અધૂરા શ્વાસ

(3)
  • 10
  • 0
  • 2.5k

સવારનો ખુશનુમા સમય હતો. ઘરમાં ગૂંજેલી શરણાઈઓની મધુર સુરાવલી હજુય જાણે હવામાં તરતી હતી, પણ રાતની રોનક અને ચહલપહલ હવે ધીમે ધીમે ઓસરી ચૂકી હતી. દીવાલો પર લટકતી દીવડાઓની લડીઓ ઝાંખી પડી ગઈ હતી અને આંગણામાં વેરાયેલાં ગુલાબનાં ફૂલો એ વાતની સાક્ષી પૂરતાં હતાં કે ગઈકાલે અહીં એક મોટો મહોત્સવ યોજાયો હતો - એક લગ્ન.

1

અધૂરા શ્વાસ - ભાગ ૧

સવારનો ખુશનુમા સમય હતો. ઘરમાં ગૂંજેલી શરણાઈઓની મધુર સુરાવલી હજુય જાણે હવામાં તરતી હતી, પણ રાતની રોનક અને ચહલપહલ ધીમે ધીમે ઓસરી ચૂકી હતી. દીવાલો પર લટકતી દીવડાઓની લડીઓ ઝાંખી પડી ગઈ હતી અને આંગણામાં વેરાયેલાં ગુલાબનાં ફૂલો એ વાતની સાક્ષી પૂરતાં હતાં કે ગઈકાલે અહીં એક મોટો મહોત્સવ યોજાયો હતો - એક લગ્ન. અભય બારી પાસે ઊભો હતો. સવારનો કુમળો તડકો એના ચહેરા પર પથરાઈ રહ્યો હતો, પણ એના અંતરમાં એક અજબ પ્રકારની શૂન્યતા અને શીતળતા વ્યાપેલી હતી. એણે ઊંડો શ્વાસ લીધો અને નીચે સૂમસામ આંગણા તરફ જોયું. મહેમાનો વિદાય લઈ ચૂક્યા હતા, સગાં-સંબંધીઓ પોતાના ઘરે પરત ફરી ...Read More

2

અધૂરા શ્વાસ - ભાગ ૨

અધૂરા શ્વાસ - ભાગ ૨ બીજી સવારે ઘરમાં નિત્યક્રમ શરૂ થયો, પણ વાતાવરણમાં એક કડવાશ ભરેલું મૌન છવાયેલું હતું. બા ચૂપચાપ ચા બનાવી રહ્યાં હતાં. અભયે આવીને મદદ કરવાનું કહ્યું તો બાએ આંસુ છુપાવી કહ્યું, “ના દીકરા, તું ઓફિસ માટે તૈયાર થઈ જા.” રૂમમાં સિયા સૂટ પહેરીને મોબાઈલની ખાલી સ્ક્રીન સામે તાકી રહી હતી. અભયે કહ્યું, “હું ઓફિસ જાઉં છું, કંઈ જોઈતું હોય તો કહેજે.” સિયાએ મોં ફેરવીને કહ્યું, “મને કોઈ ચીજની જરૂર નથી.” જતાં જતાં અભયે પાછળ જોયું, પણ સિયા પથ્થરની જેમ બેસી રહી. ઓફિસમાં પણ અભયનું મન ચોંટતું નહોતું. મિત્રો લગ્નની મજાક કરતા હતા ત્યારે અભયનું દિલ ...Read More

3

અધૂરા શ્વાસ - ભાગ 3

અધૂરા શ્વાસ - ભાગ 3 ઘરની દીવાલો વચ્ચે એક અદ્રશ્ય તણાવ ખેંચાઈ ચૂક્યો હતો. આજે અભય વહેલો ઊઠ્યો અને જઈ બા માટે ચા બનાવી રૂમમાં આપી આવ્યો. બા પલંગ પર ગુમસુમ બેઠાં હતાં. સિયા બહાર આવી ત્યારે અભય વાસણ ધોઈ રહ્યો હતો. સિયાએ કટાક્ષ કર્યો, “વાહ! બહુ જલ્દી આદર્શ પતિ બની ગયો... મને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ છે?” અભયે કહ્યું, “ઘર છે, કામ કરવું પડે. તને એવું લાગતું હોય તો ભલે.” સિયાએ પૂછ્યું, “તને ક્યારેય ગુસ્સો નથી આવતો?” અભયે કહ્યું, “આવે છે, પણ દરેક ગુસ્સાનો ઉત્તર ક્રોધથી આપવો જરૂરી નથી.” નાસ્તામાં ઉપમા જોઈ સિયાએ કહ્યું કે મીઠું ઓછું છે. અભયે ...Read More

4

અધૂરા શ્વાસ - ભાગ ૪

અધૂરા શ્વાસ - ભાગ ૪ ઘરમાં સવાર-સાંજ વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો હતો. રસોડામાં બા વાસણો પછાડી રહ્યાં હતાં. અભયે બનાવવાનું કહ્યું તો બાએ સિયાને સંભળાવતાં કહ્યું, “જેણે કરવું જોઈએ એ કરે!” સિયા આવી અને બા સાથે બોલાચાલી થઈ ગઈ. બાએ કહ્યું, “વહુની જેમ રહેતાં શીખ.” સિયાએ કહ્યું, “મને કોઈની પરવા નથી.” બાએ કહ્યું, “તારામાં કોઈની લાગણીઓની કદર જ નથી.” સિયાએ સામે પૂછ્યું, “અને તમને મારી કદર છે?” અભયે વચ્ચે પડી શાંત પાડવા પ્રયાસ કર્યો તો સિયાએ કહ્યું, “તું વચ્ચે ન બોલ.” બાએ કહ્યું, “તું એનો પક્ષ કેમ લે છે?” અભયે લાચારીથી કહ્યું, “હું કોઈનો પક્ષ નથી લેતો, બસ વાત ...Read More

5

અધૂરા શ્વાસ - ભાગ ૫

અધૂરા શ્વાસ - ભાગ ૫ લાગણીઓના તાણાવાણા અને અતૂટ સમર્પણની અભય અને સિયા ની પ્રેમકથા સવારથી જ વાતાવરણ હતું. અભય એક રોબોટની જેમ ચૂપચાપ તૈયાર થઈ રહ્યો હતો. સિયાએ ટોણો માર્યો, “કેમ આમ ફરે છે, જાણે કોઈ મરી ગયું હોય!” અભયે અટકીને કહ્યું, “કેટલીક લાગણીઓ મરી જ જતી હોય છે...” સિયા ક્ષણભર ચૂપ થઈ ગઈ પછી બોલી, “ડ્રામા ન કર.” સાંજે અભય થાકીને ઘરે આવ્યો. રૂમમાં સિયાએ કહ્યું, “તું ક્યાં સુધી આમ મોં ચડાવીને ફરીશ? આ બધું ઇરિટેટિંગ છે.” અભયે કહ્યું, “હું થાકી ગયો છું.” સિયાએ કટાક્ષ કર્યો, “તો શું મેં તને થકવી દીધો?” અને અચાનક અભય જોરથી ...Read More

6

અધૂરા શ્વાસ - ભાગ ૬

અધૂરા શ્વાસ - ભાગ ૬ લાગણીઓના તાણાવાણા અને અતૂટ સમર્પણની અભય અને સિયા ની પ્રેમકથા ઘર હવે માત્ર એક બની ચૂક્યું હતું જ્યાં ત્રણ માણસો સાથે રહેતાં પણ દિલો વચ્ચે જોજનોનું અંતર હતું. બા હવે આ પીડા સહન ન કરી શક્યાં એટલે એમણે કુટુંબના મોભી મોટા જેઠ-જેઠાણી (મોટા બાપુજી અને મોટી બા) ને ઘરે બોલાવ્યાં. બપોરે બધાં હોલમાં બેઠાં. અભય ઓફિસથી આવ્યો ત્યારે પંચાયત જોઈ સમજી ગયો. મોટા બાપુજીએ કહ્યું, “અમે કોઈનો પક્ષ લેવા નથી આવ્યા, સમસ્યા શું છે એ જાણવા આવ્યા છીએ. લગ્ન એ કોઈ રમત નથી.” સિયાએ થાકેલા અવાજે કહ્યું, “મને ખબર છે આ રમત નથી, એટલે ...Read More