અનહદ - લાગણી છે કે માત્ર....???

(1)
  • 42
  • 0
  • 204

મોબાઈલની સ્ક્રીન પર ઝબકતી નોટિફિકેશન લાઈટ રાતના અંધકારમાં રૂમને આછો પ્રકાશ આપી રહી હતી. દીવાલ પર લટકાવેલી ઘડિયાળનો કાંટો બાર વટાવીને એક પર પહોંચી ગયો હતો, પણ 'વિશ્વાસ'ની આંખોમાં ઊંઘનું નામનિશાન નહોતું. એના હાથમાં ફોન હતો અને સ્ક્રીન પર ખુલેલી વોટ્સએપ ચેટ વિન્ડો પર છેલ્લા અડધા કલાકથી એક જ મેસેજ ટાઈપ થઈ રહ્યો હતો અને ડિલીટ થઈ રહ્યો હતો.​વિશ્વાસ સામાન્ય મધ્યમ વર્ગનો, થોડો શરમાળ પણ વિચારોથી ગહન એવો યુવાન હતો. સોશિયલ મીડિયા પર અજાણતા જ મોકલેલી એક સામાન્ય ફ્રેન્ડ રિક્વેસ્ટ અને એક નાની 'Hi' થી શરૂ થયેલી આ કહાની ક્યારે જિંદગીનો સૌથી મોટો ભાગ બની જશે

1

અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1)

પાત્ર પરિચય૧. વિશ્વાસ - એક સાધારણ, પ્રેમાળ અને મધ્યમ વર્ગનો યુવાન. જે પોતાના જીવનમાં પ્રમાણિકતા અને સચ્ચાાઈને સૌથી મોટું આપે છે. પ્રેમમાં સમર્પિત રહેનાર વિશ્વાસ જ્યારે ગેરસમજ અને નસીબની કઠણાઈનો સામનો કરે છે, ત્યારે તે અંદરથી સાવ ભાંગી જાય છે. શું તેનો પ્રેમ માત્ર એક લાગણી બનીને રહી જશે?૨. મીરાં - સુંદર, સંસ્કારી અને હસમુખી યુવતી. તે વિશ્વાસને બેહદ ચાહે છે, પણ પરિવારની ઈચ્છાઓ, સામાજિક દબાણ અને ઊભી થયેલી ગેરસમજોના ભંવરમાં ફસાઈ જાય છે. જે પ્રેમ ક્યારેય મરવાનો નહોતો, તે જ પ્રેમ તેને આજીવન યાદોના સહારા છોડી જાય છે.૩. સમીર - પરિસ્થિતિનો લાભ ઉઠાવનાર અને મીરાં તથા વિશ્વાસ વચ્ચે ...Read More