11 ટાસ્ક્સ

(51)
  • 106
  • 0
  • 33k

ત્રીસ વરસની ઉંમર કેટલા વરસો પહેલા પસાર થઈ ગઈ એ યાદ કરવાનો પણ જેને ત્રાસ વરતાય એવા કોઈ કુંવારા યુવાનને આપ કદી મળ્યા છો? એની તકલીફ સમજવાનો પ્રયત્ન કર્યો છે? આ નવલકથામાં આપનો ભેટો એવા જ એક યુવાન સાથે થવાનો છે. અહીં વાર્તાના નાયક આશુતોષની લગ્ન કરવાની ઇચ્છા નથી એવું નથી, એ તો પરણવા તલપાપડ છે પણ, જેને જોતા જ લગ્ન કરવાની ઇચ્છા જાગી જાય એવી કોઈ લાયક કન્યા એને બિચારાને મળી નથી રહી...

1

11 ટાસ્ક્સ - Chapter 1

ત્રીસ વરસની ઉંમર કેટલા વરસો પહેલા પસાર થઈ ગઈ એ યાદ કરવાનો પણ જેને ત્રાસ વરતાય એવા કોઈ કુંવારા આપ કદી મળ્યા છો? એની તકલીફ સમજવાનો પ્રયત્ન કર્યો છે? આ નવલકથામાં આપનો ભેટો એવા જ એક યુવાન સાથે થવાનો છે. અહીં વાર્તાના નાયક આશુતોષની લગ્ન કરવાની ઇચ્છા નથી એવું નથી, એ તો પરણવા તલપાપડ છે પણ, જેને જોતા જ લગ્ન કરવાની ઇચ્છા જાગી જાય એવી કોઈ લાયક કન્યા એને બિચારાને મળી નથી રહી... સફળ કારકિર્દી ધરાવતા, લગ્ન-ઇચ્છુક અને મુંબઈ જેવા શહેરમાં એકલા રહેતા આશુતોષને રાત્રે દોઢ વાગ્યે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે. આશુતોષ ...Read More

2

11 ટાસ્ક્સ - Chapter 2

“હેય આશુતોષ...ગુડ મોર્નિંગ!ખરો છે તું પણ, કંઈક જવાબ તો આપ. રાતના એટલું તો કેટલું કામ કરે છે કે પલંગ પણ લાંબો નથી થઈ શકતો?ચાલ, હવે ઊભો થઈને ફ્રેશ થઈ જા.”સવારે એલાર્મના અવાજે આંખ ખુલતા જ એણે માથું ઊંચું કરી અલાર્મ બંધ કર્યું. ફરી આંખો બંધ થઈ. એ થોડો સીધો થયો ને પાછળની બાજુ નમ્યો. ખુરશી પર પીંઠ અઢેલી એ પાછો ઢળી પડ્યો. લગભગ દસેક મિનિટ એમ જ પડ્યા રહ્યા બાદ એ ઊભો થયો. મોબાઈલ હાથમાં લઈ બેટરી તપાસી. હજી પચીસ ટકા બાકી બચી હતી. એણે ફોનનું નેટ ઓન કર્યું. એક સામટા ઘણા બધા મેસેજિસનું નોટિફિકેશન આવ્યું. એણે બાકીના બધા ...Read More

3

11 ટાસ્ક્સ - Chapter 3

“હેય આશુતોષ...ગઈ કાલ રાતના આટલું મોડું કેમ થયું હતું? તે કપડાં પણ બદલ્યા નહોતા ને એમ જ સૂઈ ગયો તારે આટલું બધું કામ કરવાની જરૂર શી પડે?પોતાનું થોડુંક ધ્યાન રાખ યાર!”સવારે સાત વાગ્યે એ જાગ્યો હતો. બે વાર ઊંઘમાં જ એણે એલાર્મ બંધ કર્યું હતું ને પાછો સૂઈ ગયો હતો પણ હવે એમ કરવું પોસાય તેમ નહોતું. ઝડપથી ઊભો થઈ એ બાથરૂમમાં ઘૂસ્યો. પંદરેક મિનિટમાં બધી જરૂરી ક્રિયા પતાવી, નહાઈને ટુવાલ લપેટી બહાર આવ્યો. ચા પીવાના ઇરાદે કિચનમાં ગયો ત્યાં યાદ આવ્યું કે ઇન્સ્ટન્ટ ચાની છેલ્લી પડીકી ત્રણેક દિવસ પહેલા જ વપરાઈ ગઇ હતી. રસોડામાં થોડા એંઠા વાસણો હજી ...Read More

4

11 ટાસ્ક્સ - Chapter 4

“હેય આશુતોષ...ખરેખર તું મારી મદદ કરવા ઈચ્છે છે?જો એવું જ હોય તો સૌથી પહેલા તું મારા કેટલાક સવાલોનો જવાબ એકદમ સાચો જવાબ હોં, કોઈ જાતની ચાલાકી નહીં.”સવારે આશુતોષના ફોન પર નોટિફિકેશન આવ્યું હતું. અવાજ સાંભળતા જ એની આંખ ખુલી ગઈ. એણે તરત ફોન હાથમાં લીધો. મેસેજ વાંચ્યો. એના દિલમાં એક અજીબ સી હલચલ થઈ રહી હતી. શું પૂછવું હશે એણે પોતાને? એણે ટાઈપ કર્યું,“ગુડ મોર્નિંગ!તારે જે પણ પૂછવું હોય એ બિન્દાસ્ત પૂછ. હું બધું સાચું જ કહીશ. તારી પાસે ખોટું બોલી શકું એટલી હિંમત તો મારામાં આજે પણ નથી આવી.”એણે ફોન મૂક્યો ને થોડીવાર રાહ જોઈ. સામેથી કોઈ મેસેજ ...Read More

5

11 ટાસ્ક્સ - Chapter 5

“હેય આશુતોષ...તારું આજનું કામ: આજે તારે કોઈક સાથે બબાલ કરી એને એક ધોલ મારવાની છે.તું જો આ કામ કરી તો હું તને એક મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ.”આજે રવિવાર હતો એટલે આશુતોષ મોડે સુધી સુવાના મૂડમાં હતો. લાવણ્યાના મેસેજનું નોટિફિકેશન સંભળાતા જ એણે ઉંઘરેટી આંખે ફોન હાથમાં લીધો હતો અને મેસેજ વાંચતા જ એ હસી પડ્યો હતો.એણે સામો જવાબ આપતા લખ્યું,“અરે પણ આ કેવું કામ છે? હું એવું શા માટે કરું અને હું કોને જઈને મારું?”તરત જ સામેથી જવાબ આવ્યો,“એકદમ મજાનું ને મસ્ત કામ છે. આવું શા માટે કરવું જોઈએ એ તો કામ કર્યા બાદ જ તને સમજાશે. છેલ્લા થોડાક ...Read More

6

11 ટાસ્ક્સ - Chapter 6

“હેય આશુતોષ...મેં ગઈ કાલે તને જે કામ સોંપેલું એ પૂરું કર્યું કે નહીં?તને એમાં મજા આવી?”આશુતોષ સવારે ઉઠ્યો ત્યાનો મેસેજ આવવાની જ રાહ જોઈ રહ્યો હતો. એણે તરત જવાબ આપ્યો,“હા, કામ થઈ ગયું.મને મજા પણ આવી!મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આવું પણ કરી શકું. કોઈક સામે ઊંચા અવાજે બોલવું કે મારી વાત માનવવા આટલા બધા પ્રયત્નો કરવાનું મને કદી આવડ્યું જ નહોતું. થૅન્ક યુ લાવણ્યા, તારા લીધે હું એક દિવસમાં ઘણું બધું નવું શીખ્યો”.“ઠીક છે, ઠીક છે, હવે વધારે પડતો ઇમોશનલ ના થા. તે સવારે દુકાનદાર સાથે ને પછી તારી ઓફિસના છોકરા સાથે મગજમારી કરી એ મને ખબર ...Read More

7

11 ટાસ્ક્સ - Chapter 7

“હેય આશુતોષ...તારું આજનું કામ: ઓછામાં ઓછા દસ માણસોને તું ગાળ બોલીશ!જૂના મિત્રો, ઓફિસમાં કામ કરનાર, તારી બિલ્ડિંગના માણસો, કોઈ જાણીતી કે અજાણી વ્યક્તિને હળવીથી લઈને ભારેમાં ભારે ગાળ તારે બોલવાની છે.”આજ સવારે આશુતોષ થોડો મોડો ઉઠ્યો હતો. ગઈ રાત્રે એનું મન એટલું ઉત્તેજિત હતું કે મોડે સુધી એને ઊંઘ જ નહોતી આવી. છેક સવારે ત્રણ વાગ્યા બાદ એની આંખો મીંચાઈ હતી. અલાર્મ વાગતા જ એ ઊઠી ગયો હતો ને એ બંધ કરી ફરી પાછો સૂઈ ગયો હતો. આંખ ખુલી ત્યારે ધ્યાન ગયું હતું કે પોતે રોજ કરતા વીસ મિનિટ મોડો હતો.એ ઝડપથી બાથરૂમમાં ઘૂસ્યો હતો. બ્રશ કરી, નહાઈને એ ...Read More

8

11 ટાસ્ક્સ - Chapter 8

“હેય આશુતોષ...આજનું કામ:આજે તારે વરસોથી મનમાં દબાઈને પડેલી તારી એક ઇચ્છા પૂરી કરવાની છે. એક એવી ઇચ્છા જે તું ઇચ્છે છે કે પૂરી થાય પણ કોઈક કારણોસર તું એ માટે ક્યારેય જીદ નથી કરી શક્યો.ગઈ કાલે તારી સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું બાકી રહી ગયું હતું, એ આજે મોકલી રહી છું.”“તુને મારી એન્ટ્રી યાર દિલ મેં બજી ઘંટી યાર, ટિંગ... ટીંગ...ટીંગ..."આશુતોષના ઘરનો ડોરબેલ વાગ્યો હતો. કોઈક બારણે આવી ઊભું હતું. એ હજી તો ટુવાલ ભેર કિચનમાં ફરી રહ્યો હતો ત્યાં આ કોણ આવી ચઢ્યું એમ વિચારી એણે ઝડપથી ટીશર્ટ અને પેન્ટ ચઢાવી એક હાથે વાળ સરખા કરતા દરવાજો ખોલ્યો.દરવાજે પૈડાવાળી મોટી ...Read More

9

11 ટાસ્ક્સ - Chapter 9

એની ઇચ્છા તો ઘણીય હતી કે એકવાર ઘરે ફોન કરે કે રૂબરૂ જઈ મમ્મીને, એના ભાઈને, આખી વાત સમજાવે એ ઇચ્છા ઇચ્છા જ રહી ગઈ હતી. એણે એ પછી ઘરે ફોન નહોતો કર્યો. એની મમ્મીનો બે વાર કૉલ આવેલો ને જેવું એમણે શૈલીનું નામ લીધું કે તરત જ આશુતોષે કૉલ કટ કરી દીધો હતો. એમનો પણ ફરી ફોન નહોતો આવ્યો, કદાચ આવ્યો હોય તો આશુતોષે એ ઉપાડ્યો નહોતો.એક સુંદર ચમકતો દેખાઈ રહેલો સિક્કો બીજી બાજુએથી ઘસાઈ ગયેલો હોય એવું શક્ય છે. આશુતોષ પણ એવો જ એક ચમકતો સિક્કો હતો જેની બીજી ઘસાઈ ગયેલી બાજુ વિશે ભાગ્યે જ કોઈ જાણતું ...Read More

10

11 ટાસ્ક્સ - Chapter 10

“હેય આશુતોષ...હું કોણ છું? હું નિર્ઝર છું.નિર્ઝર એટલે ખળખળ વહેતું પ્રેરણાનું ઝરણુંતને ફસાવવા માટે હું જો કોઈ સ્કેમ કરી હોઉં તો તારી પાસેથી ગિફ્ટ, રૂપિયા ઉઘરાવું, તને સામેથી એ હું આપું નહીં.ઠીક છે ચાલ જવા દે એ બધું અને કહે કે હવે તું કેમ છે? ઓલ ઓકે?”આશુતોષ ભર ઊંઘમાં હતો છતાં મેસેજ આવ્યાનું નોટિફિકેશન સાંભળતા જ એ જાગી ગયો હતો. એણે ઊંધા પડ્યા પડ્યા જ હાથ લંબાવી ફોન લીધો હતો અને એમાં આવેલ મેસેજીસ વાંચ્યા હતા.“ના. હું બિલકુલ ઠીક નથી. હું મરી ગયો છું. ગઈ કાલે રાત્રે કોઈકે અત્યંત ઘાતકી રીતે મારું મર્ડર કરી નાખ્યું છે અને હવેથી તું ...Read More

11

11 ટાસ્ક્સ - Chapter 11

આશુતોષ કોઈ જ હેતુ વગર ફોન હાથમાં લઈ બેઠો હતો. રીલ્સ જોઈ સમય પસાર કરી રહ્યો હતો. એણે વોટ્સેપ કર્યું. સાત આઠ મેસેજિસ વચ્ચે એની નજર એક ખાસ નામ પર અટકી હતી. ચિટર ચુડેલ નામ જોતા જ એણે મેસેજ ખોલ્યો.મારી કહાની!તને થશે કે આ પણ કેવી પાગલ છોકરી છે, કોઈક એના ઇન્ટ્રોમાં એનું નામ, ભણતર, એના કેરિયર વિશે વાત કરે. વધારેમાં, થોડુંક ફેમિલી બેકગ્રાઉન્ડ, એના શોખ, પોતાના ગમાઅણગમા વિશે જણાવે જ્યારે હું..., હું તો અહીં મારો આખો ભૂતકાળ લખવા બેસી ગઈ.ખરું કહું તો મારે આ ક્યારનુંય લખવું હતું. જે જિંદગી હું જીવી છું એને વિશે કોઈક સાથે વાત કરવી ...Read More

12

11 ટાસ્ક્સ - Chapter 12

નિર્ઝર: ખળખળ વહેતું પ્રેરણાનું ઝરણું.હવે તને સમજાઈ ગયું હશે કે હું કેમ આ નામે જ ઓળખાવા ઇચ્છું છું.તારા વિશે બધું કેવી રીતે જાણું છું?વેલ, આ સવાલનો જવાબ તારી સોશ્યલ મીડિયા પર મુકાયેલી હજારો પોસ્ટ્સ છે. તને કદાચ ખ્યાલ નથી પણ તું જ્યારે ઉદાસ હોય ત્યારે સોશ્યલ મીડિયા પર લખે છે. તારા એ નાનકડા લખાણમાં તારા જ વાસ્તવિક જીવનનો એક સૂક્ષ્મઅંશ હોય છે. હું એ સૂક્ષ્મઅંશને વાંચી શકું છું. એના પરથી આગળપાછળની આખી વાર્તા વિચારી શકું છું. તે તારા જીવનની આખી કહાની નાના નાના ટુકડામાં ફેસબુક પર લખી છે અને મેં એ વાંચી છે. એ વાંચતા જ મને થયું હતું ...Read More

13

11 ટાસ્ક્સ - Chapter 13

“હેય...આશુતોષ,ખરેખર જો આપણે મળી શકીએ તો, મને તો ખૂબ મજા આવશે. તારા જેવા નવયુવકને મળવાનું ભલા કોને ના ગમે!એક કર, તું આજનું કામ પૂરું કર ને એના ઇનામ રૂપે હું તને આજે સાંજે સાત વાગ્યે કૉફી પીવડાવીશ. તારી ઓફિસની બાજુમાં જ ‘કાફે કોફી ડે’ આવેલું છે એ તે જોયું હશે. તું ત્યાં આવી જજે.તારું આજનું કામ: આજ સવારથી લઈને રાત સુધીમાં તારે દસ લોકોને ‘આઈ લવ યુ’ કહેવાનું છે!”આશુતોષ ઉઠ્યો ત્યારે એનું માથું ભારે લાગતું હતું. આગલી રાતે એને સરખી ઊંઘ નહોતી આવી અને એનું એક કારણ આ અજાણી મેસેજ મોકનાર સ્ત્રી હતી. હવે એને થઈ રહ્યું હતું કે ...Read More

14

11 ટાસ્ક્સ - Chapter 14

“હેય આશુતોષ...કેમ છે તું?હજી તારે મને કોઈ સવાલ પૂછવા હોય તો પૂછી શકે છે!”આશુતોષની આંખ વહેલી સવારે જ મળી છતાં નોટિફિકેશન આવ્યાનો અવાજ સાંભળતા જ એણે બંધ આંખે હાથ લંબાવી ફોન હાથમાં લીધો હતો. ચિટર ચુડેલ નામ વાંચતા જ એના ચહેરા પર એક પહોળું સ્મિત રેલાઈ ગયું. એણે મેસેજ વાંચ્યો ને તરત સામો જવાબ લખ્યો.“તે ગઈ કાલે સાંજે મને ‘લવ યુ ટુ’ કેમ કહ્યું હતું? મેં તો તમને ‘આઈ લવ યુ’ નહોતું કહ્યું.”સામેથી કોઈ જવાબ ના આવ્યો એટલે એ ઉઠ્યો ને બાથરૂમમાં જઈ હળવો થઈ આવ્યો. એણે ફરી ફોન ઉઠાવી અનલૉક કર્યો ને નોટિફિકેશન પર નજર કરી. કોઈ નવો ...Read More

15

11 ટાસ્ક્સ - Chapter 15

આશુતોષે જેમ તેમ કરીને દિવસ તો કાઢ્યો પણ રાત કાઢવી મુશ્કેલ થઈ ગઈ હતી. એને ના ભૂખ લાગી હતી, ઊંઘ આવતી હતી. ગઈ કાલ રાતનો ઉજાગરો હતો છતાં એની આંખોમાં સહેજે ઊંઘ નહોતી. એને પોતાને પણ નવાઈ લાગી રહી હતી. આજ સુધી કોઈ છોકરી માટે એને આટલી બધી લાગણી નહોતી થઈ. હાલ તે જે પીડા ભોગવી રહ્યો હતો એ ખરેખર અજીબ હતી, એ દર્દ સાથે સુખનું એક અજીબ કોમ્બો હતી.એની હાલત એ થઈ હતી કે અજાણતા જ એ કોઈ ગીતની કડી ધીરેથી ગણગણી ઊઠતો હતો. તો જાણ બહાર જ “આઇમ ઈન લવ, આઇમ ઈન લવ, આઈ એમ ઇન લવ” ...Read More

16

11 ટાસ્ક્સ - Chapter 16

“હેય આશુતોષ...આજે હું તને દોદોહી વિશે બધું જ જણાવીશ. જાણું છું કે તું એની પર વિશ્વાસ નહીં કરી શકે આ જ હકીકત છે.દોદોહી. આવું વિચિત્ર નામ? આ નામ વિચિત્ર નથી પણ કોરિયન છે. ઓન પેપર એનું નામ હજી થોડુંક લાંબુ છે પણ અહીંના લોકોને બોલવું અને સમજવું સરળ રહે માટે ટૂંકમાં દોદોહી રાખ્યું છે.એના જન્મને હજી અઢાર વરસ જ થયા છે છતાં એમ કહી શકાય કે હાલ તું જે યુવતીને મળ્યો એ એનો બીજો જનમ છે. એનો જનમ થયો ત્યારે એના પિતા સાઉથ કોરિયાની એક કંપનીમાં કામ કરતા હતા. એ ત્યાં યુદ્ધ માટેના ઘાતક શસ્ત્રો બનાવતા. દોદોહી પણ વરસો ...Read More

17

11 ટાસ્ક્સ - Chapter 17

આશુતોષે એડ એજન્સીમાં નોકરી સ્વીકારી ત્યારથી અનેક સુંદર મોડલ, એક્ટ્રેસને નજીકથી નિહાળી હતી. ઘણી બધી છોકરીઓ સુંદર હતી, એને હતી પણ દોદોહીની વાત જ નિરાળી હતી. એ કોઈ સામાન્ય છોકરી નહીં પણ સ્વર્ગમાંથી ઊતરી આવેલી કોઈ અપ્સરા, કોઈ પરી, જેવી હતી.બંને કાફેમાં પહોંચ્યા. આજે અહીં ખાસ્સી ભીડ હતી છતાં એમને એક કોર્નર પર ત્રણ જણા બેસી શકે એવું ટેબલ ખાલી મળી ગયું. બંનેએ બેસીને એકમેકને હળવું સ્મિત આપ્યું.“મારી નિર્ઝર મેડમ સાથે વાત થઈ હતી. એમણે તને એ વિશે વાત કરી હશે." એણે ધીમેથી વાત ચાલુ કરી.“હા, તમે મારી સાથે લગ્ન કરવામાં રુચિ દાખવો છો અને એટલે જ આજે આપણી ...Read More

18

11 ટાસ્ક્સ - Chapter 18

“હેય આશુતોષ,અહીં હું તને 11 ટાસ્ક્સ આપી રહી છું જેને તારે આજીવન વળગી રહેવું પડશે. આ ટાસ્ક્સ પૂરા કરવા દોદોહી સાથે લગ્ન કરવા માટેની પહેલી ને છેલ્લી શરત છે. જો બે મહિના સુધી તું આ ટાસ્ક્સ મુજબ જીવી બતાવીશ તો ત્રીજે મહિને તારા અને દોદોહી ના લગ્ન ગોઠવાઈ શકશે.1.ધન્ય છું, કારણ કે જીવતો છું: આભાર, Gratitude રોજ સવારે ઉઠીને પહોળા સ્મિત સાથે કુદરતનો, ઈશ્વરનો આભાર માનવાનો.2. Love at first bite: અન્ન તેવો ઓડકાર. નક્કી કરી લે કે તું રોજ એક ફળ ખાઈશ. બને ત્યાં સુધી ઓછું તેલવાળું ને ઓછું મસાલેદાર હોય એવું સાદુ ભોજા લેવાનો આગ્રહ રાખીશ.3. Love your ...Read More

19

11 ટાસ્ક્સ - Chapter 19

“હું તૈયાર છું. આજથી જ હું આ ટાસ્ક પર કામ કરીશ. અગિયારે અગિયાર ટાસ્કસ પૂરા કરી દેખાડીશ.”એણે મેસેજ સેન્ડ ફોન ચાર્જિંગમાં મૂક્યો અને બાથરૂમમાં ઘૂસ્યો. આજે એણે ગીત ગાતા ગાતા, આખા શરીર બહુ બધો સાબુ લગાડી, એના ફીણ વડે એક એક અંગને મસળી મસળીને ધોયો અને પછી સ્વગત બોલતો હોય એમ કહ્યું, “એક ટાસ્ક પૂરો!"કમરે ટુવાલ વીંટાળી એ બાથરૂમમાંથી સીધો કિચનમાં ગયો. પોતાને માટે ચા તૈયાર કરવા એણે ટાટા ઇન્સ્ટન્ટ ચાની પડીકી ઉઠાવી ત્યાં જ એની નજર સિંકમાં પડેલા અડધો ડઝન એંઠા કપ પર ગઈ. સવારની પાંચ મિનિટમાં કપ ધોવાઈ શકે? એણે વિચાર કર્યો ત્યાં જ બેડરૂમમાં પલંગ પર ...Read More

20

11 ટાસ્ક્સ - Chapter 20

“હેય આશુતોષ...ગુડ મોર્નિંગ!તારા માટે મેં એક હાઉસ મેઇડ તથા એક કૂક પસંદ કરી લીધી છે. એ સવારે સાડા આઠ તારે ત્યાં પહોંચી જશે.હું કોઈ પુરુષને પણ સેમ કામ માટે મોકલી શકું છું. તું પહેલા આ બે લેડીને ટ્રાય કરી જો. એમનું કામ ન ગમે તો પછી બીજા વિકલ્પ પર જઈશું.”આશુતોષ આજ ફરી મોડો ઉઠ્યો હતો. એ ઉઠ્યો એવો જ ફોન ચાર્જિંગમાં મૂકી બાથરૂમમાં ઘૂસ્યો હતો. આજ એણે મેસેજ જોવાનું ટાળ્યું હતું. ગઈ રાત્રે એના સ્કૂલ ફ્રેન્ડનું જે ગેટ ટુ ગેધર થવાનું હતું એને લગતા ઘણા બધા મેસેજિસ આવી રહ્યા હતા એટલે કંટાળીને એ પછી નેટ બંધ કરીને સૂઈ ગયો ...Read More

21

11 ટાસ્ક્સ - Chapter 21

Version:1.0 StartHTML:0000000156 EndHTML:0000219929 StartFragment:0000000469 EndFragment:0000219921“ઓકે. થૅન્ક યુ.“આશુતોષ ફ્લેટમાં એકલો પડ્યો એટલે એને નિરાંત થઈ. એણે આખા ફ્લેટમાં એક ચક્કર ફ્લેટનો એક એક ખૂણો સાફ અને વ્યવસ્થિત હતો! દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવાઈને મુકેલી હતી. એના પલંગની ચાદર અને તકિયાના કવર સુધ્ધા બદલાઈને નવા નંખાયેલા હતા. એનું ધ્યાન ગયું કે બેડ પરની ચાદર નવી હતી, પોતે એ ખરીદી નહોતી તો પછી એ આવી ક્યાંથી?એણે રસોડામાં નજર કરી. પ્લેટફોર્મ પર વાસણ ગોઠવવાનું નવું સ્ટેન્ડ મુકાયેલું હતું ને એમાં એક સુંદર ડિનર સેટ ગોઠવાયેલો હતો. કબાટમાં નાના–મોટા નવા ડબ્બા આવી ગયા હતા ને એ દરેકમાં રસોઈને લગતી વિવિધ વસ્તુઓ ભરેલી પડી હતી. ...Read More

22

11 ટાસ્ક્સ - Chapter 22

“હેય આશુતોષ...આજ સાંજે તું લાવણ્યા ને મળવા જવાનો છે? એક બાજુ તું દોદોહી સાથે લગ્નની વાત ચલાવી રહ્યો છે બીજી બાજુ લાવણ્યા સાથે મિટિંગ કેમ કરી રહ્યો છે? તને હજી એના પ્રત્યે લાગણી જેવું લાગે છે?”સવારે આશુતોષ એના રોજિંદા સમય કરતા વહેલો ઉઠ્યો હતો. એલાર્મ વાગતાની સાથે જ એણે એ બંધ કર્યું હતું ને એક ઝટકા સાથે પથારીમાંથી તરત ઊભો થઈ ગયો હતો. એને યાદ હતું કે આજથી જ એણે રોજ સવારે નિયમિત ચાલવા જવાનું છે. એણે ઝડપથી બ્રશ કર્યું હતું ને કપડા બદલી એની બિલ્ડિંગની બાજુમાં જ આવેલા ગાર્ડનમાં ચાલવા ગયો હતો.એને હતું કે અહીં બીજા ઘણા બધા ...Read More

23

11 ટાસ્ક્સ - Chapter 23

આશુતોષે લોકર ફરી લોક કર્યું. બે વાર ખેંચીને જોઈ લીધું કે એ ખુલ્લું નથી અને પછી લોકરની ચાવીને કપડાની થપ્પીની વચ્ચે છુપાવીને મૂકી દીધી. એ હવે ઓફિસ જવા તૈયાર હતો.આજે એને ઓફીસ પહોંચતા ઘણું મોડું થયું હતું. સાંજે વહેલા નીકળવું હવે શક્ય નહોતું. આમેય એની ખાસ ઇચ્છા પણ નહોતી. એ કામમાં ડૂબી ગયો. બપોરે એનું ટિફિન આવી ગયું હતું. ઓફિસનો પટાવાળો મહેન્દ્ર ટિફિન આપવા એની કેબિનમાં આવ્યો ત્યારે એ ટિફિન મૂકીને બહાર નીકળી જવાને બદલે ટેબલને સામે છેડે ઊભો રહી ગયો હતો. આશુતોષની એ તરફ નજર જતા એણે પૂછ્યું,“શું થયું? કંઈ કહેવાનું છે?"“સાહેબ આ જે છોકરી તમારું ટિફિન આપવા ...Read More

24

11 ટાસ્ક્સ - Chapter 24

1સવારે આશુતોષ વહેલો ઉઠ્યો હતો. મોર્નિંગ વોક માટે જવું કે નહીં એમ વિચારતા એણે પોતાની ફિટનેસ સુધારવા પર ફોકસ હતું ને એ ઊભો થયો હતો.લગભગ પંદરેક મિનિટ ચાલી લીધા બાદ એણે ફોન હાથમાં લીધો હતો. આજે ફરી સવાર સવારમાં નિર્ઝરનો મેસેજ જોવાની એની સહેજે ઈચ્છા નહતી. કમને એણે વોટ્સેપ ઓપન કર્યું ત્યાં જ મહેન્દ્રનો મેસેજ જોયો. એ હજી તો કંઈ વિચારે એ પહેલા નિર્ઝરનો મેસેજ આવી ગયો.“આ મહેન્દ્ર શું વાત કરી રહ્યો છે? શેનો ગુનો થવા જઈ રહ્યો છે?”આશુતોષને હવે ખરેખર ચીઢ ચઢી. એક તો નિર્ઝર એના ફોન પર આવેલા દરેક મેસેજ વાંચતી હતી, ઉપરથી એ એને જણાવતી પણ ...Read More

25

11 ટાસ્ક્સ - Chapter 25

“સમજી ગયો મારા સાહેબ. આજે એ કામ થઈ જશે. લંચ બ્રેક પૂરો થાય એટલે હું આવીને તમને રિપોર્ટ આપીશ." બ્રેક સમયે પોતે શું કરવાનું છે એ નક્કી કરી મહેન્દ્રએ કહ્યું.“ચાલ હવે તું જા ને મને મારું કામ કરવા દે."આશુતોષે એનો ફોન હાથમાં લીધો. કોઈ નવો મેસેજ નહોતો આવ્યો. કંઈક વિચારીને એણે નિર્ઝરને મેસેજ મોકલ્યો.“તારી બ્યૂટીકેર વાળી વાત મને પસંદ આવી. રુચિને કહી આવતી કાલે બપોરનો સ્લોટ બુક કરાવી દે. સાંજે દોદોહીને મળતા પહેલા હું એ બધું કરાવવા ઈચ્છું છું.”બીજી જ ક્ષણે સામેથી મેસેજ આવ્યો.“તે ખૂબ સરસ નિર્ણય લીધો છે. હું એને સમર્થન આપું છું. હું પોતે જ તારું બુકિંગ ...Read More

26

11 ટાસ્ક્સ - Chapter 26

“હેય આશુતોષ...આ શું થઈ રહ્યું છે આશુતોષ? તારી ઓફિસના સ્ટાફમાંથી કોઈકે સુખીની છેડતી કરી? તને નથી લાગતું કે તારે વિરુધ્ધ કોઈ પગલા લેવા જોઈએ?”આજે રવિવાર હતો. આશુતોષ આરામથી સુવાના મૂડમાં હતો. એણે વહેલી સવારનું એલાર્મ પણ રવિવારે બંધ રાખ્યું હતું. એણે વિચારેલું કે રવિવારે ચાલવા જવાની રજા કે પછી મોડેથી જઈ આવશે. એનું એવું વિચારવું અસફળ રહ્યું. બરાબર છ વાગ્યે એના ફોન પર એક રિંગ આવી હતી ને એણે વહેલા ઊઠવું પડેલું. એણે બંધ આંખે જ ફોન લીધો ત્યાં સામેથી રેકોર્ડેડ અવાજ આવેલો,“ગુડ મોર્નિંગ સર. તમારો ચાલવાનો સમય થઈ ગયો છે. આ તમને ઉઠાડવા માટેનો કૉલ હતો. ધન્યવાદ."આશુતોષે કૉલ ...Read More

27

11 ટાસ્ક્સ - Chapter 27

આશુતોષે નિર્ઝરે મોકલેલો મેસેજ બે વખત વાંચ્યો.પહેલો ટાસ્ક હતો કુદરતનો, ઈશ્વરનો આભાર માનવો. એણે આંખ બંધ કરી ને ઇશ્વરને “Thank you God! તમે મને ખૂબ સુંદર જીવન આપ્યું છે. માન્યું કે એ ઘણા ચઢાવઉતારથી ભરેલું છે પણ હવે સમજાય છે કે એનીય એક મજા છે. તમે મારા જીવનમાં દોદોહીને મોકલીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. હું ખરેખર સાચા દિલથી એ છોકરીને ચાહું છું. એને મેળવવામાં, એને મારી પત્ની બનાવવામાં મારી મદદ કરજો પ્રભુ."એણે આંખ ઉગાડી. પોતાની પ્રાર્થનામાં પણ એ છોકરીનું નામ પહેલું આવે છે એ વિચારી એને આનંદ થયો. આ ટાસ્ક સરળ હતો. રોજ પૂરો કરી શકાય એવો ...Read More

28

11 ટાસ્ક્સ - Chapter 28

શક્ય એટલી બધી જગ્યાએ જોઈ લેવા છતાં લોકરની ચાવી ન મળી એટલે આશુતોષનું મગજ પાછું શંકાશીલ બન્યું હતું. ફરી લાગી રહ્યું હતું કે રુચિ કે સુખીએ એના કબાટમાં હાથ સાફ કર્યો હતો. એણે સહેજ ગરમ થઈને એ બંનેને બૂમ પાડી હતી.એક સાથે એ બંને દોડી આવી હતી, રુચિ બાલ્કનીમાં જવાને દરવાજે ઊભી હતી તો સુખી હૉલમાંથી બેડરૂમમાં આવવાના પ્રવેશદ્વારે ઊભી હતી. “યસ, સર" બંનેએ કોરસમાં કહ્યું.“બંને ત્યાં દરવાજે શું ઊભી છો?"“સર, તમે જ કહ્યું છે ને કે તમે બેડરૂમમાં હો ત્યારે અમારે અંદર નહીં આવવાનું." સુખીએ કહ્યું.“હા, એવું મેં જ કહ્યું છે ને તમારે એમ જ કરવાનું પણ જ્યારે ...Read More

29

11 ટાસ્ક્સ - Chapter 29

“મને આજ સુધી કોઈ છોકરાએ પ્રપોઝ નથી કરી, કોઈએ મારા પ્રત્યે એનો પ્રેમ નથી બતાવ્યો. આજ સુધી મને પ્રેમ કશું ફિલ નથી થયું. તારા માટે મને દુઃખ થાય છે. તને જો ખરેખર કોઈ છોકરી ગમી હોય, એને માટે પ્રેમ જેવું અનુભવાયું હોય તો તારે એ પ્રેમને વ્યક્ત કરવો જોઈતો હતો. લાગણીઓને મનમાં ને મનમાં ભરી રાખવી ને કોઈ આગળ એ વ્યક્ત ના કરવી એ સારું નથી. એમ કરવાથી આગળ જતા વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બની શકે છે.”“તને આજ સુધી કોઈ છોકરાએ પ્રપોઝ નથી કરી! આ માન્યામાં ન આવે એવી વાત છે. બની શકે છે કે તારી પ્રતિભા જોઈ છોકરાઓ ડરી ...Read More

30

11 ટાસ્ક્સ - Chapter 30

આશુતોષ દોદોહી સાથે બહાર નીકળ્યો એવું જ એણે પૂછ્યું, “તે મારા સંભારમાં ધનેડુ તરતું જોયું હતું તો મને કહ્યું નહીં?"“ઓહ, તમને એ નહોતું દેખાયું? મને તો એમ કે તમે જાણીને એવો સંભાર પી રહ્યા હતા."“કેવી વાત કરે છે, નજર આગળ દાળમાં જીવાત દેખાય તો એને કોણ પીવે?"“હું પીવું, મારા માટે ઇટ્સ ઓકે! મને ખબર હતી કે દાળમાં ઇયળ ને ધનેડા છે છતાં મેં એ પીધી."“તારામાં મગજ જેવું કંઈ છે?" એક તો આશુતોષને જ્યારથી એ જાણ્યું કે એની દાળમાં ધનેડુ હતું અને પોતે એ પી ગયો છે ત્યારથી ઊબકા જેવું થતું હતું એમાં હાલ દોદોહીએ જે કહ્યું એ સાંભળ્યા બાદ ...Read More

31

11 ટાસ્ક્સ - Chapter 31

“હે નિર્ઝરમારે તારી સાથે વાત કરવી છે.”રાતના ઘરે જતા જ આશુતોષ સોફામાં ફસડાઈ પડ્યો હતો. એને કશું જ સમજાઈ રહ્યું. એક નાજુક નમણી, બિલકુલ માણસ જેવી જ દેખાતી છોકરી એક માનવ રોબોટ કેવી રીતે હોઈ શકે? જો એ ખરેખર એક રોબોટ જ છે તો એ પોતાની પાસે કેમ આવી? એની જ સાથે આ બધું કેમ થયું? કેટલીય વાર સોફામાં પડ્યા રહ્યા બાદ એ ઉઠ્યો હતો. કિચનમાં જઈ એણે ફ્રીઝમાંથી ઠંડુ પાણી કાઢી પીધું હતું. એને કોઈ સાથે વાત કરવાની ઇચ્છા થઈ રહી હતી, પણ કોની સાથે વાત કરે?એ જો કોઈને કહે કે પોતે એક માનવ રોબોટના પ્રેમમાં પડી ગયો ...Read More

32

11 ટાસ્ક્સ - Chapter 32

આશુતોષ ગાડી ચલાવી રહ્યો હતો. એની બાજુની સીટ પર દોદોહી બેઠી હતી. એ ખુશ હતો, એના લગ્ન થઈ ગયા પરી જેવી સુંદર અને કહ્યાગરી પત્ની એની બાજુમાં બેઠી હતી. ગાડીમાં એક ગીત ચાલી રહ્યું હતું,“તેરે મેરે મિલન કી યે બેલા, નયા કોઈ ગુલ ખિલાયેગી, નયા કોઈ ગુલ ખિલાયેગી, તભી તો ચંચલ હૈ તેરે નૈના, દેખોના, દેખોના, "આશુતોષ મૂડમાં આવી ગયો હતો અને એ પણ સાથે સાથે ગાઈ રહ્યો હતો. એણે દોદોહી સામે જોઈ ગાતા ગાતા જ કહ્યું હતું, “દેખોના...દેખોના..."અચાનક જ દોદોહીના ચહેરા પરની સુંદર આંખોમાંથી બે ડોળા બહાર આવી આશુતોષ તરફ લંબાયા હતા. એ ગોળ, નાના બોલ જેવા, આંખોના ...Read More

33

11 ટાસ્ક્સ - Chapter 33

“હેય આશુતોષ...રાતના મોડે સુધી તું ગિટાર વગાડી રહ્યો હતો એ સારી વાત નથી. તને મળેલા ટાસ્કસ પ્રમાણે રાત્રે તારે સોનેરી સપના જોતા જોતા સૂઈ જવાનું છે.”સવારે મોર્નિંગ–વોક માટેનું અલાર્મ વાગતા જ આશુતોષ જાગી ગયો હતો. અલાર્મ બંધ કરી એણે ફોન હાથમાં લીધો ત્યારે એનું આ નવા આવેલા મેસેજ તરફ ધ્યાન ગયું હતું. એણે મેસેજ વાંચ્યો ને તરત સામો જવાબ મોકલ્યો.“તું મને આ બધા મેસેજ મોકલવાનું બંધ ન કરી શકે? એ મને ડિસ્ટર્બ કરે છે. મારે મારા જીવનમાં શું કરવું એ નિર્ણય હું પોતે લઈ શકું છું એને માટે મારે તારી સલાહની કોઈ જરૂર નથી.”બીજી જ પળે નિર્ઝરનો વળતો મેસેજ ...Read More

34

11 ટાસ્ક્સ - Chapter 34

આગળના બે મહિના દરમિયાન આશુતોષની દિનચર્યા:ઇલેવન ટાસ્ક્સ બાય નિર્ઝર!એક મિશન પૂરું કરવાનું હોય એમ આશુતોષ એને અપાયેલ અગિયાર ટાસ્ક્સ કરવામાં લાગી ગયો હતો. પૂરા બે મહિના એ દરેક ટાસ્કને વળગી રહ્યા બાદ,હવે સવારે ઉઠતા જ એ આંખ બંધ કરી, બે હાથ જોડી ભગવાનનો આભાર માને છે. એ હજી સાજો સારો છે, સ્વસ્થ છે, સારી નોકરી કરી રહ્યો છે એ માટે એ ખરા હૃદયથી ઇશ્વરનો આભાર માને છે.પરિણામ: પહેલા થોડા દિવસો એને આ રીતે ઇશ્વરને થૅન્ક યુ કહેવામાં સારું લાગેલું, મજા આવતી હતી. પછીથી એ ભાવુક થવા લાગ્યો હતો. લગભગ બે મહિના સુધી રોજ સવારે ઉઠતા વેંત ઇશ્વરને યાદ કરવાથી ...Read More

35

11 ટાસ્ક્સ - Chapter 35

“હેય આશુતોષ!આ તું કેવી વાત કરે છે? તને કંઈ ભાન પડે છે કે તું શું કહી રહ્યો છે? અમારા તરીકે ડેવલપ કરેલા રોબોટને તું લગ્ન કર્યા વગર સાથે રાખવાની વાત કરી રહ્યો છે એ કેવી રીતે શક્ય છે? જે મૂલ્યો, જે આદર્શો, જે સંસ્કાર અમે એનામાં ઇન્સ્ટોલ કર્યા છે એને એક ઝાટકે બદલવાની આ વાત થઈ. તને શું લાગે છે, કેમ કે આ સાચુકલી સ્ત્રી ને બદલે રોબોટ–પત્ની છે એટલે એમાં તમે ઇચ્છો એવો એક નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દો એટલે એ તરત બદલાઈ જશે? તમે એક દિવસ જે લેડી રોબોટને પત્ની બનાવીને રાખ્યો હોય એને બે દિવસ બાદ ...Read More

36

11 ટાસ્ક્સ - Chapter 36

“હેય આશુતોષ,તારે હજી કંઈ પૂછવું હોય, જાણવું હોય, સમજવું હોય તો તું નિસંકોચ મારી સાથે વાત કરી શકે છે.”આશુતોષે મેસેજ વાંચ્યો ને મેસેજ પૂરો થતા જ એના મોઢામાંથી એક ગાળ આપોઆપ નીકળી પડી...ઘડીભર એ એમ જ સ્તબ્ધ બનીને બેસી રહ્યો. એક મિનિટ બાદ એ હસી રહ્યો હતો. ખડખડાટ હસી રહ્યો હતો. ગાળો બોલતા બોલતા હસી રહ્યો હતો.“ઇલેવન ટાસ્ક્સ બાય નિર્ઝર, સાલું એક જ વાક્યના કેટકેટલા અર્થ નીકળી શકે! તમે એક સુવાક્ય સાંભળી એનો તમારી બુધ્ધિ પ્રમાણે અર્થ કાઢો. તમે જો તમારા પોતાના વિશે વિચારી એ સુવાક્યને સમજવા જશો તો એનો અર્થ અલગ હશે. તમે બીજી કોઈ વ્યક્તિને યાદ કરીને ...Read More