ધીરગંભીર.

(8)
  • 70
  • 0
  • 3.5k

અમદાવાદ.. હા અમદાવાદના પોશ એરિયા સેટેલાઇટમાં દસ માળના ફલેટના ટોપ ફ્લોરની બાલ્કનીમાંથી દેખાતો સૂર્યોદય મોહિતના મનમાં કંઈક અલગ જ કુતૂહલ મચાવી રહ્યો હતો. સૂર્યના કિરણો આકાશને ચીરીને દરેક સ્થાન પર પોતાનું આગવું સ્થાન જન્માવી રહ્યા હતા. રૂમની બાલ્કની સામે એક સુંદર ગાર્ડન હતું. ગાર્ડનમાં રહેલ રંગબેરંગી સુંદર પુષ્પો અને વૃક્ષો પર મોહિતની નઝર સ્થિર હતી અને મન પોતાના જીવનમાં આવી રહેલ નવા બદલાવના વિચારમાં હતું. ખૂબ પુરુષાર્થ અને માતાના આશીર્વાદથી મળેલ આ નવા વળાંકને લીધે એ ખૂબ ઉત્સાહી હતો. એ જ્યારે પણ ઉત્સાહી થતો આમ જ પ્રકૃતિને મનભરીને નીરખતો, પોતાના મનના ભાવો મૌન રહી પ્રકૃતિને વ્યક્ત કરતો. એ આવો જ

1

ધીરગંભીર - ૧

અમદાવાદ.. હા અમદાવાદના પોશ એરિયા સેટેલાઇટમાં દસ માળના ફલેટના ટોપ ફ્લોરની બાલ્કનીમાંથી દેખાતો સૂર્યોદય મોહિતના મનમાં કંઈક અલગ જ મચાવી રહ્યો હતો. સૂર્યના કિરણો આકાશને ચીરીને દરેક સ્થાન પર પોતાનું આગવું સ્થાન જન્માવી રહ્યા હતા. રૂમની બાલ્કની સામે એક સુંદર ગાર્ડન હતું. ગાર્ડનમાં રહેલ રંગબેરંગી સુંદર પુષ્પો અને વૃક્ષો પર મોહિતની નઝર સ્થિર હતી અને મન પોતાના જીવનમાં આવી રહેલ નવા બદલાવના વિચારમાં હતું. ખૂબ પુરુષાર્થ અને માતાના આશીર્વાદથી મળેલ આ નવા વળાંકને લીધે એ ખૂબ ઉત્સાહી હતો. એ જ્યારે પણ ઉત્સાહી થતો આમ જ પ્રકૃતિને મનભરીને નીરખતો, પોતાના મનના ભાવો મૌન રહી પ્રકૃતિને વ્યક્ત કરતો. એ આવો જ ...Read More

2

ધીરગંભીર - ૨

મોહિતને કોઈ કુદરતી સંકેત મળ્યો હોય એમ અચાનક એનું મન શાંત થયું પણ વિચારો હજુ એના મનમાં એક પછી આવ્યા કરતા હતા. મમ્મીથી દૂર ન્હોતું થવું અને પપ્પા વગર કઈ જ ગમતું નહોતું. મનોમન એક નિર્ણય એણે નક્કી કર્યો અને બારીને એક ઝાટકે બંધ કરી એની મમ્મી પાસે બેસી ગયો.મોહિતના બાળપણનો આજકાલ કરતાં ત્રણ વર્ષ જેટલો સમય તળાવની પાળ પર ફક્ત બે જોડી કપડાં સાથે વીતી ગયો! સામાન્ય જીવનમાંથી એક ભિખારીનું જીવન કુદરતે મોહિતને બહુ જ નાની ઉંમરમાં દેખાડી દીધું . મમ્મીની આ પરિસ્થિતિ, પપ્પાનો વિરહ એ બંનેમાં કુમળું બાળક રીતસર છાસ માંથી માખણ છૂટું પાડીએ એમ વલોવાઈ રહ્યું ...Read More

3

ધીરગંભીર - ૩

મોહિત પોતાની કેબિનમાં એન્ટર થયો. ટેબલ પર લખેલ એના નામની તકતી પર એની નજર સ્થિર થઈ! ' મોહિત ચેતનાબેન ' વાંચી ખુદ પર અને તેની માતા પર તેને ખૂબ ગર્વ થયો. આ સ્થાન સુધી પહોચતા એણે જે સંઘર્ષ કર્યો એ એની આંખ સામે બધું જ ચિત્રપટલ થોડી જ સેકન્ડમાં પસાર થઈ ગયું. પોતાની ચેર પર બેસી પપ્પાને યાદ કરી નમન કર્યા. અને પપ્પા સાથે વિતાવેલ છેલ્લી યાદમાં એ સરી પડ્યો!******************************પપ્પા સાથે શાળાએથી ઘરે આવતી વખતે એ બંન્ને વાતો કરી રહ્યા હતા. મોહિતને શેરડીનો રસ ખૂબ પસંદ એટલે બંન્ને ત્યાં રસ પીવા ઊભા રહ્યા હતા. મોહિતના ચહેરા પર શેરડીના રસના ...Read More

4

ધીરગંભીર - ૪

મોહિતની નજર જ્યારે તે કર્ણપ્રિય અવાજ તરફ વળી, ત્યારે તેના હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. શરદ પૂનમના જેવો નિખરેલો એ ચહેરો અને તેના પર અંકિત થયેલી એ નાનકડી કાળી બિંદી, જાણે કોઈ કુશળ ચિત્રકારે અતિશય લાડથી મૂકેલું નજરબિંદુ હોય તેમ શોભતી હતી.તેના ખભા સુધી લહેરાતા, ઘેરા વાદળ જેવા વાંકડિયા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.કુદરતે જાણે પોતાના હાથે જ તેના શરીરનું ઘડતર કર્યું હોય તેવો તેનો ઘાટીલો અને નમણો બાંધો કામણગારો હતો. તેનો ભીનોવાન તેણીએ ધારણ કરેલા આછા ગુલાબી રંગના સુતરાઉ વસ્ત્રો તેની કાયા પર એમ શોભી રહ્યા હતા જાણે ગુલાબની પાંખડીઓ ઝાકળથી ભીંજાયેલી હોય. એ ...Read More

5

ધીરગંભીર - ૫

મોહિત ઘરેથી તો નિકળ્યો પણ એનું મન ભૂતકાળમાં પહોંચી ગયું.***************************મોહિત મમ્મી સાથે ટ્રેનમાં તો બેસી ગયો પણ આખો ડબ્બો હતો. આથી એમને બન્નેને બેસવાની જગ્યા ન મળી. ચેતના મનમાંને મનમાં કંઈક બબડી રહી હતી, અને બન્નેની હાલત પણ એટલી ખરાબ હતી કે મુસાફરી કરનાર એમને જોઈને પણ સહેજ ડરે! આથી કોઈએ એમની પાસે જગ્યા આપી નહી, દરવાજા અને વોશરૂમની બાજુની જગ્યામાં બન્ને ગોઠવાયા.મોહિતની સામેની સીટમાં એક બહેન બેઠા હતા, જે એ બન્નેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ચેતનાના વિખરાયેલ વાળ, અસ્તવ્યસ્ત કપડાં, ઉઘાડા પગ! એમના ચહેરા પર સહેજ અણગમાના ભાવ તરવરી ઊઠ્યા. એમની નજર હવે મોહિત પર પડી, ઉઘાડા પગે ...Read More

6

ધીરગંભીર - ૬

મોહિત એના મમ્મી અને મામી સાથે મામાના ઘરે પહોંચવા આવ્યા, એમણે ડેલી ખોલી. નાની બારી પાસે રહેલ સેટી પર હતા, એમની નજર ડેલી ખડકવાના અવાજ તરફ ફરી, એમને આવતા જોઈ નાનીના મનમાં પણ અનેક વિચારો આવવા લાગ્યા. ચિંતાને દૂર રાખી વિનયપૂર્વક નાનીએ આવકાર આપ્યો. ચેતના ઘરમાં આવી અને ક્રોધિત ચહેરે એક ખુરશીમાં બેઠી, ભાભીએ બન્નેને પાણી આપ્યું. મોહિતની હાલત જોઈ તરત નાસ્તો આપી અને ચા મૂકી.મોહિતે નાસ્તાને જોયો પણ એટલો ગભરાયેલ હતો કે એણે નાસ્તો લીધો નહી અને એના મમ્મી તરફ જોયું. ચેતના એકદમ સહજરીતે બોલી, "લે ને બેટા! તને ભૂખ લાગી હશે ને!"મોહિતે નાસ્તો લીધો અને ખૂબ ઝડપે ...Read More

7

ધીરગંભીર - ૭

મામાને ઉદાસ જોઈ મામીએ એમને પોતાના રૂમમાં બોલાવ્યા. મામીએ એમને કહ્યું, " તમે હિંમત હારી જશો તો બધું બગડી તમારી સમજદારીએ બધાને જોડીને રાખ્યા છે. સમય છે કાલ બદલી જશે. પણ જો હિંમત ખરા સમયે હાર્યા તો જે ગુમાવશો એ ક્યારેય પાછું નહી મળે! ચિંતા છોડો અને ખુશ રહો, બાળકો નાના છે પણ ચહેરા પરની ઉદાસી પરખી શકે એટલા સમજદાર છે. આપ ચિંતા ન કરો, હું છું ને તમારી સાથે.""તું છો એટલે જ આટલી હિંમત છે. બધે થી હારુ છું પણ તારી પાસે આવું ત્યારે જગ જીત્યાનો અહેસાસ તું કરાવે છે. ખરેખર હું ખૂબ ભાગ્યશાળી છું કે મને તારા ...Read More

8

ધીરગંભીર - ૮

મામા ગાર્ડેનથી ઘરે આવતી વખતે એજ વિચારમાં રહ્યા કે, કુમારે કેમ ફોન ન ઉપાડ્યો? ક્યાંક હું કુમારને પણ સમજવાની નથી કરતો ને!! મામાનું મન ચકરાવે ચડ્યું હતું, આજ સુધી એમને કોઈ વ્યક્તિને ઓળખવામાં ભૂલ થઈ ન્હોતી, આજ પોતાના મનમાં રહેલ કુમાર માટેની છબી પર એમને પહેલીવાર શંકા જન્મી!*************************************આ તરફ ચેતના મોહિતને લઈને ટ્રેનમાં બેસી ગઈ પણ અશોક ખૂબ ભાંગી પડ્યો. પુત્ર સામે થયેલ પડોશી સાથે ઝઘડો, ચેતનાનું ડબલ સ્વરૂપ અને એ પછી પુત્રને રોકવામાં પોતાની થયેલ હાર!!!! આ બધું એને ખૂબ ચૂર ચૂર કરી રહ્યું હતું. એને થયું ઘરે જાઉં તો પણ કોના માટે? અને ઘરે ગયા બાદ પણ ...Read More