: પ્રકરણ - 8 : અને જૂન મહિનામાં જુનિયર બી.એ. નું પહેલું સત્ર શરૂ થયું હતું. વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ હતી. મારા પિતાજી મારે માટે નવી છત્રી ખરીદી લાવ્યા હતાં. પહેલા દિવસે જ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને હું નવી છત્રી લઈ કોલેજ ગયો હતો. ક્લાસ રૂમમાં દાખલ થઈ મેં મારી છત્રી બેંચની પાછળ લટકાવી દીધી હતી. રિશેષ ટાણે હું છત્રી ક્લાસમાં જ મૂકીને મિત્રો સાથે ચા નાસ્તા માટે કેન્ટિનમાં ગયો હતો. અમે સોલ્જર સિસ્ટમથી ચા નાસ્તો કર્યો હતો અને ક્લાસમાં પાછા ફર્યા હતાં.