: પ્રકરણ - 15 : ગેસ્ટ હાઉસ ને જોઈ મારા ચહેરાનો રંગ પલટાઈ ગયો હતો. તેની સુહાનીએ નોંધ લીધી હતી. અને તરતજ મને સવાલ કર્યો હતો. " શું થઈ ગયું જીજુ? " મેં તેને કહ્યું હતું. " વાત લાંબી છે. હું તને નિરાંતે સમય મળે કરીશ. " અમારી વચ્ચે આત્મીયતા બંધાઈ ગઈ હતી. અમે લોકો બહુધા સાથે રહેતા હતાં. સંવાદ સેતુ પણ બંધાઈ ગયો હતો. અમે અમારી બધી જ વાતો એકમેક ને શેઅર કરતાં હતાં. અમે રસોઈ માટે ચીજ વસ્તુ લેવા માર્કેટમાં સાથે જતાં હતાં. તે દરમિયાનમાં તેણે મને વાત