Pratibimb books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ

પ્રતિબિંબ

 

શરણાઈના સૂર હવામાં ઓગળી રહ્યા હતા અને લગ્નમંડપનો ઝગમગાટ નવદંપતીના ચહેરા પર છલકાતો હતો. સમીર અને અનન્યાના નવા જીવનની શરૂઆત થઈ હતી.

सतां हि सन्देहपदेषु वस्तुषु प्रमाणमन्तःकरणप्रवृत्तयः।

સજ્જન પુરુષો માટે જ્યાં યોગ્ય-અયોગ્યનો સંદેહ ઊભો થાય, ત્યાં તેમના પોતાના અંતઃકરણની પ્રવૃત્તિ જ સાચું પ્રમાણ હોય છે.

 

સ્ટેજ પર ફોટોગ્રાફરના કેમેરાની ફ્લેશલાઈટ્સ ચમકી રહી હતી. હાસ્ય અને ઠઠ્ઠા-મશ્કરીનો માહોલ જામ્યો હતો. સમીરે પોતાની બાજુમાં ઊભેલી અનન્યાની નાની બહેન તરફ હાથ લંબાવી, પોતાના મિત્રો સામે આંખ મિચકારતા ગર્વથી કહ્યું, "મળો મારી સાળીને... મારી અડધી ઘરવાળી!"

सत्यं ब्रूयात् प्रियं ब्रूयान्न ब्रूयात् सत्यमप्रियम्।
प्रियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः॥  — મનુસ્મૃતિ ૪.૧૩૮

મનુષ્યે સત્ય બોલવું જોઈએ અને પ્રિય લાગે તેવું બોલવું જોઈએ. અપ્રિય લાગે તેવું સત્ય પણ નિષ્ઠુરતાથી ન બોલવું જોઈએ અને કોઈને ગમે તે માટે અસત્ય પણ ન બોલવું જોઈએ. આ સનાતન ધર્મ છે.

સમીરના મિત્રોએ અટ્ટહાસ્ય વેર્યું. જાણે કોઈ મોટું હાસ્ય તત્વજ્ઞાન કહી દીધું હોય. સમીરને મન આ માત્ર નિર્દોષ વિનોદ હતો, કારણ કે સમાજે વર્ષોથી આવા શબ્દોને 'રમૂજ'નું રૂપાળું મહોરું પહેરાવી દીધું છે.

જે આપ્યું છે ત જ પરત આવસે. થોર વાવી આંબા નહિ પાકે.

 

સમીર ની આ રમુજ સાંભળી અનન્યાના હોઠ પર એક અત્યંત શાંત, છતાં ધારદાર સ્મિત ફરક્યું. તેણે સહેજ પણ અચકાયા વિના પોતાની સહેલીઓ તરફ જોયું અને સમીરના નાના ભાઈ તરફ ઈશારો કરતા મધુર પણ મક્કમ અવાજે કહ્યું, "અને આ છે મારા દિયર... મારા અડધા પતિ પરમેશ્વર!"

 

પળવારમાં તો જાણે સમય થંભી ગયો!

 

વહેતી હવા જાણે બરફ બની ગઈ. સમીરના મિત્રોના ચહેરા પરનું હાસ્ય કોઈએ ભૂંસી નાખ્યું હોય તેમ ગાયબ થઈ ગયું. નાના ભાઈ જેવા દિયરના કાન સુન્ન થઈ ગયા અને સમીરના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ. મંડપના ખૂણે સજાવેલું 'લક્ષ્મણરેખા' નામનું ફૂલદાનીનું કૂંડું અચાનક ધડાકાભેર નીચે પટકાઈને ચકનાચૂર થઈ ગયું. સ્ત્રીની મર્યાદાના નામે પ્રગટાવેલી ઝગમગતી હેલોજન લાઈટ ભડકો થઈને ફ્યુઝ થઈ ગઈ.


શબ્દોના તીર જ્યારે એકતરફી છૂટે છે,

ત્યારે મર્યાદાના મહેલ ક્યાં તૂટે છે?

અરીસો ધર્યો જો સામેની દીવાલે,

તો આખો સમાજ કેમ અંદરથી લૂંટે છે!

 

થોડી જ ક્ષણોમાં મંડપની બહાર એક એમ્બ્યુલન્સની સાયરન ગુંજી ઊઠી. તેમાં બે સ્ટ્રેચર હતા. એક સ્ટ્રેચર પર 'સંસ્કૃતિ' કોમામાં સરી પડી હતી—કદાચ તેને બેવડા ધોરણોનો હાર્ટ એટેક આવ્યો હતો. અને બીજા સ્ટ્રેચર પર 'પુરુષાતન' લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું, જેને સમાનતાના એક જ વાક્યે માથામાં ઊંડો ઘા માર્યો હતો.

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।

यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥

જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે; અને જ્યાં તેમનું અપમાન થાય છે, ત્યાં કરવામાં આવેલા તમામ શુભ કાર્યો નિષ્ફળ નીવડે છે.

 

સમીરની આંખો સામેથી ભ્રમનો પડદો હટી ગયો હતો. જે મજાક તેને ક્ષણભર પહેલાં મીઠી લાગતી હતી, તેનો જ પડઘો તેને ઝેર જેવો કડવો લાગ્યો. "જેવું વાવો તેવું લણો"—આ ન્યાય અનન્યાએ કોઈ પણ કડવાશ વિના, માત્ર એક જ વાક્યના અરીસામાં સમીરને બતાવી દીધો હતો.

 

દાગ અને ધૂળ આપણા ચાર પર હોય છે ને આપણે અરીસો સાફ કરતા હોઈએ છીએ. એક વાર આપણે પોતાનો ચહેરો તો સાફ કરી જોઈએ. અરીસો સાફ કરવાની જરૂરત નહિ રહે.

તલવારનો ઘા રુઝાસે પણ શબ્દો નો ઘા રુઝાતા વરસો વીતી જશે.

आत्मदोषं परित्यज्य परदोषे निरीक्षणम्।
त्यक्त्वा स्वदोषदर्शनं कुरुते मूढचेतनः॥

મૂર્ખ મનુષ્ય પોતાના દોષોનો ત્યાગ કરવાને બદલે હંમેશાં બીજાના દોષો શોધવામાં વ્યસ્ત રહે છે. સમજદાર વ્યક્તિ પહેલાં પોતાના અંતરમાં ડોકિયું કરે છે અને પોતાની ખામીઓ સુધારવાનો પ્રયત્ન કરે છે.

"બીજાના દોષ શોધવા માટે દૃષ્ટિ નહીં, પોતાના દોષ જોવા માટે આત્મદૃષ્ટિ કેળવો. કારણ કે અરીસો સાફ કરવાથી ચહેરો સ્વચ્છ થતો નથી; ચહેરો સાફ કરવાથી અરીસાની ફરિયાદ રહેતી નથી. અને યાદ રાખજો, તલવાર શરીરને ઘાયલ કરે છે, જ્યારે કઠોર વાણી આત્માને ઘાયલ કરે છે. શરીરનો ઘા સમય જતાં રૂઝાઈ જાય છે, પરંતુ હૃદય પર પડેલો શબ્દોનો ઘા વર્ષો સુધી પીડા આપતો રહે છે."

વાર્તા સારાંશ: જે મજાક પુરુષના હોઠે 'રમૂજ' ગણાય છે, તે જ શબ્દો સ્ત્રીના મુખેથી નીકળતા 'સંસ્કૃતિનું પતન' કેમ બની જાય છે? સમાજના બેવડા ધોરણો સામે અરીસો ધરતી એક ચોટદાર કથા.