નમસ્કાર મિત્રો,પ્રેમ કે પ્રતિશોધ નવલકથા પૂર્ણ કર્યા બાદ થોડા વધુ સમયના અંતરાલે પુનઃ આપ સમક્ષ નવલકથા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું.આશા છે કે મારી પ્રથમ નવલકથાને આપ સૌનો ભરપૂર સહકાર મળ્યો તેમ જ આ નવલકથાને પણ સૌ નો સહકાર મળશે...તો ચાલો શરૂ કરીએ એક સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર સફર.નોંધ- આ નવલકથાના દરેક પાત્ર કાલ્પનિક છે. જેઓ કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે સંબંધિત નથી. “અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન” “અપરાધ-1"અમદાવાદ-વડોદરા હાઈ-વે પર એક બ્લેક રંગની સ્કોર્પિઓ કાર પુરપાટ ઝપડે
Full Novel
અપરાધ - 1 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
નમસ્કાર મિત્રો,પ્રેમ કે પ્રતિશોધ નવલકથા પૂર્ણ કર્યા બાદ થોડા વધુ સમયના અંતરાલે પુનઃ આપ સમક્ષ નવલકથા પ્રસ્તુત કરવા જઈ છું.આશા છે કે મારી પ્રથમ નવલકથાને આપ સૌનો ભરપૂર સહકાર મળ્યો તેમ જ આ નવલકથાને પણ સૌ નો સહકાર મળશે...તો ચાલો શરૂ કરીએ એક સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર સફર.નોંધ- આ નવલકથાના દરેક પાત્ર કાલ્પનિક છે. જેઓ કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે સંબંધિત નથી. “અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન” “અપરાધ-1 અમદાવાદ-વડોદરા હાઈ-વે પર એક બ્લેક રંગની સ્કોર્પિઓ કાર પુરપાટ ઝપડે દોડી રહી છે. રસ્તા પર એક નાનકડી ચાની લારી પાસે કાર ચાલકે અચાનક બ્રેક લગાવી. રોડ પર ટાયર ...Read More
અપરાધ - 2 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
અપરાધ-પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન-2આગળના ભાગમાં જોયું કે સંદીપ કોઈ યુવતી સાથે કંઈક પ્લાન વિષયક વાત કરી અનંતના તરફ ગયો હતો...હવે આગળ....રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવતાં અનંત અર્ધ નિંદ્રા અવસ્થામાં હતો તેથી આંખ ખોલવાની તસ્દી લીધા વગર જ કહ્યું, “સંદીપ, અહીં જ સુઈ જા ભાઈ.."“હા, અને તું હજી જાગે છે. મને તો એમ કે ભાઈ સાહેબ કુંભકર્ણની જેમ નિંદ્રાવશ થઈને પડ્યા હશે."અનંત એ બ્લેન્કેટ ખેંચતાં ખેંચતાં કહ્યું,“હું તો સુઈ જ ગયેલો, આ તો દરવાજાના અવાજથી થોડો ખલેલ થયો."સંદીપે રમુજી ભર્યા અવાજમાં કહ્યું,“કાલે સવારે અંકલને કહેવું છે, રાજકુમાર અનંતની ઊંઘમાં આ દરવાજો ખલેલ પહોંચાડે છે, આ કક્ષનો દરવાજો દૂર ...Read More
અપરાધ. - 3 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
અપરાધ-3“મેમ, એક્ચ્યુલી...એક પ્રોબ્લેમ છે.”સંજનાએ થોડાં શાંત સ્વરે કહ્યું.“હા, શું થયું છે?”“મેમ, અહીં MBA ફર્સ્ટ સેમમાં મને મેરીટ બેઝએડમીશન મળી ત્યારે અહી જ એડમીશન લેવાનું મેં નક્કી કર્યું હતું. પરતું......”“પરતું....શું?”“મેમ, હું એક મિડલ ક્લાસ ફેમેલીથી બીલોંગ કરું છું. મારી ફેમીલીમાં હું, મારો નાનો ભાઈ અને મારાં મધર અમે ત્રણ જ છીએ. અને થોડાં દિવસ પહેલાં જ ભાઈનું એક્સીડેન્ટ થયું.”“ઓહ!”“ભાઈના પગનું ઓપરેશન કરવું પડ્યું. જેના કારણે હવે મારાંથી કોલેજ ફીઝ અફોર્ડ થાય તેમ નથી. માટે મારે મારું એડમીશન કેન્સલ કરાવવું છે.”“ઓહ, જો સંજના પ્રથમ રાઉન્ડમાં આ કોલેજ મળવી બવ મોટી બાબત ગણાય, અહી એડમીશન મેળવવા ઘણા વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરે છે. ...Read More
અપરાધ. - 4 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
અપરાધ-4( અનંત અને સંદીપ સંજનાને મદદ કરવાના હેતુથી તેની પાસે જઈ થોડી વાતચીત કરવાનો પ્રયાસ કરે છે. સંજના દ્વારા સારો પ્રતિચાર ના મળવા છતાં અંતે સંદીપ તેને એક એનજીઓનું કાર્ડ આપે છે. જે લઈ સંજના ત્યાંથી નીકળી જાય છે.)હવે આગળ........ “શું યાર તને દર વખતે મોનિકા જ યાદ આવી જાય છે.”સંદીપે હસતાં હસતાં કહ્યું.“કેમ એની પણ તારે તો મદદ જ કરવી હતી ને?”“હા, પણ મને થોડી ખબર હતી કે એ મને ટોપી પહેરાવીને નીકળી જશે.”“તો પણ ભાઈ તો સુધર્યા નહી અને હજી બસ છોકરી જોઈ નથી કે..”“એને છોડને યાર જોઈએ હવે આ સંજના કોન્ટેક્ટ કરશે તો જવાબ આપીશું.”બંને વાતો કરતાં ...Read More
અપરાધ - 5 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
અપરાધ-5 (આગળના ભાગમાં આપણે જોયું કે અનંત અને સંદીપ કોલેજ પૂર્ણ કરી સંદીપના ઘરે જાય છે. જયારે બીજી બાજુ તેની મમ્મીના કહેવાથી મદદ માટે એનજીઓએ પહોચે છે. જ્યાં તેની મુલાકાત એનજીઓના મેનેજર જોડે થાય છે.) હવે આગળ.... “પણ એ કે એનજીઓમાંથી અનાથ બાળકોને હેલ્પ તો મળે જ છે પરતું જો અન્ય કોઈને મદદની જરૂર હોય તો નિયમ મુજબ જ મદદ કરીએ છીએ.” “ચોક્કસ સર, મારા બધા જ ડોક્યુમેન્ટ વગેરે હું સાથે જ લાવી છું.”સંજના એ બેગમાંથી ફાઈલ કાઢતાં કહ્યું. “અને જો બેટા! અમે એક વખત ક્રોસ ચેક પણ કરીએ છીએ કે શું ખરેખર જરૂરિયાત છે કે નહી ! ...Read More
અપરાધ - 6 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
અપરાધ- 6 (આગળના ભાગમાં જોયું કે સંજના એનજીઓમાં મદદ માટે જાય છે. તેમજ બે વર્ષ બાદના દ્રશ્યમાં અનંત પર જ પિતા રાકેશભાઈની હત્યાનો ગંભીર આરોપ લગાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે.)હવે આગળ...બરાબર પોલીસ સ્ટેશન પાસે આવીને જીપ ઉભી રહી. કોન્સ્ટેબલ જાની અને દિવાકરે અનંતને નીચે ઉતાર્યો. તેના હાથમાં હાથકડી પહેરાવેલી હતી. અનંત તો હજી આ એક અત્યંત ખરાબ સ્વપ્ન છે કે પછી હકીકત એ જ નહોતો સમજી શક્યો. પોલીસ સ્ટેશન બહાર મોટી માત્રામાં ભીડ જમા હતી. આખા વડોદરા શહેરમાં આ સનસની ખેઝ સમાચાર પહોંચાડવા માટે તમામ ન્યૂઝ ચેનલના રિપોર્ટર્સ પોતપોતાના કેમેરામેન સાથે હાજર હતા. રાકેશભાઈ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ...Read More
અપરાધ - 7 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
અપરાધ- 7 (આગળના ભાગમાં જોયું કે સંજના એનજીઓમાં મદદ માટે જાય છે. તેમજ બે વર્ષ બાદના દ્રશ્યમાં પર તેના જ પિતા રાકેશભાઈની હત્યાનો ગંભીર આરોપ લગાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે.) હવે આગળ........ “સર, કેસમાં તો એકદમ અરીસા જેમ ચોખ્ખું દેખાય છે. સારું થયું આપણે કોઈ વિશેષ મહેનત ન કરવી પડી.” નાયકે ગાયકવાડના ટેબલ પર ચાનો કપ મૂકતા કહ્યું. “હા, કેસ તો એકદમ અરીસા જેમ સાફ છે. પરતું થોડી બાબતો વિચારવા જેવી ખરી!” ગાયકવાડે ચાનો કપ ઉપાડી મનોમંથન કરતાં કહ્યું. “આમ તો બધું ક્લીઅર જ છે. તો પછી શું વિચારવું સર?” “એજ તો ...Read More
અપરાધ. - 8 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
અપરાધ-8(કદાચ કોઈ વાંચકમિત્રને વચ્ચે પ્રશ્ન થતો હોય તો નિરાકરણ માટે જણાવું છું કે આ નવલકથા બે ટાઇમલાઈનમાં એક સાથે રહી છે આગળ જતા બંને મિક્ષ થઈ જશે તેની ખાસ નોંધ લેવી. આગળના ભાગને વાંચકમિત્રોએ જે સહકાર આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર)(આગળ જોયું કે ગાયકવાડ અને નાયક અનંતની પુછપરછ કરી રહ્યા હતા. ત્યારે આગળ જણાવ્યું તેમ બીજા દ્રશ્યમાં સંજનાને એડમીશન મળી જતા. કોલેજ જોઈન કરે છે. ત્યાં સંદીપ અને અંનત સાથે થોડી વાતચીત કરે છે. અને તેમના મિત્રોનો પરિચય મેળવે છે.)હવે આગળ......અનંત, સંદીપ, સંજના વગેરે લોકોનું હવે એક ગ્રૂપ બની ગયું હતું. જે રોજ બ્રેકના સમયે કેન્ટીનમાં જ બેસતાં. ...Read More
અપરાધ. - 9 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
અપરાધ-9(આગળના ભાગમાં જોયું કે સંજનાએ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા એક નોકરીની તપાસમાં અનંત પાસે મદદ માંગી હતી જ્યારે બીજી અનંત ઇન્સ્પેક્ટરને બનેલી ઘટના વિશે જાણકારી આપતો હતો.)હવે આગળ...કોલેજમાં લેક્ચર પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ બધા મિત્રો બ્રેકમાં કોલેજની કેન્ટીનમાં બેઠા હતા. સંજના થોડી વધારે જ શાંત હતી. એક બાજુ સ્ટડીની ચિંતા બીજી બાજુ પરિવારની જવાબદારી પણ તેના પર જ હતી. “યાર કઈ ઓર્ડર કરશો કે આમ જ બ્રેક પુરી કરવાની છે." સંદીપે બધાના ચહેરા સામે જોઈને કહ્યું.“હા અને જાણે તને ખબર જ નથી કે શું ઓર્ડર કરવાનું છે."નિખિલે પ્રત્યુતર આપતાં કહ્યું.શીતલે કહ્યું,“અમે ચારેય કોફી જ..." ત્યાં તેને વચ્ચે અટકાવી સંદીપે ...Read More
અપરાધ. - 10 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન
અપરાધ-10[સંજના કોલેજથી પૂજા સાથે જોબ વિશે વિગતે જાણવા એનજીઓ તરફ પ્રયાણ કરે છે. અનંત જે વાત જણાવે છે તે એકદમ બનાવી કાઢેલી છે. એવું ગાયકવાડ કહે છે.]હવે આગળ....એનજીઓ પહોંચી થોડીવારમાં મેનેજર સાહેબને મળવાની પરવાનગી મેળવી ઓફીસ અંદર દાખલ થઈ. મેનેજર સાહેબ સંજનાને પહેલાથી જ ઓળખતાં હતા. એટલે સંજના સામે જોઇને કહ્યું, “અરે! દીકરા આજે અચાનક આ બાજુ કોઈ ખાસ કારણ?"“હા અંકલ, હું કેટલા દિવસથી જોબ શોધતી હતી. ગઈકાલે અહીં કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ ખાલી છે તેવું જાણવા મળ્યું."“હમ્મ!" મેનેજર સાહેબે હકારમાં માથું હલાવતાં કહ્યું.“આ જોબ માટે કોઈ ટેસ્ટ કે ઇન્ટરવ્યુ વગેરે જે પણ પ્રોસેસ હોય તે જાણવા માટે અમે ડાયરેક્ટ ...Read More
પ્રકરણ ૧૩: વિશ્વાસનો પાયો અને શંકાની તિરાડ
સવારનો નવશેરો તડકો સાબરમતી રિવરફ્રન્ટના પાણી પર પથરાયેલો હતો, પણ ઇન્સ્પેક્ટર ગાયકવાડના મગજમાં વિચારોનું વંટોળ ચાલી રહ્યું હતું. તેમના પર રાકેશ શર્મા અને તેમની જૂની કંપનીઓના વિગતવાર દસ્તાવેજો પડ્યા હતા. ગઈકાલે મળેલી માહિતીએ આખી તપાસનો માર્ગ બદલી નાખ્યો હતો."નાયક," ગાયકવાડે ટેબલ પર રહેલી ફાઇલ તરફ ઈશારો કરતા કહ્યું. "જે કેસને આપણે સાદો મિલકતનો ઝઘડો કે આવેશમાં થયેલી હત્યા માનતા હતા, એ તો દસ વર્ષ જૂના બદલાની આખી યોજના નીકળી! રમણલાલ જોશીનું દેવું અને આત્મહત્યા... અને સંજય વ્યાસનું ફેક્ટરીમાં અકસ્માતે મોત. આ બંને ઘટનાઓ પાછળ રાકેશ શર્માનું નામ જોડાયેલું છે."નાયકે ચાનો કપ ગાયકવાડ સામે મૂકતાં પૂછ્યું, "પણ સર, શું અનંતને ...Read More
પ્રકરણ ૧૪ -સામસામે સત્ય અને તૂટતો આભાસ
પોલીસ સ્ટેશનનો એ જ વાતાનુકૂલિત ઇન્ટ્રોગેશન રૂમ આજે વધુ ગૂંચવાયેલો અને તંગ લાગતો હતો. રૂમની વચ્ચે રાખેલા ટેબલની એક અનંત બેઠો હતો, જેના ચહેરા પર સન્નાટો અને આંખોમાં ઊંડું દર્દ છવાયેલું હતું. દરવાજો ખૂલ્યો અને સંજના અંદર આવી. તેની સાથે ઇન્સ્પેક્ટર ગાયકવાડ અને નાયક પણ હતા.સંજનાના પગ જમીન પર જાણે ઉપડતા નહોતા. અનંતને આવી હાલતમાં જોઈને તેનું હૃદય ધ્રૂજી ઊઠ્યું. અસ્તવ્યસ્ત વાળ, સુકાઈ ગયેલા હોઠ અને આંખો નીચે ઘેરા કાળા કુંડાળા... અનંત સાવ ભાંગી પડ્યો હતો."બેસો, સંજના," ગાયકવાડે ખુરશી તરફ ઈશારો કર્યો.સંજના ધીમેથી ખુરશી પર બેઠી. તેણે અનંત સાથે નજર મિલાવવાનો પ્રયત્ન કર્યો, પણ અનંતની તીક્ષ્ણ અને વેધક નજરો ...Read More
પ્રકરણ ૧૫- અંધારામાં છવાયેલી જાળ અને પસ્તાવો
ઇન્સ્પેક્ટર ગાયકવાડ પોતાની કેબિનમાં એકલા બેઠા હતા. સાંજનો અંધકાર ધીમે ધીમે પોલીસ સ્ટેશનના કાચના બારી-બારણાં પર પથરાઈ રહ્યો હતો. પર સંદીપની ફાઈલ ખુલ્લી હતી, જેમાં તેના તમામ જૂના સરનામા, કોન્ટેક્ટ નંબર અને બેંક ડિટેલ્સ લખેલી હતી. પરંતુ, સંદીપનો ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો.દરવાજો ખખડાવીને નાયક અંદર આવ્યો. "સર, સંદીપના ઘરે ટીમ મોકલી હતી. એનું ઘર બંધ છે. આસપાસના પડોશીઓનું કહેવું છે કે તે ગઈકાલે રાત્રે જ સામાન લઈને ક્યાંક નીકળી ગયો છે."ગાયકવાડે કડક નજરે નાયક સામે જોયું. "એટલે કે સંદીપને ખબર પડી ગઈ છે કે સંજનાએ પોલીસ સામે મોં ખોલી દીધું છે. એણે શહેર છોડવાની તૈયારી કરી લીધી ...Read More
પ્રકરણ ૧૬- વડોદરાનો વળાંક અને ઘેરાતું સસ્પન્સ
વડોદરા શહેરની બહાર આવેલો જૂનો ઔદ્યોગિક વિસ્તાર શાંત અને બિનવારસી લાગતો હતો. બંધ પડેલી મિલોની ઊંચી ચીમનીઓ અને તૂટેલી વચ્ચે એક કાળા રંગની સેડાન કાર ધૂળથી ઘેરાયેલી પડી હતી.ઇન્સ્પેક્ટર કરન ગાયકવાડની બે ગાડીઓ ધૂળ ઉડાડતી ત્યાં આવીને રોકાઈ. ગાયકવાડ, નાયક અને ચાર પોલીસ કોન્સ્ટેબલ હાથમાં સર્વિસ રિવોલ્વર સાથે સાવધાનીપૂર્વક બહાર નીકળ્યા."નાયક, આજુબાજુનો વિસ્તાર ઘેરી લો," ગાયકવાડે ધીમા અવાજે આદેશ આપ્યો. "સંદીપ હોંશિયાર છે. જો એને સહેજ પણ શંકા જશે, તો એ ભાગવાની કોશિશ કરશે."ગાયકવાડ ધીમે ધીમે કાર તરફ આગળ વધ્યા. કારનો દરવાજો ખોલતા જ અંદરથી સડેલા કેમિકલ અને અતરની તીવ્ર ગંધ આવી. કારની પાછળની સીટ પર એક નાનું લેધરનું ...Read More
પ્રકરણ ૧૭: ગુલાબી રાત અને દ્વિધાની સવાર
રાકેશ શર્માના ભવ્ય બંગલાના પહેલા માળે આવેલો વિશાળ બેડરૂમ આજે એક અલગ જ દુનિયા જેવો લાગતો હતો. લગ્નને હજુ અઠવાડિયું થયું હતું. ઓરડામાં તાજાં ગુલાબ અને મોગરાની ભીની-મીઠી સુગંધ હવામાં ઘોળાયેલી હતી. આછો પીળો, મધ્યમ પ્રકાશ રૂમના ખૂણે-ખૂણે એક સુંવાળી હૂંફ પથરાવી રહ્યો હતો. બહાર હળવો પવન પાંદડાંને સ્પર્શીને પસાર થતો હતો, પણ ઓરડાની અંદર એક અનોખો સન્નાટો અને ધડકનોનો ગુંજારવ હતો.સંજના બારી પાસે ઊભી હતી. તેણે ઘેરા મરૂન રંગની સિલ્કની સાડી પહેરી હતી, જેની જરીકામની બોર્ડર ઝાંખા પ્રકાશમાં ઝળહળી રહી હતી. તેની નજરો બહાર અંધારામાં ખોવાયેલી હતી, પણ તેનું મન વિચારોના વંટોળમાં અટવાયેલું હતું. તેના કાનમાં હજુ પણ ...Read More
પ્રકરણ ૧૮: સંશયની સવાર અને નવી જાળ
પોલીસ સ્ટેશનની કેબિનમાં સવારના આઠ વાગ્યાનો સમય હતો. ટેબલ પર ચાના કપમાંથી વરાળ નીકળી રહી હતી, પણ ઇન્સ્પેક્ટર કરન ચહેરા પર શાંતિ નહોતી. તેમના હાથમાં અંકલેશ્વરની ફાર્માસ્યુટિકલ કંપનીઓની નવી લિસ્ટ હતી.નાયકે અંદર આવીને સલૂટ કરી. "સર, અંકલેશ્વર જીઆઈડીસીની જે લેબમાંથી એ દુર્લભ કેમિકલ ખરીદવામાં આવ્યું હતું, ત્યાંના રજિસ્ટરમાં ખરીદનારનું નામ 'સંદીપ વ્યાસ' જ નીકળ્યું છે! એણે રોકડ ચુકવણી કરીને બોટલ લીધી હતી."ગાયકવાડે ટેબલ પર પેન પછડાટ સાથે મૂકી. "એટલે કે કેમિકલ ખરીદવાનો પુરાવો પાકો થઈ ગયો. પણ સંદીપ હજુ સુધી આપણા હાથમાં નથી આવ્યો. એ બહુ ચાલાક છે, નાયક. એણે શહેર છોડી દીધું છે, પણ એનો અંતિમ મકસદ રાકેશ ...Read More
પ્રકરણ ૧૯: પેનડ્રાઇવનું રહસ્ય અને નવો વળાંક
ઇન્સ્પેક્ટર કરન ગાયકવાડની કેબિનમાં એકદમ સન્નાટો છવાયેલો હતો. ટેબલ પર રાકેશ શર્માના સ્ટડી રૂમના ચોરખાનામાંથી મળેલી એ કાળા રંગની પડી હતી. નાયકે કમ્પ્યુટર ચાલુ કરીને પેનડ્રાઇવ પ્લગ-ઇન કરી. સ્ક્રીન પર ત્રણ ઓડિયો ફાઇલ્સ અને એક વિડીયો ફોલ્ડર દેખાયા.ગાયકવાડે ચશ્મા પહેરતાં કહ્યું, "નાયક, પહેલી ઓડિયો ફાઇલ પ્લે કર."ઓડિયો ફાઇલમાં રાકેશ શર્માનો ગંભીર અવાજ ગૂંજવા લાગ્યો:"જો આ રેકોર્ડિંગ કોઈ સાંભળી રહ્યું છે, તો એનો અર્થ એ કે મારી આશંકા સાચી પડી છે. સંદીપ વ્યાસ... મારા ભૂતકાળનો એક એવો પડછાયો છે જે મારા વર્તમાનને ગળી જવા માંગે છે. મેં ભૂતકાળમાં બિઝનેસમાં ઘણી ભૂલો કરી હતી. રમણલાલ જોશી અને સંજય વ્યાસ સાથે જે ...Read More
પ્રકરણ ૨૦: કોર્ટ હાઉસ પર સંગ્રામ
સવારનો સૂરજ ઊગ્યો પણ વાદળોની ઘેરાશને કારણે વાતાવરણમાં એક વિચિત્ર ગંભીરતા હતી. આજે અનંતની કોર્ટમાં પેશીનો દિવસ હતો. અમદાવાદ જેલની બહાર પોલીસનું મોટું કાનવોય તૈયાર હતું. ઇન્સ્પેક્ટર કરન ગાયકવાડે પોતે સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. કાળા રંગની પેનડ્રાઇવ અને સંજનાના ઓરિજિનલ સ્ટેટમેન્ટવાળી કીમતી ફાઇલ ગાયકવાડના પોતાના હાથમાં હતી.અનંતને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યો. કાનવોય કોર્ટ તરફ રવાના થયો.કોર્ટ હાઉસથી બે કિલોમીટર દૂર એક સાંકડા રોડ પર, એક ટ્રક અને બે કાળા રંગની એસયુવી રસ્તાની એક બાજુ ઊભી હતી. સંદીપે ભાડે રાખેલા શાર્પશૂટર્સ અને ગુંડાઓ શસ્ત્રો સાથે સજ્જ થઈને વાનની રાહ જોઈ રહ્યા હતા.સંદીપના આદેશ મુજબ, અનંતને લઈ જતી વાનને રસ્તામાં જ ...Read More
પ્રકરણ ૨૧: અંતિમ સંગ્રામ અને નવી શરૂઆત ,
અમદાવાદ હવાઈ મથકના પ્રાઈવેટ હેંગર તરફ જતો રસ્તો સુમસામ હતો. સંદીપ વ્યાસ તેના બોડીગાર્ડ્સ સાથે કાળા રંગની ગાડીમાં સ્પીડમાં તરફ ભાગી રહ્યો હતો. તેના ચહેરા પર હાર અને ભયની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. હેલિકોપ્ટરની પાંખોનો અવાજ નજીક આવી રહ્યો હતો."ઝડપથી ચલાવ! જો આપણે દસ મિનિટમાં ટેક-ઓફ નહીં કરીએ તો રમત પૂરી થઈ જશે!" સંદીપે ડ્રાઈવર પર ચીસ પાડી.જેવું સંદીપનું વાહન હેંગરની ખુલ્લી જગ્યામાં પહોંચ્યું, પાછળથી સાયરનની મોટી ચીસો સાથે પોલીસની ગાડીઓ આવી પહોંચી. ઇન્સ્પેક્ટર કરન ગાયકવાડ અને તેમની ટીમે સંદીપની ગાડીને ઘેરી લીધી. તેમની સાથે જ બીજી ગાડીમાંથી અનંત પણ બહાર આવ્યો.સંદીપ ગાડીમાંથી બહાર નીકળ્યો. એના હાથમાં એક રિવોલ્વર ...Read More
પ્રકરણ 11: અરીસા સામેનું સત્ય અને ભૂતકાળના પડઘા
પોલીસ સ્ટેશનના અંધારા અને ભેજવાળા લોકઅપમાં સમય જાણે થંભી ગયો હતો. બહારથી આવતો વાહનોનો ઘોંઘાટ અને ન્યૂઝ રિપોર્ટર્સની બૂમો ધીમે ઓછી થઈ રહી હતી, પરંતુ અનંતના મગજમાં ચાલી રહેલું ચક્રવ્યૂહ વધુ ને વધુ તીવ્ર બની રહ્યું હતું. તેના હાથમાં પહેરાવેલી લોખંડની કડીઓનો સ્પર્શ તેને સતત એ વાતનો અહેસાસ કરાવતો હતો કે આ કોઈ સપનું નથી, પરંતુ એક ભયાનક હકીકત છે.લેપટોપની સ્ક્રીન પર વીડિયો હજી પણ પ્લે થઈ રહ્યો હતો.ઇન્સ્પેક્ટર ગાયકવાડે અનંતના ચહેરા પર ફરી વળેલા સન્નતાને ખૂબ જ બારીકાઈથી નોંધ્યો. નાયકે લેપટોપ અનંતના ચહેરાની વધુ નજીક કર્યું. ફૂટેજ વડોદરા વાળા ફાર્મહાઉસના મેઈન ગેટ અને અંદર પ્રવેશવાના મુખ્ય દરવાજાની હતી. ...Read More
પ્રકરણ ૧૨- મૌન અને કાવતરાંની જાળ
પોલીસ સ્ટેશનના વિઝિટર રૂમમાં વાતાવરણ ભારેખમ અને સન્નાટાથી ભરેલું હતું. એક તરફ બેઠેલા સંજના અને સંદીપના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી, જ્યારે બીજી બાજુ ઇન્સ્પેક્ટર કરન ગાયકવાડ પોતાની ચતુર નજરોથી બંનેનું બારીકાઈથી અવલોકન કરી રહ્યા હતા. નાયકે બંને સામે પાણીના ગ્લાસ મૂક્યા.સંદીપે પાણીનો ગ્લાસ અડ્યા વગર જ ગાયકવાડ સામે જોઈને કહ્યું, "સર, અનંત કેવો છે? એના પર આટલો મોટો ખોટો આરોપ મુકાયો છે, તમે પ્લીઝ એને એકવાર મળવા દો. અમે જાણીએ છીએ કે એણે કશું જ નથી કર્યું."ગાયકવાડે ખુરશીનો ટેકો લઈને શાંતિથી કહ્યું, "મિ. સંદીપ, લાગણીઓ અને મિત્રતા તમારી જગ્યાએ બરાબર છે, પણ પોલીસ પુરાવાઓ પર ચાલે છે. અને ...Read More