોતાની બુદ્ધિ અને સોશિયલ મીડિયાના પાવરથી કમાશે. આજકાલ દુનિયામાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે– જેને 'ડિજિટલ મોકિંગ' (Digital Mocking) કહેવાય. લોકો ઇન્ટરનેટ પર વિડીયો બનાવીને લાખો કમાય છે. મેં નક્કી કર્યું છે કે હું સુરજપર ગામની પંચાત અને રમુજી કિસ્સાઓ પર ઓનલાઇન બ્લોગ અને ટૂંકી વાર્તાઓ લખીશ!વાસ્તવમાં, જગાભાઈએ ગામના પાદરે કાળુના ગલ્લા પર બેસીને ડિજિટલ કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન અને પબ્લિશિંગ પ્લેટફોર્મ્સ ...Read More

10

કુંવારો જેઠ - ભાગ 10

ગીતા અને કવિતાએ જગાભાઈના બ્લોગ 'કુંવારા જેઠની કલમે' ની લિંક સીધી સોનલના ઇન્સ્ટાગ્રામ ઇનબોક્સમાં શેર કરી દીધી.ગીતાએ નીચે એક મેસેજ પણ લખી નાખ્યો— "સોનલબા, તમારા થનારા વરરાજની અસલી સોશિયલ ખોપડી જોવી હોય, તો આ વાર્તાઓ વાંચી લેજો. આમાં બીજું કાંઈ નથી, પણ આપણા જ ઘરના ડખા અને વહુઓની બદનામી કરીને રૂપિયા કમાવવાનો આખો ખેલ છે!બીજી તરફ, ડેલામાં જગાભાઈ પોતાની નવી જીતની ખુશીમાં મોજથી ખાટલે બેઠા બેઠા માવો ચોળતા હતા. નાથુજી ગામમાં લગનનું સીધું (કરિયાણું) લેવા ગયા હતા અને ભગો-દિલો જાનની બગી અને બેન્ડવાળા નક્કી કરવા તાલુકે ગયા હતા. આખું ઘર લગનના રંગમાં રંગાયેલું હતું.બરાબર બપોરના બે વાગ્યા અને ડેલાની ...Read More

11

કુંવારો જેઠ - ભાગ 11

જગાભાઈના લગનનો મંડપ સુરજપર ગામના ઇતિહાસમાં સૌથી મોટો બંધાયો હતો. ભલે અત્યાર સુધી એ કુંવારા રખડતા હતા, પણ ગિજુભાઈની સોનલ સાથે લગન નક્કી થતાં જ આખા ગામમાં એમનો વટ રાતોરાત વધી ગયો હતો. જે લોકો ગઈકાલ સુધી એમને 'નવરો જગો' કહેતા હતા, એ જ લોકો હવે એમને 'જગદીશભાઈ થિંકર' કહીને માન આપતા હતા.લગન ના આગલા દિવસે જગાભાઈને પીઠી ચોળવાનો પ્રસંગ હતો. નાથુજી ઓસરીમાં બેસીને હુક્કાના કસ ખેંચતા ખેતરાઉ હિસાબ જોતા હતા. ભગો અને દિલો મહેમાનોના સ્વાગતમાં દોડાદોડ કરતા હતા.ગીતા અને કવિતાના મનમાં હજુય હાર સ્વીકારવાની દાનત નહોતી. સોનલ સામે એમના પરાજય પછી એમણે નક્કી કર્યું હતું કે, "લગન ભલે ...Read More

12

કુંવારો જેઠ - ભાગ 12

બીજા દિવસે સવારે સુરજપર ગામમાં શરણાઈઓ અને ઢોલના ધબકારા શરૂ થઈ ગયા. જગાભાઈ વરરાજાના ઠાઠમાં તૈયાર થયા હતા. માથે સાફો, કમરે કટાર અને ગળામાં મોતીનો હાર. મૂછોને આજે ખાસ લીંબુનો રસ લગાવીને એવી કડક કરી હતી કે પવન વાય તોય મૂછનો વળ હેઠો ન નમે! ગીતા અને કવિતા લાજ કાઢીને જાનેયાઓ સાથે ચાલતી હતી, મનોમન રાજી થતી હતી કે ગઈકાલે જેઠને બરાબરના ખંજવાળ્યા.જાન ધામધૂમથી મોતીપુરા ગામમાં ગિજુભાઈના આંગણે પહોંચી. ગિજુભાઈએ સામૈયું કર્યું અને વરરાજાને વટથી મંડપ તરફ દોરી ગયા. સોનલ પણ પાટોળામાં સજ્જ થઈને ચોરીમાં આવીને બેસી ગઈ. એની આંખોમાં જગાભાઈ માટે એક ખાસ સન્માન હતું, કારણ કે જગાભાઈએ ...Read More

13

કુંવારો જેઠ - ભાગ 13

નાથુજીના ઘરના આંગણે કંકુ પગલાં પાડવા માટે તાસક તૈયાર હતી. ગીતા અને કવિતા મોંઢા બગાડીને આરતીનો થાળ લઈને ઊભી કારણ કે મંડપમાં એમની જે ફજેતી થઈ હતી એનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો.જગાભાઈએ મૂછ પર જોરદાર વળ દીધો અને સોનલ સામે જોઈને બોલ્યા, "લ્યો સોનલ! પધારો તમારા રાજમાં. આજથી આ ડેલાના અસલી જેઠાણી તમે જ છો."પણ સોનલે કંકુના થાળમાં પગ મૂકતા પહેલાં પોતાનો હાથ ઊંચો કર્યો, "જરા ઊભા રહો, જગાજી! જમીનદારની દીકરી ઊંબરો ઓળંગે એના પહેલાં ઘરના નિયમો પાકા કરવા પડે. મેં કાલે જ તમારા બ્લોગ 'કુંવારા જેઠની કલમે' ના બધા ભાગ ફરીથી વાંચ્યા."જગાભાઈ હસ્યા, "અરે એ તો હવે ...Read More

14

કુંવારો જેઠ - ભાગ 14

(મિત્રો અગાઉ આપણે જોયું કે જગાભાઈ નું કુંવારા જેઠ નું લેબલ તો હટી ગયું પણ જગાભાઈ એક એવા પાત્ર જેમને બંધન થી જાજુ નો બાંધી શકાય "રાણો રાણા ની રીતે" હતો. પણ સોનલ ના કાયદાઓ તેમને કેટલા ફાવશે તે જોઈશું હવે ના ભાગો માં)સુરજપર ગામના ઇતિહાસમાં નાથુજીના મોટા દીકરા જગાભાઈના લગ્ન જેટલી ધામધૂમથી થયા હતા, એટલી જ ઝડપથી ઘરમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. મોતીપુરા ગામના મોટા જમીનદાર ગિજુભાઈના બહેન સોનલ જ્યારે આ ઘરમાં જેઠાણી બનીને આવ્યા, ત્યારે આખું ગામ કહેતું હતું કે હવે નાથુજીના ડેલાનો વટ આસમાને પહોંચશે. પણ ડેલાની અંદરની હકીકત કંઈક જુદી જ આકાર લઈ રહી હતી. ...Read More

15

કુંવારો જેઠ - ભાગ 15

સોનલના ઘરમાં આવ્યાને માંડ એક મહિનો થયો હશે, ત્યાં જ નાથુજીના ડેલામાં એક નવો ડખો શરૂ થયો. સોનલ જ્યારે ઓસરીમાં બેસતી, ત્યારે એના મોઢે એના ભાઈ ગિજુભાઈની મોટાઈ, મોતીપુરા ગામની જમીનો અને પોતાની લક્ઝરી ગાડીઓના જ વખાણ સાંભળવા મળતા. નાથુજી જેવા ખાનદાન અને આબરૂદાર ખેડૂત માટે આ રોજ-રોજનું સાંભળવું અસહ્ય થઈ ગયું હતું. સોનલ વાત-વાતમાં કહેતી, "બાપુજી! અમારા મોતીપુરામાં તો ખેતરોમાં પાણી માટે સોલાર પેનલ નાખેલી છે, તમારે અહીં હજુ જૂના એન્જિનના ધુમાડા ખાવા પડે છે. ભાઈ તો કહેતા હતા કે જગાભાઈને તાલુકા મથકે મોટી ઓફિસ અપાવી દઉં, પણ જગાભાઈને તો આ ગામડાના ચોરા સિવાય કાંઈ ગમતું જ નથી!"નાથુજી ...Read More