Andhari aafat - 1 in Gujarati Adventure Stories by Yagnesh Choksi books and stories PDF | અણધારી આફત - ભાગ-1

Featured Books
  • 11 ટાસ્ક્સ - Chapter 43

    વર્તમાન:આશુતોષ આજે વહેલો ઑફિસેથી ઘરે આવી ગયો હતો. અનન્યા સાથ...

  • મારો માધવ

    મારા માધવ એટલે ભગવાન શ્રીકૃષ્ણ.મારા માટે માધવ માત્ર એક ભગવાન...

  • આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૫

    આદમખોરનું રહસ્ય પ્રકરણ ૫: ઈવા અને પ્રાણી-મનોવિજ્ઞાનલેપટોપની...

  • રોકાણ - 6

    ભાગ ૬ — વધતું બેંક બેલેન્સકાશીની યાત્રા પૂરી કરીને રમેશભાઈ,...

  • શૂન્યની બહાર - 12

    ભાગ 12 — દરવાજાની બીજી બાજુ“આરવ... દરવાજો ખોલ.”બહારથી ફરી એ...

Categories
Share

અણધારી આફત - ભાગ-1

અણધારી આફત

ચેપટર-1

શિયાળા ની કડકડતી રાત અને ચારે બાજુ એક દમ નીરવ શાંતિ હતી. અમાસ ની રાત હોવાથી ચાંદ પણ દેખાતો નહતો ચારે બાજુ અંધારું હતું અને મધરાત હતી. હું એટલે ચોક્સી વ્યવસાયે નામનો ડિટેક્ટિવ વાપી ના સ્ટેશન ની બહાર ઉભો હતો અને ત્યાં એક પાન ના ગલ્લા પર થી એક સિગરેટ ખરીદી અને મોટો કસ ખેંચી અને ઉભો હતો. ત્યાં ઉભું રહેવાનું કારણ એ હતું કે બાઈક પર ની અમદાવાદ થી વાપી સુધી ની મુસાફરી માં થાકી ગયેલો એટલે થોડો આરામ મળે એટલે ઉભો હતો. ત્યાંથી દમણ નજીક જ હતું ત્યાં મારા જીગરી જાન મિત્ર મનન ને મળવા જઈ રહ્યો હતો. અને એકાદ અઠવાડિયા માટે આરામ મળી જાય એટલે માનો ને કે નાના વેકશન પર જઈ રહ્યો હતો. એવા માં સ્ટેશન ની બહાર એક સુંદર સ્ત્રી ટેક્ષી કે રીક્સા શોધી રહી હતી.દેખાવ માં સુંદર પણ કપડાં એક દમ સાધારણ પહેરેલા આટલી નાની ઉંમર માં એને સાડી પહેરેલી એ થોડું કુતુહલ પેદા કરે એવું હતું પણ એનો દેહ કોઈ પણ ને આકર્ષિત અને મોહિત કરી દે એવો હતો. એટલે મારી નજર એના પર જ હતી ત્યાં ગણ્યા ગાંઠ્યા અમુક લોકો જ હતા. ત્યાં અચાનક એક વાન એક દમ સ્પીડ માં આવી અને પેલી સ્ત્રી પાસે આવીને ઉભી રહી અને કઈ સમજ પડે એ પહેલા એને વાન માં બેસાડી દીધી. અને ત્યાં થી આંખ ના પલકારા માં છું થઈ ગઈ બધા અરે અરે કરતા રહી ગયા.

મેં એક પણ પળ નો વિચાર કાર્ય વગર વાન નો પીછો કર્યો વાન એક બંધ પડેલી દવા ની ફેક્ટરી ની બહાર ઉભી રહી જે રહેણાંક વિસ્તાર થી બહાર હતી મેં બાઈક ની હેડ લાઈટ બંધ કરી દીધી હતી અને એક દમ સફાઈ થી એ લોકો ને જાણ માં થાય એમ એ વાન નો પીછો કરતો આ ફેક્ટરી સુધી આવી ગયેલો.વાન માંથી ચાર લોકો ઉતર્યા અને એ સ્ત્રી ના બંને હાથ પકડી ને એને ઘસેડી ને ફેક્ટરી માં લઈ જઈ રહ્યા હતા.પ્રથમ નજર માં અંદાજ આવે કે કદાચ એ સ્ત્રી ની ઈજ્જત લૂંટવા માટે લઈ જઈ રહ્યા છે. હું ધીમે ધીમે ગરોળી ની જેમ દીવાલ સાથે ચીપકી અને એમની પાછળ પાછળ જઈ રહ્યો હતો. ત્યાં એ લોકો એ સ્ત્રી ને એક થાંભલા સાથે બાંધી અને એમાંથી ત્રણ જાણ ત્યાં થી નીકળી ગયા અને એમાંથી એકે કદાચ એ ગુંડા નો સરદાર હશે એને ફોન માં વાત કરી અને કોઈને માહિતી આપી હતી. જાણે કોઈને જાણ કરી હોય આવું લાગ્યું અને થોડી વાર માં વાન નો નીકળવાનો આવાજ આવ્યો હવે મારે બસ એક જ માણસ ને નિપટવાનો હતો એ આસાન હતું. એક તો ડિટેકટિવ અને પાછું કોઈને પરેશાની માં જોઈને કાઠિવાડી લોહી ગરમ થાય વગર ના રહે મેં એક જ પળ માં નિર્યણ લઈ લીધો અને એક પથ્થર લઈને સીધો પેલા માણસ પર પાછળ થી હુમલો કર્યો માથા માં પથ્થર નો ઘા વાગવા થી એ જમીન પર ફસડાઈ પડ્યો કદાચ બેભાન થઈ ગયો હશે પણ મને એની પરવા નહતી અને હું સીધો પેલી બાંધેલી સ્ત્રી પર ગયો એનું મોઢું અને હાથ પગ બાંધેલા હતા એને છોડાવી એને સીધો બાઈક પર બેસાડી ત્યાંથી સીધા મારા ફ્રેંડ મનન ના ત્યાં પહોંચી ગયા. મનન ને દમણ માં એક ફાર્મ કંપની હતી એને દમણ માં એને એક સુંદર બંગલો હતો દરિયા કિનારે મેં સીધો એના બંગલા માં પ્રવેશી અને ડોર બેલ વગાડી મનન મારી જ રાહ જોતો હતો અને દરવાજો ખોલી અને કીધું અલ્યા ચોકસીડા ક્યાં મરેલો હતો ફોન પણ ઉપાડતો નથી જે મેં સાઇલેન્ટ કરી દીધો તો પેલી વાન ના પીછો કરવામાં મેં મોબાઈલ માં જોયું તો વીસ મિસકોલ કરેલા.

મનન ની નજર પેલી સ્ત્રી પર ગઈ કોણ છે! આ અરે યાર મનેય ખબર નથી અંદર તો આવવા દે આપડે શાંતિ થી પૂછીએ. મનન અંદર આવા માટે કીધું અને અમે બધા સોફા પર ગોઠવાઈ ગયા મેં પેલી સ્ત્રી ને પૂછ્યું કોણ છે તું અને કોણ હતા પેલા લોકો જે તને ઉઠાવી ગયા હતા. મનન એક દમ ચમકી ગયો સુ અપહરણ થયું તું આમનું. મેં કીધું હા અને મેં પીછો કરેલો આમનો અને બચાવીને લાવ્યો એમાં મોડું થયું ભાઈ પણ એને બોલવા દે. પેલી સ્ત્રી એ કીધું કે મારું નામ સીમા છે અને હું અહીં મારી ફ્રેઈન્ડ મોનિકા ને મળવા માટે આવી છું. મનન એ કીધું મોનિકા ક્યાં રહે છે. સીમા એ અડ્રેસ્સ કીધું મેં કીધું આટલી મોડી રાત માં તું આવાની હતી છતાં એ તને લેવા કેમ ના આવી. મોનિકા ને પણ એ વાત ની થોડી નવાઈ લાગી! અમારે વાત થઈ તી એ પ્રમાણે એ મને લેવા આવાનીજ હતી પણ આવી નહીં અને હું જયપુર થી ટ્રેન માં કાલે બેઠેલી ત્યારે વોટ્સએપ્પ માં વાત થઈ હતી અને છેલ્લા બારેક કલાક થી એ ઑફ લાઈન જ બતાવે છે. મનને કીધું સારું આરામ કરો આપડે સવારે ત્યાં જઈસુ. ત્યાં મેં પૂછ્યું તું કેમ એકલી આવવી છે? સીમા એ કીધું કે એ વિધવા છે અને દુનિયામાં એની એની ફ્રેંડ મોનિકા ને બાદ કરતા બીજું કોઈ નથી. મનન કીધું કે સીમા જે અડ્રેસ કે છે એ અહીંયા નજીક માંજ છે. સીમા એ કીધું મને ત્યાંજ મૂકી આવો હું ત્યાં જ રહીશ. એટલે મનન અને હું મનનની કાર માં એને મુકવા માટે નીકળી ગયા.

દસ મિનિટ માં અમે લોકો શુરભી ફ્લેટ ની બહાર ઉભા હતા જ્યાં મોનિકા બસોએક નંબર માં રહેતી હતી. અમે કાર માં બેઠા હતા ત્યાં સામે થી એક વાન આવીને ધડામ થી અમારી કાર ને અથડાઈ મારી કાર ચાલાક પર નજર ગઈ અરે આતો એજ માણસ છે જેને સીમા ને કિડનેપ કરી લીધી તી. મેં મનનને કાર ભાગવા માથે કીધું અમે થોડી વાર માં શહેર ની ગલીઓ માં ખોવાઈ ગયા મનન ત્યાંજ નોજ હતો એટલે એને એક એક ગલી નો ખ્યાલ હતો હવે એમે એવી જગ્યા એ હતા જ્યાં કદાચ પેલો વાન ચાલાક આવી શકે એમ નહતો. મારી નજર સામે હજુ એનો ચહેરો ફરી રહ્યો હતો. થોડા સમય માં હવે અજવાળું થવાનું છે એટલે માણસો ની ચહલ પહલ વધી જાય એમ વિચારી ને અમે થોડી વાર ત્યાં જ રહેવાનું વિચાર્યું અમે બધા ગભરાયેલા હતા એ વાન અમને મારવાના ઈરાદા થીજ અમારા પર ધસી આવી હતી.

સીમા હું અને મનન એક બીજા ની સામે જોઈ રહ્યા હતા અમેને એ ખબર નહતી કે આ બધા કોણ છે. મેં ઈશારા માંજ સીમા ને પૂછ્યું કોણ હતા એ લોકો સીમા એ જવાબ આપ્યો એને કઈ ખબર નથી એ લોકો વિશે. થોડી ચહલ પહલ ચાલુ થઈ એટલે અમે લોકો એ સીમા ને એની ફ્રેઈન્ડ મોનિકા ના ત્યાં લઈ લેવાનું નક્કી કર્યું અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને સુરભી ફ્લેટ ની સામે ઉભા હતા મેં સીમા ને કીધું હું તને ઉપર મૂકી આવું મોનિકા નો ફ્લેટ બીજા માળે હતો. સીમા અને હું બંને જણા મોનિકા ના ડોર ની સામે ઉભા હતા ડોરબેલ વગાડવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં અને અંદર પણ કોઈ ચહલ પહલ નહતી એટલે મેં સીમા સાથે પ્રશ્નાર્થ ભાવ માં જોયું. સીમા એ દરવાજો થોડો જોર થી પ્રેસ કર્યો તો ખુલલોજ હતો.અમે લોકો અંદર પ્રવેશ્ય હજુ અંધારું જ હતું અંદર ના રૂમ માં અંધારા માં અમે પ્રવેશ કર્યો એ દરમિયાન સીમા મોનિકા ના નામ ની બૂમો પડતી હતી પણ કોઈ જવાબ મળતો નહતો. એવામાં અંદર ના બેડરૂમ માં અમે પ્રેવેશયા અને તે લાઈટ ચાલુ કરી. સામેનું દૃશ્ય જોઈને હૃદય ધબકારો ચુકી ગયો અને કપાળ પર આવી ઠંડી માં પણ પરસેવાની બૂંદો આવી ગયી. સામે મોનિકા પંખા સાથે લટકી રહી હતી. સીમા થી આ દ્રસ્ય જોવાયું નૈ એને વોમિટ થઈ ગઈ અને એ ખૂબ રડવા લાગી.

સીમા ને બહાર ના રૂમ માં બેસાડી અને એને પાણી આપ્યું મેં મોનિકા ના રૂમ ને પહેલા તપાસ કરવાનું વિચાર્યું. રૂમ ની ચારે તરફ નજર કરી સાફ હતું કે આત્મહત્યા હતી. ત્યાં મારી નજર મોનિકા ના પર્સ પર ગઈ એ પર્શ માં થોડા પૈસા અને મેકઅપ નો સમાન અને એક ચૂંથાયેલાં કાગળ હતું. એ કાગળ માં બે નંબર લખેલા હતા મેં એ કાગળ મારા ખીચા માં મૂક્યું અને સીમા પાસે જઈને મેં મોનિકા વિશે જણાવવા માટે કીધું. સીમા એ તરત કીધું કે મોનિકા આત્મહત્યા કરેજ નઈ વળી એ થોડા સમય થી તો ખુબજ ખુશ હતી અને એ એની વાતો પરથી લાગતુજ હતું અમે લોકો જ્યારે જ્યારે ફોન પર વાત કરતા એ ખૂબ ખુશ હતી અને એ મને કઈ કેવાની પણ હતી પણ એને કીધું તું કે એ મળી ને જ વાત કરશે. મોનિકા અનાથ હતી પણ એ સારું એવું કમાતી હતી અને એ ખૂબ ખુશ હતી આવા સમય માં કોણ આત્મહત્યા કરે.

સીમા ની વાત પર જો વિશ્વાસ કરવા માં આવે તો એ વાત સાફ હતી કે મોનિકા આત્મહત્યા કરી શકે નહીં. મેં તરત મનનને ઉપર આવા જણાવ્યું અને મનન ને લોકલ પોલીસ માં થોડી ઓળખાણ હતી. મનન ને ઉપર આવી મેં આખી વાત કરી એ ગભરાઈ ગયો એને એને આ બધી લપ માં પાડવાની કોઈ ઈચ્છા નહતી પણ મારી વિનંતી થી એ માની ગયો એને એને એના દોસ્ત ઇન્સ્પેક્ટર રાઠોડ ને કોલ કરી અને સુરભી ફ્લર્ટ માં થયેલા ખૂન ની વાત કરી. ઇન્સ્પેક્ટર રાઠોડ થોડી વાર માં એમની ટીમ લઈને ત્યાં આવી પહોંચ્યા.પ્રથમ નજર માટે આત્મહત્યા જ લાગતી હતી એટલે ઇન્સ્પેક્ટર રાઠોડને અમે જે સીમા વળી વાત હતી એ જણાવી. ઇન્સ્પેક્ટર રાઠોડે પોલીસ પ્રોટેકશન આપવાની વાત કરી. પણ મેં કીધું હાલ તો અમે સીમા ને નિશાંત ના ત્યાં લઈ જૈયે છીએ પછી એને જ્યાં જવું હોય ત્યાં મૂકી અવિસુ.ઇન્સ્પેક્ટર રાઠોડે જણવ્યું જ્યાં સુધી કેસ કલોસ ના થાય ત્યાં સુધી સીમા એ અને મારે અહીજ રહેવું પડશે. એટલે અમે મનન ના ત્યાં રોકાવાનું નક્કી કર્યું.

અમે બધા મનન ના ત્યાં સોફા પર બેઠા હતા ત્યારે મેં સીમા ને મોનિકા વિશે પૂછ્યું. સીમા એ માહિતી આપી કે સીમા ના મમ્મી પપ્પા નાનપણ માંજ ગુજરી ગયા એને એના દાદી એ મોટી કરેલી અને થોડા વારસો પહેલા એના દાદી ગુજરી ગયા એટલે એ જયપુર છોડી ને દમણ માં આવી ગઈ અહીંયા એ કોઈ સારી હોટલ માં કામ કરતી હતી.મેં મારા સ્વભાવ પ્રમાણે એને પૂછ્યું શું કામ કરતી હતી? સીમા એ કીધું કે એ સારી સિંગર હતી એટલે એને અહીંયા રોયલ હોટલ માં નોકરી માંડી હતી અને એ સારું કમાતી હતી.મેં સીમા ને પૂછ્યું કે એને કોઈ ચક્કર હતું એટલે એને કોઈ બોયફ્રેન્ડ હતો. સીમા એ કીધું કે ના આમતો એ આવી નહતી અને એને ક્યારેય કોઈ છોકરાની વાત નહતી કરી પણ હા એ ઘણી વાર માંગીલાલ નામના એના હોટલ ના મેનેજર વિશે વાત કરતી હતી. માંગીલાલ એને ખૂબ મદદ કરતો હતો અને મોનિકા ના મોઢે એને માંગીલાલ ના ખૂબ વખાણ સાંભળ્યા હતા. મારી પાસે હવે બે વસ્તુ હતી તપાસ કરવા માટે એતો મોનિકા ના પર્સ માં મળેલો કાગળ અને માંગીલાલ. મારી આદત મુજબ મેં મોનિકાના પર્સ માંથી જે કાગળ માંડ્યું હતું એની જાણકારી કોઈને આપી નહતી.

મનન ને કોઈ કામ હતું એટલે એને જવું પડે એમ હતું એને અમારી રજા લીધી અને કીધું તમે લોકો આરામ કરો મારે નીકળવું પડશે અને હા ચોક્સી આપડે સાંજે સીમા ને જ્યાં એને જાઉં હોય ત્યાં મૂકી આવીશુ એ આપડે સાંજે નક્કી કરીયે. એમ કહી અને મનન થયા થી નીકળી ગયો મારે પણ તપાસ કરવાની હતી એના વગર ઊંઘ થોડી આવે ભાઈ, એટલે મેં સીમા ને કીધું એક કામ કાર તું આરામ કાર આપડે સાંજે માળિયે. તું ચિંતા ના કરીશ હું સિક્યુરિટી વાળા ને ખબર રાખવા કેતો જાઉં છું એટલે તું ગભરાયા વગર આરામ કરજે સીમા એ સંમતિ માં માથું હલાવ્યું.અને હું મારી બાઈક પર નીકળી પડ્યો સિકયુરિટી પર રહેલા થાપા ને ભલામણ કરતો ગયો કે કોઈ અજાણ્યા ને બંગલાની આજુબાજુ જોવે તો સતર્કઃ થઈ જજે.

હું થોડી દૂર બાઈક પર ગયો અને રસ્તા માં એક ટેલિફોન બૂથ ની પાસે બાઈક ઉભું રાખી અને પેલા બંને નંબર કોના છે એ તપાસ કરવાનો નિર્યણ કર્યો પહેલો નંબર ડાયલ કર્યો તો એ રોયલ હોટલ નોજ હતો અને બીજો નંબર મદનબાપુ ના આશ્રમ નો હતો. મને રોયલ હોટેલ નો નંબર તો કેમ હશે એ મગજ માં બેસતુતું પણ આ મદનબાપુ નો નંબર કેમ હશે એ સાલું સમજાતું નહતું. મદનલાલ બાપુ એ રાજ્ય ના ખૂબ જ પ્રખ્યાત બાપુ હતા અને ઘણા લોકો એ એમને પોતાના ગુરુ માનતા હતા ધીમે ધીમે બાપુ ને પ્રસિદ્ધિ દેશ અને વિદેશ માં વધતી જતી હતી. બાપુ આયુર્વેદ ના ખૂબ જ જાણકાર હતા એમની દવા ખૂબ અસરકાર હતી એટલે બાપુ ધર્મ અને આયુર્વેદ ની દુકાન માં કરોડો રૂપિયા કમાતા હતા. દમણ માં બાપુ નો વિશાળ આશ્રમ હતો અને એક વિશાળ આયુર્વેદિક દવા ની ફેક્ટરી પણ હતી. મદનલાલ બાપુ એક વિશાળ કદ ના બાપુ હતા.અને મોટા ઉદ્યોગપતિ થી માંડી અને મોટા મોટા રાજનેતાઓ પણ એમની પાસે આવતા. મદનલાલ બાપુ જઇયે અને માંડી જાય એ આસાન નહતું એટલે મેં રોયલ હોટલ ને મારી તપાસ ની પહેલી કળી બનવાનું નક્કી કર્યું.

મારી બાઈક હોટલ રોયલ ની બહાર પાર્કિંગ માંજ ઉભી રાખી હતી હોટલ એના નામ પ્રમાણે એક સુંદર અને ફાઈવ સ્ટાર હોટલ હતી ત્યાં બાઈક પર કદાચ વેઈટર આવતા હશે. દિવસ નો સમય હતો એટલે ત્યાં ચહલ પહલ ઓછી હતી પણ રાત્રી ના સમયે તો આખી હોટલ એક મહેલ ની માફક રોશની થી ઝળહળી ઉઠતી અને પાર્ટી કરવા માટે લાંબી લાંબી ગાડીઓ આવતી અને મહેફિલો જામતી. રાજ્ય ના અને આજુબાજુના દરેક રાજ્ય ના દરેક પૈસાદાર લોકો અને અમીર બાપ ના નબીરાઓ ના લીધે હોટલ રોયલ હંમેશા ધમધમતી રહેતી. હું અંદર પ્રવેશ્યો થોડા માણસો નાસ્તો કરી રહ્યા હતા અને થોડા વેઈટર હોટલ નો સ્ટાફ અને થોડા ગ્રાહક હતા. હું એક ટેબલ પર ગોઠવાઈ ગયો ત્યાં એક વેઈટર આવ્યો મેં એને એક સોફ્ટ ડ્રિન્ક ઓર્ડર આપ્યું અને માંગીલાલ ની માહિતી માંગી વેઈટરે કીધું કે માંગીલાલ બે દિવસ થી હોટલ પર આવ્યો નથી. મેં વેઈટર ને માંગીલાલ નું અડ્રેસ પૂછ્યું તો એને કીધું કે એને કોઈ માહિતી નથી.એને મને આવા કોઈની માહિતી આપવામાં રસ નથી.

મેં વેઈટર ને વોશરૂમ તરફ આવવા માટે ઈશારો કર્યો અને હું વોશરૂમ માં ઘુસી ગયો થોડી વાર માં પેલો વેઈટર પણ આવ્યો મેં એને એક પાનસો ની નોટ પકડાવી અને માંગીલાલ નું સરનામું માંગ્યું વેઈટરે મને માંગીલાલ નું સરનામું આપ્યું એટલે હું ત્યાં જવા માટે નીકળી ગયો. માંગીલાલ ના ઘરે પહોંચીને મેં એના ઘરનો દરવાજો ખખડાવ્યો એટલે અંદર થી આવાજ આવ્યો કોનું કામ છે? મેં કીધું માંગીલાલ તો અંદર થી જવાબ આવ્યો તેલ લેવા ગયો માંગીલાલ. મને થોડું અજીબ લાગ્યું એક તો એ અવાજ કોઈ સ્ત્રી નો હતો અને આવા શબ્દો નો પ્રયોગ એને એક દમ ગુસ્સા માં દરવાજો ખોલ્યો અને મારી સામે જોઈને પૂછ્યું કોણ છે ભાઈ તું? મેં કીધું હું પોલીસ માં છું અને મારે માંગીલાલ ને થોડા સવાલો કરવા છે