આ કોઈ કાલ્પનિક કથા નથી. આ કોઈ કવિની કલ્પનામાંથી જન્મેલું અશ્રુ નથી. આ એ કડવી, ભયાનક અને કાળી વાસ્તવિકતાનું આલેખન છે, જેણે હિન્દુસ્તાનના ઇતિહાસના પાનાઓને હંમેશ માટે લોહીથી ખરડી દીધા. આ વાર્તા છે એ દીકરીની, જેના સપના આકાશને આંબવા માંગતા હતા, પણ હેવાનીયતના ભૂખ્યા વરુઓએ તેની પાંખોને મૂળમાંથી જ કાપી નાખી. આ વાર્તા છે 'નિર્ભયા'ની—એક એવું નામ, જે માત્ર એક વ્યક્તિ નથી, પણ આ દેશની સ્ત્રીઓની લાચારી, તેમનો અદભુત સંઘર્ષ અને ન્યાય માટેની કાળજું ચીરી નાખતી ચીસનું પ્રતીક છે.
નિર્ભયા - પ્રસ્તાવના
#નિર્ભયા"ચિરાયેલા શરીરની એ આખરી ચીસ, જેણે કાળને પણ રોવા માટે મજબૂર કરી દીધો!"પ્રસ્તાવનાઆ કોઈ કાલ્પનિક કથા નથી. આ કોઈ કલ્પનામાંથી જન્મેલું અશ્રુ નથી. આ એ કડવી, ભયાનક અને કાળી વાસ્તવિકતાનું આલેખન છે, જેણે હિન્દુસ્તાનના ઇતિહાસના પાનાઓને હંમેશ માટે લોહીથી ખરડી દીધા. આ વાર્તા છે એ દીકરીની, જેના સપના આકાશને આંબવા માંગતા હતા, પણ હેવાનીયતના ભૂખ્યા વરુઓએ તેની પાંખોને મૂળમાંથી જ કાપી નાખી. આ વાર્તા છે 'નિર્ભયા'ની—એક એવું નામ, જે માત્ર એક વ્યક્તિ નથી, પણ આ દેશની સ્ત્રીઓની લાચારી, તેમનો અદભુત સંઘર્ષ અને ન્યાય માટેની કાળજું ચીરી નાખતી ચીસનું પ્રતીક છે.જ્યારે રાતનો અંધકાર પૃથ્વીને પોતાના ખોળામાં છુપાવી લે છે, ત્યારે ...Read More
નિર્ભયા. 1
#નિર્ભયાભાગ 1 આશાસ્પદ સપનાઓ અને દિલ્હીની એ રાતડિસેમ્બર મહિનાની એ ગુલાબી, કડકડતી ઠંડીમાં આખું હિન્દુસ્તાન જ્યારે રજવાડા જેવા રજાઈના લપાઈને મીઠી ઊંઘ માણી રહ્યું હતું, ત્યારે દિલ્હીના એક છેવાડાના, મધ્યમવર્ગીય અને અત્યંત સાધારણ વિસ્તારના એક નાના અમથા મકાનમાં અનોખી હૂંફ પ્રગટી રહી હતી. એ હૂંફ કોઈ સગડીની નહોતી, એ હૂંફ હતી સપનાઓની. એવા સપના જે રાતના અંધકારમાં પણ સૂરજની જેમ ચમકતા હતા.એક દીકરી જે માત્ર ૨૩ વર્ષની હતી, પણ જેની આંખોમાં આખા પરિવારનું આકાશ સમાયેલું હતું. તે કોઈ અમીર ઘરની લાડકવાયી નહોતી. તેના પિતા એક સાધારણ મજૂર હતા, જેમણે એરપોર્ટ પર માલસામાન ઉપાડવાનું, લોડિંગ કરવાનું કાળી મજૂરીનું કામ કરીને ...Read More
નિર્ભયા. 2
#નિર્ભયાભાગ 2 ક્રૂરતાની પરાકાષ્ઠા અને દેશનો આક્રોશએ રાત્રે દિલ્હીના રાજમાર્ગો પર દોડતી એ સીલબંધ બસની અંદર જે કંઈ પણ આવ્યું, તેણે સભ્ય સમાજના અસ્તિત્વ પર સૌથી મોટો કાળો ડાઘ લગાવી દીધો હતો. પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ જ્યાં ઓગળી જાય, તેવી ભયાનક પાશવી ક્રૂરતા એ ચાર દીવાલોની વચ્ચે કલાકો સુધી ચાલતી રહી. નશામાં ચૂર એ હેવાનોને પીડિતાની ચીસોમાં કોઈ દર્દ નહોતું સંભળાતું, પણ જાણે કોઈ વિકૃત અસુરી આનંદ મળી રહ્યો હતો. દીકરીએ પોતાના સપનાઓને, પોતાના અસ્તિત્વને અને પોતાની ગરિમાને બચાવવા માટે નખ અને દાંત વડે છેલ્લી ક્ષણ સુધી પ્રતિકાર કર્યો, પણ છ નરાધમોના એ સંગઠિત આક્રમણ સામે તેનું નાજુક શરીર ...Read More
નિર્ભયા. 3
#નિર્ભયાભાગ 3 ગુપ્ત "ઓપરેશન નિર્ભયા"૧૭ ડિસેમ્બર ૨૦૧૨ની એ વહેલી સવાર દિલ્હી પોલીસના ઇતિહાસની સૌથી કપરી સવાર હતી. સફદરજંગ હોસ્પિટલની પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, મીડિયાના કેમેરા પોલીસ કમિશનરની ઓફિસ સામે ગોઠવાઈ ગયા હતા અને સંસદથી લઈને સડક સુધી માત્ર એક જ સવાલ પૂછાતો હતો: "ગુનેગારો ક્યાં છે?"દિલ્હી પોલીસ પાસે ઘટનાની જે શરૂઆતી માહિતી હતી, તે શૂન્ય બરાબર હતી. પીડિત દીકરી વાત કરી શકે તેવી સ્થિતિમાં નહોતી. તેના અર્ધબેભાન અને ઘવાયેલા મિત્રએ પોલીસને જે નિવેદન આપ્યું, તેમાં માત્ર એટલી જ ખબર પડી કે બસ સફેદ રંગની હતી, ખાનગી લક્ઝરી (ચાર્ટર) બસ હતી, તેના કાચ પર કાળા પડદા હતા અને બસની ...Read More