: પ્રકરણ - 2 :
મોટા ભાઈના મોતે પિતાજી બહુ જ અસ્વસ્થ બની ગયા હતા.. નાની માના અમાનુષિક વ્યવહારને લઇ ને પિતાજી અત્યંત નારાજ થઇ ગયા હતા. તેઓ પોતાના સંતાનોને પોતાની સાસુ મા સાથે ના રાખવાનો નિર્ધાર કરીને બેઠા હતા.. તેની સામે નાની મા એ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.. આંસુની ગંગા વહેવડાવી દીધી હતી.. તેઓ કોને આધારે જીવશે? સવાલ કર્યો હતો.. અને તેમની ખાતર પિતાજીને ના છૂટકે સંતાનોના ભાગલા પાડ્યા હતા જેને કારણે ભાઈ બહેન વચ્ચે કોઈ લાગણીનો સેતુ બનવા પામ્યો નહોતો.
નાની મા વર્ષમાં એકાદ બે વાર ભાવિકાને લઈ મુંબઈ આવતા હતા..હું નાની માને ખૂબ ચાહતો હતો.. તેઓ અઠવાડિયા માટે મુંબઈ આવતા હતા અને હું તેમને મહિનો બે મહિના મુંબઈ રોકી રાખતો હતો.
તેઓ રોજ મને નવી નવી વાર્તાઓ સંભાળવતાં હતા. વાર્તાનો ક્વોટા ખૂટી જતાં તેઓ ફરી ફરી જૂની વાર્તા સંભળાવતા હતા.
એક વાર તેમણે માળિયા પર છુપાયેલા ચોર વિશે વાત કરી હતી. બીજી વાર સોફા ની પાછળ છુપાયેલા ચોરની વાત કરી હતી. આ બંને કિસ્સા માં સ્ત્રીએ હિમ્મત દાખવી બંનેને પકડાવી દીધા હતા.
તેમના મોઢે આ કિસ્સા સાંભળીને હું ખૂબ ડરી ગયો હતો... આ કારણે હું ઘરમાં એકલો રહી શકતો નહોતો.
મારી ખેપાની માસીને હું એક આંખ પસંદ નહોતો. તે મને નવી મા ગીતા બહેનથી દૂર કરવાના સતત કાવા દાવા કરતાં રહેતા હતા.
તેઓ બધું જ ઓહિયા કરી ગયા હતા. છતાં તેમના છોકરાઓ રોદણાં રડતા હતા.
" નાની માં એવુ વિલ કરી ગયા છે જેમાં સગી છોકરીના સાવકા સંતાનો અને સાવકી છોકરીના સગા છોકરાઓના હાથમાં કાંઈ જ ના આવે.."
પણ હકીકત કાંઈ ઓર હતી. તેઓ એ મોટે ભાગે બધું જ પોતાના નામ કરી દીધું હતું.. ગીતા બહેન અમને સ્વીકારી લેતો તેમણે મિલ્કતમાં અમને ભાગ આપવો પડશે એ ખ્યાલે અમને એક બીજાથી દૂર રાખવાના પ્રયાસો કરતા હતા.
આ માટે તેમણે બહુ જ મોટો સ્ટંટ કર્યો હતો.
એક દિવસ સાંજના ચાર વાગે અમારે ઘરે આવીને ગીતા બહેનને આદેશ આપ્યો હતો.
" ચાલ! તૈયાર થઈ જા. આપણે હોસ્પિટલ માં જવાનું છે. "
પેશન્ટ જોડે ગીતા બહેનને કોઈ લેવા દેવા નહોતી. છતાં તેમણે સ્ટંટ કર્યો હતો.. " મારી સાથે ચાલ! મને એકલા જતાં કંટાળો આવે છે. "
તે સાંભળીને મેં કહ્યું હતું.. " મને પણ હોસ્પિટલ લઈ જાઓ. "
મારી વાત સાંભળી માસીએ કહ્યું હતું.
" છોકરાઓ હોસ્પિટલમાં ના આવી શકે.. "
" આવું બહાનું કાઢી માસી ગીતા બહેનને લઇ મને રડતો છોડી જતાં રહ્યા હતા.. "
મને રડતો નિહાળી પડોશની અનન્યા મારી પાસે દોડી આવી હતી!
તેણે મારી પાસેથી પિતાજીનો ફોન નંબર લીધો હતો. અને તેમને ફોન કર્યો હતો.
" તમે તરત જ ઘરે આવી જાઓ.. સંભવ ઘરમાં એકલો છે અને રડી રહ્યો છે.. "
સાંભળી પિતાજી તરત જ ઘરે દોડી આવ્યા હતા. અને મને માસી ને ઘરે લઈ ગયા હતા. તેઓ કઈ હોસ્પિટલ માં ગયા હતા? તેની જાણકારી માટે અમે તેમના ઘરે ગયા હતા.. પણ ત્યાંથી કોઈ ખબર મળ્યા નહોતા.. અને અમે બાપ દીકરો વીલે મોઢે ઘરે પાછા ફર્યા હતા.
સાંજના સાડા સાત વાગે ગીતા બહેન ઘરે પાછા આવ્યા હતા. તેમને જોઈ પિતાજી એ તેમને આકરા શબ્દોમાં ટોક્યા હતા. તેઓ કોઈની નાની અમથી વાત સાંખી શકતા નહોતા.. તેઓ નાના બાળક ની જેમ રડવા લાગ્યા હતા.
ઘરનું વાતાવરણ થોડું દર્દ નાક બની ગયું હતું. આ સ્થિતિમાં પિતાજીએ કહ્યું હતું.
" ચાલો! આજે આપણે બહાર ડિનર કરીશું.. અને કોઈ સારી ફિલ્મ નિહાળીશું. "
અમે પહેલા હોટલમાં ગયા હતા.
વિધવિધ વાનગીથી છલકાતી થાળી નો ઓર્ડર આપ્યો હતો. જેમાં કેરીના રસથી માંડીને એક થી એક શ્રેષ્ઠ વાનગીઓ શામેલ હતી.
અમે પેટ ભરીને ખાધું હતું. પિતાજીને એસીડીટી ની સમસ્યા હતી. તેમણે પોતાના ભાગનો રસ મને આપી દીધો હતો.
પછી અમે ' ઝનક ઝનક પાયલ ફિલ્મ જોવા ગયા હતા. ત્યારે ફિલ્મ એ શી બલા છે? તેની મને કોઈ જાણ નહોતી.. ઘડી ઘડીએ દ્રશ્ય બદલાતું હતું.. તે મને અચરજ જગાડતું હતું. મારા પિતાજી એ મને ફિલ્મ વિશે જાણકારી આપી હતી. અને મને ફિલ્મ જોવામાં રસ પડવા માંડ્યો હતો.
તે રાતે માતા પિતાની વાત સાંભળી એક ભયાનક સત્ય બહાર આવ્યું હતું..
માસાએ મોકો જોઈ ગીતા બહેનનું યોન શોષણ કર્યું હતું. ત્યારથી મને માસા પ્રત્યે ઘૃણા જાગી હતી. હું તેમની સામે પણ જોતો નહોતો.
છતાં પતિ પત્ની કદમ કદમ પર મને નકામો સાબિત કરવાનાં પ્રયાસમાં વ્યસ્ત રહેતા હતા. હું ભણી રહ્યો હતો તે બદલ પણ તેમને પેટમાં બળતરા થતી હતી.હું ભણીશ તો તેમના કરતૂતોની મને જાણ થશે. હું તેમની સામે ઊભો થઇ જઈશ એ વાતનો ફફડાટ તેમના હૈયે ઘર કરી ગયો હતો.
પણ હું તેમની પરવા કર્યા વિના મારી મંઝિલ ભણી આગે કૂચ કરી રહ્યો હતો. તેની સાથે મારી ભીતર એક લેખક છુપાયેલો હતો. તેમને એ વાતનો ભય સતાવતો હતો.
મારી કલમમાં જોરદાર તાકાત હતી. હું સાચી વાત લખવામાં કદી પાછી પાની કરતો નહોતો. મેં એક વાર્તાના માધ્યમ દ્વારા માસા એ મારી મા પર કરેલા અત્યાચાર ની વાત નખશીખ રજૂ કરી હતી. તે વાંચી કેવળ માસા માસી જ નહીં પણ તેમના સંતાનો પણ થથરી ગયા હતા.
માસા એ તેમના નાના ભાઈ ને વિતાડવામાં કોઈ મણા રાખી નહોતી. તેમણે નાના ભાઈની વહુ સાથે પણ કાળું મોઢું કર્યું હતું.. તેમના ઘરમાં એક નોકરાણી કામ કરતી હતી. તેને માસાના કાળા કરતુતો ની જાણ હતી.. તેણે જ મને બધી વાત કરી હતી. માસાએ નોકરાણીને પણ છોડી નહોતી.
પોતાની સાસુના પૈસા પોતાના હસ્તક લઈ તેમણે જુહુમાં બંગલો ખરીદયો હતો એટલું જ નહીં નાના ભાઈનું થિયેટર પણ પોતાને નામ કરી નાખ્યું હતું.
માસાના કાળા કામોની યાદી ઘણી જ લાંબી હતી. એવું કાંઈ જ બાકી નહોતું જે તેમણે ના કર્યું હોય.
પાછલા દિવસો મા તેમની હાલત બદથી બદતર હતી પણ તેમની આંખો ખુલી નહોતી.. તેમની જુવાન છોકરી લગ્ન બાદ બીજે જ વર્ષે ગુજરી ગઈ હતી. તેમના દીકરાઓની હાલત પણ કહેવા જેવી નહોતી. કોઈ પાર્ટીને તેમણે ધંધા મા ફસાવી લૂંટી લીઘી હતી .. અને પાર્ટી એ ઇન્કમ ટેક્સ - સેલ્સ ટેક્સ ખાતાને જાણ કરી તેમને ધૂળ ચાટતા કરી દીધા હતા.
કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હું પાર્ટીના પક્ષે કેસ લડ્યો હતો અને તે નબીરાઓને આકરીમાં આકરી સજા અપાવી છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું.
માસાનું બુરી હાલતમા મૃત્યુ થયું હતું.. તે વખતે માસીની આંખો ખુલી હતી પણ ત્યારે ઘણું પાણી વહી ગયું હતું.
તેમની પાછલી જિંદગી અત્યંત કષ્ટદાયક હતી. તેમણે કરેલા પાપોની આકરી સજા તેમને ભોગવવી હતી.
0000000000 (ક્રમશ :)